________________
સમય નષ્ટ કરે? મને અમૃત સમાન સંયમનું દાન આપો.” કૃતપુણ્ય શેઠને વૈરાગ્ય જાગૃત થયો. રાજગૃહીની જનતા કૃતપુણ્ય શેઠના આ સંયમ સૌભાગ્યની અનુમોદના કરવા લાગી. કૃતપુણ્ય શેઠ સાથે તેમની પત્નીઓ પણ વ્રત ગ્રહણ કરવા તૈયાર થઈ.
પુત્રોને ઘરનો કારભાર સોંપી કૃતપુણ્ય શેઠ અને તેમની પત્નીઓએ અંતરયામી પ્રભુ પાસે દીક્ષિત થયા. કયવના મુનિ સાધુ સમુદાયમાં ભળી કલ્યાણના માર્ગે વળ્યા. સંયમનું સમ્યક્ષણે પાલન કરી તપ દ્વારા જીવન ઉજાગર કર્યું. પાણી ઉકળવાથી વરાળ નીકળે છે, તેમ તપ અને જ્ઞાન વડે અશુભ કર્મો નીકળે છે. અનંત કર્મોની નિર્જરા કરી કયત
વર્ગવાસી બન્યા. તેઓ ભવિષ્યમાં મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ, સંયમ અંગીકાર કરી જન્મ-જીવન અને મરણના રેંટમાંથી મુક્તિ મેળવશે. એમની પુનિત સંયમ સાધનાને કોટિ પ્રણામ.
ITI I LILI TTTT LI