________________
૫૯૫
સ્નાન કરવા આવ્યું. કિનારે મૂકેલા વસ્ત્રોમાંથી એક અપ્સરાના વસ્ત્રો સાંબડે ચોરી લીધાં. સ્નાન બાદ “રાઈ' નામની અપ્સરાએ વસ્ત્રોની શોધ કરી. તે વખતે અપ્સરા સખીઓએ એક એક કટકો કાપી વસ્ત્ર બનાવી આપ્યું. અપ્સરાઓએ પાર્વતીજીને રાવ કરી ત્યારે પાર્વતીજીએ કહ્યું, “સાંબડ જે માંગે તે આપો તે વસ્ત્રો પાછા આપી દેશે.” સાંબડે ‘રાઈ' નામની અપ્સરા સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. વચને બંધાયેલી અપ્સરાઓએ વાતને સ્વીકારી લીધી. સાંબડ અને રાઈના લગ્ન થયા. તેમના પુત્રો માતાના નામથી ‘રાયડા' કહેવાયા.
બીજી દંતકથા અનુસાર શિવજીએ સાંબડના લગ્ન રાયડા, કુણન અને રેણુકા નામની અપ્સરાઓ સાથે કરાવ્યા. સાંબડને ચાર પુત્રીઓ અને એક પુત્રની પ્રાપ્તિ થઈ. શિવજીના કહેવાથી સાંબડ સ્વર્ગલોક છોડી બહાર જઈ વસ્યો ત્યારથી ‘રાહબારી' તરીકે ઓળખાયો. નામલ, કામલ, પ્રેમલ અને ઉમા આ ચારે કન્યાઓને અનુક્રમે રાઠોડ, પરમાર, પઢિયાર અને જાદવ કુળના રાજપૂતો સાથે પરણાવી. આ રાજપૂત યુવાનોએ ઊંટ ચરાવવાનો વ્યવસાય સ્વીકાર્યો. આજે પણ રબારીઓમાં પરમાર, રાઠોડ, પઢિયારી, સોલંકી, ચૌહાણ, ગોહિલ, મકવાણા, ચાવડા, કાછેલા જેવી વિવિધ રાજપૂત અટકો જોવા મળે છે. રબારીઓમાં લગભગ ૧૩૩ અટકો છે.
ઈતિહાસવિદો રબારીઓને મધ્ય એશિયાના બર્નર જાતિના માને છે. એક મંતવ્ય અનુસાર રબારીઓ મૂળે બલુચિસ્તાનમાંથી આવ્યા છે. તેમની મૂળ માતા હિંગળાજ છે. બલુચિસ્તાનમાંથી પંજાબ, સિંધ, મારવાડમાં અને કચ્છમાં પ્રવેશ્યા. ત્યાં વસવાટ કર્યો.
આપણા સમાજમાં મોટા ભાગની જ્ઞાતિઓમાં પોતાના કુળના વહીવંચા બારોટો' હોય છે. રબારીઓમાં પણ વહીવંચા હોય છે. તેઓ બારોટને “પીર’ માને છે. લગ્ન આદિ શુભ પ્રસંગે તેમને આમંત્રણ આપવામાં આવે છે. “દાપુ' આપીને કુટુંબના વહુ-છોકરાના નામ ચોપડે લખાવાય છે. બારોટના ચોપડા કાનામાતર વિનાના ‘બોડી લિપિ'માં લખાય છે. નવમી સદીથી આ ચોપડા શરૂ થયા છે. તે પૂર્વેની વિગત મળતી નથી.
૮. નવરસ (અનુયોગદ્વાર સૂત્ર, ભા.-૧, પૃ.-૮૨૮, ઘાસીમલજી મ.) ૧. વીરરસઃ જે રસ વીરત્વ પૂરે, ત્યાગ, તપ અને કર્મશત્રુનો નિગ્રહ કરે તે વીરરસ છે. ૨. શૃંગારરસ વિષયો તરફ વાળે તે શૃંગારરસ છે. ૩. અદ્ભુતરસઃ શ્રુત, શિલા, તપ, ત્યાગ, શોર્ય, કર્મ, અદ્ભુત પદાર્થ વગેરે જે સી કરતાં વધુ છે તે
અદ્ભુતરસ છે. ૪. રૌદ્રરસઃ જે અતિ દારૂણ હોવા બદલ રડાવે, અશ્રુ વહેવડાવે તે રૌદ્રરસ છે.
વીડનકરસઃ જે લજ્જાજનક છે તે બ્રીડનક છે. ૬. બીભત્સરસઃ શુક્ર, શોણિત, લાળ, ધૃણિત શરીર, ઉચ્ચાર-મલવિષ્ટા, પ્રસવણ-મૂત્ર વગેરે ઉદ્ધગજન્ય
છે.
હાસ્યરસ : હાસ્યજનક, વિકૃતિ અને અસંબદ્ધ એવા માણસોના વચનો સાંભળવાથી.
કરુણરસાઃ પ્રિયપદાર્થના વિયોગથી ઉત્પન્ન થયેલ શોકપ્રકર્ષ સ્વરૂપ તે કરૂણ રસ છે. ૯. પ્રશાંતરસ ગુરુજનોના વચન શ્રવણથી ઉદ્ભુત ઉપશમની પ્રકર્વતા તે પ્રશાંતરસ છે.
કવિકર્મ કાવ્ય કહેવાય છે. અંતરઆત્માથી જે અનુભવાય છે તે રસ કહેવાય છે. એ રસો.