________________
(૧.૩) જ્ઞાન પછી જે શેષ વધ્યો, તે પ્રતિષ્ઠિત આત્મા
૩૫
દાદાશ્રી : પ્રતિષ્ઠિત આત્મામાં બધી જ વસ્તુઓ આવી ગઈ. પાંચ ઈન્દ્રિયો, મગજ-બગજ, અંતઃકરણ, નામ-બામ બધું આવે એમાં. સૂક્ષ્મ શરીર (તેજસ શરીર, ઈલેક્ટ્રિકલ બૉડી) ના આવે.
પ્રતિષ્ઠિત આત્મા તો બહુ મોટો છે. એમાં અંતઃકરણ એકલું જ નથી, એને ચલાવનાર, ચંચળતા ઉત્પન્ન કરનાર બધું બહુ છે.
અક્કલેય પ્રતિષ્ઠિત આત્માની અને બબૂચકપણું એય પ્રતિષ્ઠિત આત્માનું. જે સાંભળે છે તે પ્રતિષ્ઠિત આત્મા, આંખે દેખાય છે તે પ્રતિષ્ઠિત આત્મા અને પાંચ ઈન્દ્રિયોથી અનુભવે છે તે પ્રતિષ્ઠિત આત્મા. પ્રતિષ્ઠિત આત્માએ શું જાણ્યું એ શુદ્ધાત્મા જાણે છે. ઈન્દ્રિયગમ્ય જ્ઞાન તે પ્રતિષ્ઠિત આત્મા, અતીન્દ્રિય જ્ઞાન તે શુદ્ધાત્મા.
પ્રશ્નકર્તા : પ્રતિષ્ઠિત આત્માનું કોઈ સ્થાન ખરું શરીરમાં ?
દાદાશ્રી : પ્રતિષ્ઠિત આત્મા તાળવામાં છે ને ત્યાં રહ્યા રહ્યા બધું કામ કરે છે.
વાણી, પ્રતિષ્ઠિત આત્માના ભાવમાંથી આ કોણ બોલે છે તારી જોડે ? કોઈ જગ્યાએ તે સાંભળેલું કે આ ઓરિજિનલ ટેપરેકર્ડ છે મહીં ?
પ્રશ્નકર્તા: ના.
દાદાશ્રી : આ નવી વાત છે, નહીં ? તું બોલીને ફટ ફટ ફેંક્યા રાખું છું, એ જે ટેપ તૈયાર થયેલી છે, તેનાથી આ બોલાતું જાય છે. આમાં મૂળ કારણ તો આત્મા જ છે. પણ મૂળ આત્મા નહીં, આત્માની રોંગ બિલીફ, પ્રતિષ્ઠિત આત્મા. એનું મૂળ કારણમાં શું છે કે એ ભાવ કરે છે. ભાવ એટલે સંજ્ઞા !
પ્રશ્નકર્તા: સંજ્ઞા પ્રતિષ્ઠિત આત્માની ?
દાદાશ્રી : હા, પ્રતિષ્ઠિત આત્માની. સંજ્ઞા કે આ મને ગમતું નથી કે ગમે છે, બેમાંથી. એ શબ્દ નહીં બોલે. સંજ્ઞાથી કોડવર્ડ ઉત્પન્ન થાય