________________
(૧.૩) જ્ઞાન પછી જે શેષ વધ્યો, તે પ્રતિષ્ઠિત આત્મા ૩૭
પ્રશ્નકર્તા: પ્રતિષ્ઠિત આત્મા શુદ્ધાત્માની શંકા કરે છે ? દાદાશ્રી : હા, પ્રતિષ્ઠિત આત્મા. પ્રશ્નકર્તા : અભિપ્રાય એટલે પ્રતિષ્ઠિતનો અહંકાર જ ને ?
દાદાશ્રી : હા. આત્મા સિવાયની બીજી બધી જ મશિનરી છે. શુદ્ધાત્મા તો છે પણ પ્રતિષ્ઠિત આત્માનો અભિપ્રાય ઊભો થયો તે પ્રમાણે મશિનરી ચાલવાની.
કોઈ માણસ મોટરમાં બેઠો તો ખુશમાં આવી જાય, કોઈને કંટાળો આવે, કોઈને કંટાળો ના આવે ને આનંદેય ના થાય. જેને આનંદ થયો તે પ્રતિષ્ઠિત આત્માએ એટલો સ્વાદ ચાખ્યો. આ બધામાં કશું કરવા જેવું નથી, માત્ર જોવાનું છે. પ્રકૃતિના હિસાબ એટલું સામે આવવાનું. પણ એમાં એકાકાર નહીં થવાનું. પ્રશ્નકર્તા: તેથી કહ્યું છે ને,
જીવતો-મરતો કોઈ નથી જ્ઞાનીઓની ભાષામાં, પ્રતિષ્ઠિત આત્મા જીવે-મરે, ભ્રાંતિરસના સાંધામાં. દાદાશ્રી : આ જ્ઞાનની ભાષામાં કોઈ જીવતો-મરતો છે જ નહીં.
અરે, દોષિત જ નથીને ! મને દોષિત કોઈ દેખાતું નથી. દોષિત છે જ નહીં. આ દોષિત વિભક્ત અવસ્થાથી છે, વિભાજન અવસ્થાથી, ભેદ સ્વરૂપથી છે. ભેદબુદ્ધિથી દોષિત દેખાય છે.
જ્ઞાન પછી ઓગળ્યા કરે પ્રતિષ્ઠિત પ્રશ્નકર્તા : જ્ઞાન મળ્યા પછી પ્રતિષ્ઠિત આત્માની શું દશા થાય છે ?
દાદાશ્રી : જ્ઞાન મળ્યા પછી આ પ્રતિષ્ઠિત આત્મા બરફની માફક ઓગળ્યા કરે. અને પછી જેટલી શુદ્ધાત્માની પ્રતીતિ રહેશે, તે પ્રફુલ્લિત થઈને એક-બે અવતારે સંપૂર્ણ ઓગળી જશે.