________________
(૨) વ્યવહાર આત્મા
પ૩
અનાદિ કાળથી છે જ. પણ એનો અંત આવશે. એને જ્ઞાની પુરુષ મળે ત્યારે અંત આવે. નિશ્ચય આત્માના આધારે, બનાવો ક્લિઅર વ્યવહાર આત્માને
પ્રશ્નકર્તા : શુદ્ધાત્મા ને વ્યવહાર આત્મા, આ બન્નેના અનુભવમાં ડિફરન્સ (તફાવત) શું ?
દાદાશ્રી : વ્યવહાર આત્મા એ બ્રાંતિમય હોય છે અને નિશ્ચય આત્મા ક્લિઅર (શુદ્ધ) હોય છે. એટલે બીજો કોઈ લાંબો ફેર હોતો નથી, પણ આખો ભ્રાંતિમય જ છે વ્યવહાર આત્મા. એટલે એને ક્લિઅર કરવાનો છે. શેના આધારે ? નિશ્ચય આત્મા ક્લિઅર છે, તેના આધારે વ્યવહાર આત્માને ક્લિઅર કરવાનો છે. ખરી રીતે તો (નિશ્ચયથી) હું તો શુદ્ધ જ છું. પણ આ હજુ (વ્યવહારથી) અશુદ્ધતા મારામાં છે તે કાઢવાની છે તો ક્લિઅર થાય, નહીં તો ક્લિઅર કેમ થાય ? એટલે શુદ્ધ છે એવું જાણે તો ક્લિઅર થાય.
એને' તથી સંબંધ, મૂળ આત્મા સંગ પ્રશ્નકર્તા: વ્યવહાર આત્મા એ મન છે ?
દાદાશ્રી : મન એકલું નહીં, વ્યવહાર આત્મા એટલે મન-બુદ્ધિચિત્ત ને અહંકાર. જે અંતઃકરણરૂપી વ્યવહાર આત્મા છે, એ વ્યવહાર આત્મા કેવો છે કે એમાં પાવર ચેતન છે.
પ્રશ્નકર્તા: આત્માને, વ્યવહાર આત્માને અને અંતઃકરણ વચ્ચે શું સંબંધ છે ?
દાદાશ્રી : ફક્ત આત્માનો પ્રકાશ એકલો મળ્યા કરે છે, પ્રકાશ મૂળ આત્માનો છે. એ પ્રકાશ અંતઃકરણને મળે. એ પ્રકાશના આધારે અંતઃકરણ ચાલુ રહે. બાકી આત્મા કશું આમાં કરતો નથી. આ શરીરમાં આત્મા બિલકુલ વપરાતો નથી. ફક્ત એનો પ્રકાશ જ શરીરમાં પડ્યા કરે છે અને એ પ્રકાશથી આ બધું ચાલ્યા કરે છે. મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર એ બધાં આ પ્રકાશના આધારે બધું કામ કરી રહ્યા છે અને આ બધું ડિસ્ચાર્જ છે.