________________
(૧.૩) જ્ઞાન પછી જે શેષ વધ્યો, તે પ્રતિષ્ઠિત આત્મા
४७
આ બધાયનો પાછો મૂળ જ્ઞાતા-દ્રષ્ટા તો શુદ્ધાત્મા જ ને ! અજ્ઞાની માણસ પણ પ્રતિષ્ઠિત આત્માને મનથી જુદો પાડી, યોગ બળે કરીને, અમુક શક્તિઓ મેળવે છે.
પ્રતિષ્ઠિત આત્માનું કાર્ય છે ત્યાં શેય-જ્ઞાતા સંબંધ જ ના હોય. “આ મારું” અને “આ હું એ વિકારી છે. અગ્નિ જુએ ત્યાં દાઝે જ, એ વિકારી સંબંધ છે, તેથી દાઝે છે. “હુંય ન્હોય” અને “મારું હોય એ નિર્વિકારી સંબંધ છે.
જ્ઞાતા-દ્રષ્ટા-પરમાનંદ સિવાયના બધા જ ભાવો પ્રતિષ્ઠિતના. પ્રતિષ્ઠિત આત્માનું જ્ઞાતા-દ્રષ્ટાપણું સીમા સહિત છે અને શુદ્ધનું જ્ઞાતાદ્રષ્ટાપણું અસીમ, સ્વતંત્ર.
પ્રતિષ્ઠિત આત્મા તે સામાના પ્રતિષ્ઠિત આત્માને જુએ અને શુદ્ધાત્મા તે શુદ્ધાત્માને જુએ અને જાણે.
સૌથી સારામાં સારું જ્ઞાતા-દ્રષ્ટાપણું તમારા પ્રતિષ્ઠિત આત્મા પ્રત્યે રાખજો. તમે ચિતરેલો, તમે બનાવેલો પ્રતિષ્ઠિત આત્મા તેને જોવા જેવો છે. આ જુદો પાડેલો પ્રતિષ્ઠિત આત્મા શેયરૂપ થઈ પડ્યો છે, તેનો તું જ્ઞાતા રહે.
પ્રશ્નકર્તા : જ્યારે આત્મા જ્ઞાયક સ્વભાવમાં રહે ત્યારે પછી પ્રતિષ્ઠિત આત્મા જેવી વસ્તુઓ કોઈ રહેતી નથી ને ?
દાદાશ્રી : પછી રહ્યું જ નહીં કોઈ. જ્ઞાયક સ્વભાવ રહ્યો એટલે પરમાત્મા થયો. પછી કશું ઊભું જ નથી રહેતું ને ! અને દેહ હોય તો ભલે ને હો. ભગવાનની હાજરીમાં દેહ હતોને ! સંપૂર્ણ જ્ઞાયકભાવ તે તો કેવળજ્ઞાન કહેવાય.
પ્રશ્નકર્તા: આ જ્યારે શુદ્ધાત્મા જ્ઞાતા-દ્રષ્ટા પદમાં હોય છે તે વખતે પ્રતિષ્ઠિત આત્મા શું કરતો હોય છે ? એની શી ક્રિયા હોય ? એ વખતે એનું અસ્તિત્વ હોય ?
દાદાશ્રી: એ જે પ્રતિષ્ઠિત આત્મા છે, એની જે અવસ્થાઓ ઉત્પન્ન