________________
પ૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
પ્રશ્નકર્તા: આ બધું મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર જ કરે છે, તો પછી આત્માએ શું કરવાનું ?
દાદાશ્રી : આત્માએ જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદમાં રહેવાનું છે. પણ પોતાના ગુણધર્મમાં આવવો જોઈએ. એ તો “જ્ઞાની પુરુષ' “રિયલ” અને રિલેટિવ'ની લાઈન ઑફ ડિમાર્કશન (ભેદરેખા) નાખી આપે, ત્યાર પછી આત્મા પોતાના સ્વાભાવિક ધર્મમાં આવે. પોતાના સ્વાભાવિક ધર્મમાં આવ્યા પછી કશું રહેતું નથી. પછી એક-બે અવતારમાં જ મોક્ષમાં જાય.
પ્રશ્નકર્તા: એમ કહ્યું છે કે મન, વાણી ને દેહથી આત્મા જુદો છે, તો મનના સંબંધે શુભ-અશુભ વિકલ્પ જે થાય છે, જેવા કે ભગવાનની ભક્તિ, પૂજા, દાન, દયાના ભાવ, કોઈને કંઈ કરવાનો ભાવ, એ ભાવ જે ઉત્પન્ન થાય છે એ આત્માના છે કે એ આત્માથી વિરુદ્ધ ભાવ છે ?
દાદાશ્રી : એને ને આત્માને લેવાદેવા જ નથી.
પ્રશ્નકર્તા: આમ તો એ ભાવો આત્મામાં થતા જણાય છે, જડમાં થતા નથી દેખાતા.
દાદાશ્રી : ના, એવું છે ને, આત્મા બે પ્રકારના; એક વ્યવહાર આત્મા છે અને એક દરઅસલ આત્મા, તે દરઅસલ આત્મા તે સાચો આત્મા છે. આ વ્યવહાર આત્મા એ મિશ્ર ચેતન છે. આ મિશ્ર ચેતનમાં એમ લાગે કે આ આત્માના ભાવ છે, પણ તે મૂળ આત્માના ન્હોય આ. આ વિનાશી આત્માના છે, આ અવિનાશી આત્માના ન હોય ભાવ.
સંયોગોના દબાણે બન્યો ગુનેગાર પ્રશ્નકર્તા : તો જ્યારે વ્યવહાર આત્મા શુભ-અશુભ ભાવ કરે, ત્યારે ચૈતન્ય આત્માને વળગણ કેવી રીતે લાગે ?
દાદાશ્રી : આ શુભઅશુભ ભાવ થાય છે તેમાં વ્યવહાર આત્મા એકલો નથી, નિશ્ચય આત્મા ભેગો હોય છે, “એની માન્યતા જ એ છે કે આ હું એક જ છું. નિશ્ચય આત્મા બગડ્યો નથી, રોંગ માન્યતા સંજોગના દબાણથી ઊભી થઈ ગઈ.