________________
૫૯૪
વિવેકહોવો તે વિશેષજ્ઞ છે. વિશેષજ્ઞ પારકાની પીડાને જાણી શકે છે. ૧૦. વૃદ્ધાનુગામિતાઃ જે કેળવાયેલા, ઘડાયેલા છે તેદ્રવ્યથી વૃદ્ધ છે. જે ક્ષેત્રના જાણકાર છે તે ક્ષેત્રથી વૃદ્ધ છે.
જે વયથી વૃદ્ધ છે તે કાળથી વૃદ્ધ છે. વૃદ્ધોને અનુસરવું, તેમની આજ્ઞા માનવી, બહુમાન કરવું તે વૃદ્ધાનુગામિતા છે, એ જ ડહાપણનું કાર્ય છે. પંચતંત્રમાં તે સંબંધી કબૂતર અને ઉંદરની કથા સુંદર
દષ્ટાંત પૂરું પાડે છે. ૧૮. વિનીતતા: તીર્થકર ભગવાનની આજ્ઞા પાલનને વિનય કહેવાય છે. વિનયથી લાઘવ ગુણ પ્રગટે છે. ૧૯. કૃતજ્ઞતા : કોઈના ય-કિંચિત ઉપકારને મહાન ગણી બદણમુક્ત થવા પ્રયત્ન કરવો. ૨૦. પરોપકારિતા ઃ બીજાના હિતના માટે મદદરૂપ થવું તે પરોપકારિતા છે. વૃક્ષ, નદી, સરોવર, સૂર્ય, ચંદ્ર
એમ સમસ્ત સૃષ્ટિ પરોપકારનો સંદેશો પાઠવે છે. બીજાને ધર્મ પમાડવો, નવતત્ત્વ અને દેવ-ગુરુ-ધર્મની
સમજણ આપી શ્રદ્ધા કરાવવી તે અધ્યાત્મિક ઉત્કૃષ્ટપરોપકાર છે. ૨૧. લબ્ધલક્ષિતાઃ લક્ષ્યને પ્રાપ્ત કરવાની તમન્ના. ફક્ત મોક્ષનું જ લક્ષ્ય હોય તો લબ્ધલક્ષિત ગુણ પ્રગટયો
કહેવાય. શ્રાવકની સર્વપ્રવૃત્તિ, સર્વ સાધના, આરાધના, સર્વ અનુષ્ઠાનો માત્ર મોક્ષના લક્ષે હોય.
છે. ગોપ સંસ્કૃતિનો ઈતિહાસ પ્રાચીન કાળમાં ઘેટાં-બકરાં રાખે તે ભરવાડ અને ગાય, ભેંસ, ઊંટ ઈત્યાદિ પાળે તે રબારી કહેવાતો. આજે એવું રહ્યું નથી. ભરવાડ, ઘેટાં-બકરાં સાથે ગાયો, ભેંસો રાખતા થયા છે. ગોપ પ્રજાનો પેટ ગુજારો માલ ઢોર હોવાથી તેના રહેઠાણો, ખડ પાણીવાળા વિસ્તારોની આસપાસ જ રહ્યા છે. તેઓએ વાડા, નેસડા, ભૂંગા અને કૂબાઓમાં રહી પ્રાકૃતિક સંસ્કાર ઝીલી ગોપ સંસ્કૃતિને વિકસાવી છે.
વર્તમાન સમયમાં રખડતી રઝળતી મોટા ભાગની જાતિઓ સ્થિર થતી જાય છે પરંતુ મારવાડ, કરચ્છ અને ઉત્તર ગુજરાતમાં વસવાટ કરતી રબારી કોમ આજે પણ પોતાનો પરંપરાગત પશુપાલનનો વ્યવસાય જાળવી રાખી ક્યાંય સ્થાયી થાય છે.
રબારી શબ્દ મૂળ “રેવડ' શબ્દમાંથી ઉતરી આવ્યો છે. રેવડ એટલે ગાયો, ભેંસો, ઊંટ, ઘેટાબકરાનું ટોળું. આ ટોળાને સાચવનાર “રેવાડી' તરીકે ઓળખાતો. તેનું અપભ્રંશ થતાં “રબારી' શબ્દ આવ્યો. આજે પણ હરિયાણામાં રેવારી' (રેવાડી) જિલ્લો છે. ત્યાંથી સ્થળાંતર કરીને આવ્યા એ રેવારી કાળાંતરે રબારી તરીકે ઓળખાયા. લોકવાયકા અનુસાર રબારીઓ શ્રી કૃષ્ણ સાથે દ્વારિકા આવ્યા. શ્રી કૃષ્ણ કુશસ્થળીનો નાશ થતાં દ્વારિકા વસાવ્યું. આ સમયે રૈવતક નામનો પર્વત હતો. ત્યાંના વસવાટ ઉપરથી તેઓ રેવત’ અને કાળાંતરે ‘રબારી' કહેવાયા.
એક પ્રચલિત કિવદંતિ અનુસાર મહાદેવજીના કહેવાથી પાર્વતીએ પોતાના શરીરના મેલમાંથી એક પૂતળું બનાવ્યું. જે પૂતળાને મહાદેવજીએ સમડાના વૃક્ષ નીચે ઊભા રહી સજીવન કર્યું. એમાંથી જે માણસ ઉત્પન્ન થયો તે સાંબડ કહેવાયો. પાર્વતીએ સાંબડને ઊંટ ચરાવવાનું કાર્ય સોંપ્યું. સાંબડનું આદિ નિવાસસ્થાના કૈલાસ ગણાય છે. આજે પણ રબારીઓ સમડાના વૃક્ષને પવિત્ર ગણે છે.
એકલવાયા જીવનથી કંટાળીને સાંબડે પાર્વતીજી સમક્ષ લગ્ન કરાવી આપવાનો પ્રસ્તાવ મૂક્યો. પાર્વતીજીની સૂચના અનુસાર બીજે દિવસે સાંબડ નદીના કિનારે સંતાઈ ગયો. અપ્સરાઓનું ટોળું નદીમાં