________________
૩૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
(બિલીફવાળો) આરોપિત આત્મા. અને આરોપ કર્યા પછી એ સ્થિર થાય, (વર્તનમાં આવે, ત્યારે પ્રતિષ્ઠિત આત્મા કહેવાય. ત્યાં સુધી એ પ્રતિષ્ઠિત આત્મા ના કહેવાય. આરોપિતપણું આપણે સમજણ પાડીએ તો ઊડીયે જાય. પ્રતિષ્ઠિત આત્મા થતાં પહેલા ઊડી જાય. એ સ્થિર થઈને આમ ઠરી જાય ત્યારે પ્રતિષ્ઠિત આત્મા થાય, બીજે અવતાર ફળ આપવાને લાયક થાય ત્યારે.
જ્યાં સુધી આપણને જ્ઞાન ના હોય, ત્યાં સુધી આપણે આરોપિત આત્મામાં હોઈએ. જ્યાં કંઈ પણ આરોપ જ કરેલો હોય. એ વખતે જે જે આપણે આત્મા રૂપે માન્યું, તેનાથી પ્રતિષ્ઠિત આત્મા ઊભો થાય છે. અત્યારે આ દેહમાં, “હું છું' એવું કહીએ એટલે આવતા ભવને માટે પ્રતિષ્ઠા થઈ ગઈ અને આ દેહમાં “હું છું', “આ દેહ હું છું' એવી માન્યતા ઊડી ગઈ, એટલે આવતા ભવની પ્રતિષ્ઠા ઊડી ગઈ. પછી પ્રતિષ્ઠા ઉત્પન્ન ના થાય. નહીં તો પ્રતિષ્ઠિત ફળ આપી અને ફરી નવી પ્રતિષ્ઠા ઊભી કરીને જાય. પ્રતિષ્ઠામાંથી પ્રતિષ્ઠા, એમાંથી પ્રતિષ્ઠા. આત્મા તો તેવો ને તેવો જ છે. ત્રણેવ કાળ તેવો ને તેવો છે પણ પ્રતિષ્ઠા ઊભી થાય છે. એ પ્રતિષ્ઠા હવે તમારે બંધ થઈ ગઈ, તમને બધાને જ્ઞાન આપ્યું એટલે. હવે ચંદુભાઈ છું એ તમે ડ્રામેટિક બોલો. નાટકીય બોલો છો ને ? હવે તો તમને હું શુદ્ધાત્મા છું' એ જ ભાન રહે છે ને ?
જૂનો પ્રતિષ્ઠિત આત્મા છે તે નવો પ્રતિષ્ઠિત આત્મા ઊભો કરે છે. આ ચંદુ એ જૂનો પ્રતિષ્ઠિત આત્મા છે. હવે “હું શુદ્ધાત્મા છું' કહે છે તેનાથી પ્રતિષ્ઠા બંધ થઈ. આપણે વ્યવહાર આત્મા ઉડાડી મેલીને પ્રતિષ્ઠિત આત્મા મૂકીએ છીએ. “વ્યવહાર આત્મા’ શબ્દથી એમને સમજમાં ફેર થાય છે, ભૂલ થાય છે. અને આપણે જેમ છે તેમ કહ્યું, જેવી પ્રતિષ્ઠા કરે છે, તે જ રૂપે પ્રતિષ્ઠિત આત્મા થાય છે. તે પછી ફળ આપે
પ્રતિષ્ઠિત આત્માની મિલક્તને સ્થાન પ્રશ્નકર્તા પ્રતિષ્ઠિત આત્મામાં શું શું આવે?