________________
૪૩
તેમણે પ્રભુને ત્રણવાર વંદના કરી ઉચિત સ્થાન ગ્રહણ કર્યું. પ્રભુએ મેઘ સમાન ગંભીરધર્મદેશના આપી. જાણે કાનમાં અમૃત રેડાયું! ધર્મદેશના દરમ્યાન શેઠ કયવન્નાના દિમાગમાં એક પ્રશ્ન ઘૂમરાઈ રહ્યો હતો. ભગવાન દાનધર્મના પ્રભાવ રૂપે વર્ણિત ધન્ના-શાલિભદ્રના શુભ દષ્ટાંતો ઉપરાંત દાનની અનુમોદનાની પસ્તાવાના વિપાક રૂપે કહેવાયેલી મમ્મણ શેઠની પૂર્વભવ કથાની શ્રેણીમાં ખંડિત ત્રુટિતા દાનધારાની શુભાશુભતા શેઠ કયવન્નાના પૂર્વભવ કથન દ્વારા ઉમેરાવાની હતી, એથી જ જાણે કૃતપુણ્ય શેઠને પ્રભુ સમક્ષ દિલની વર્ષોની દુવિધા વ્યક્ત કરવા પૂર્વક સવિનય જિજ્ઞાસા વ્યક્ત કરવાનું મન થયું.
ભગવન્! હું એવા કયા કર્મમાં ભેરવાયો છે, જેના વિપાકરૂપે હું ખંડિત સૌભાગ્યનો સ્વામી બન્યો ? પ્રભુ! દુન્યવી સુખોના ભોગવટામાં વચ્ચે વચ્ચે ભંગાણ કેમ સજાર્યું હતું? મને પેટછૂટી વાત કરી મારી આ સમસ્યાનું સમાધાન કરો.”
પ્રભુ તરફ પર્ષદાની પ્રતીક્ષા મીટ લંબાઈ. શુશ્રુષાયુક્ત મનવાળા કૃતપુણ્ય શેઠ પૂર્વ ભવા સાંભળવા આતુર બન્યા. પ્રભુએ પૂર્વભવની કથા કહી.
શેઠ! આ સુપાત્રદાનનું ફળ છે. જમીનમાં ઘરબાયેલું બીજ પાણીના સિંચનથી ફૂલ અને ફળરૂપે પ્રાપ્ત થાય છે, તેમ સુપાત્રદાન રૂપ બીજની વાવણી પછી એની સ્નેહપૂર્વક સાર સંભાળ લેવામાં આવે, વારંવાર આનંદપૂર્વક અનુમોદના કરવામાં આવે, તો એ દાન ધર્મ બનીને આધ્યાત્મિક સમૃદ્ધિનું ચરમ અને પરમ ફળ આપવામાં સમર્થ નીવડી શકે છે.
ધન્ના અને શાલિભદ્રએ દાન બીજની સાર સંભાળરૂપે અનુમોદનાનું અમૃત જળ સિંચ્યું જ્યારે મમ્મણ શેઠે જળ સિંચનમાં કૃપણતા સેવી તેથી ઋદ્ધિ મળી તો ખરી પરંતુ એનો ભોગવટો ન કરવા છતાં તૃષ્ણાના પાપે એ ત્રાદ્ધિ મમ્મણને નરકમાં ઘસડી ગઈ.
રાજગૃહી નગરીથી અમુક ગાઉના અંતરે આવેલ શ્રીપુર નાનકડો નેસ હતો. અહીં નદી કિનારે આહીરો ગામનું તોરણ બાંધીને રહેતા હતા. તેઓ પશુપાલન ઉપર જીવન ગુજારો કરતા હતા. શ્રીપુર ગામના એક આહીરને ત્યાં (કૃતપુણ્ય શેઠનો આત્મા) પુત્રનો જન્મ થયો.
બાળકનો પ્રેમાળ ચહેરો અને હેતાળ વાણી જોઈ ભલભલાને તેના પ્રત્યે હેત પ્રગટતું. આહીરનો વ્યવસાય પશુપાલનનો હતો. ભાગ્યયોગે બાળ વયમાં જ પિતા ગુજરી ગયા. ધન્યા સંસારમાં એકલી પડી ગઈ. એના માથે કારમું વૈધવ્ય રેડાયું. ઘરમાં ગરીબીની કાળી બિલાડી દોડમદોડ કરી રહી હતી. રોટલા હોય તો શાકનાં વખ!શાક હોય તો રોટલાનો ડખ! છતાં રતન જેવા બાળકને ઉની આંચ પણ ન આવે તે માટે માતા ધન્યા શ્રીમંતોના ઘરકામ કરી ગુજરાન ચલાવતી હતી. ફૂલ ભ્રમરને આમંત્રણ ન આપે પણ ભ્રમર ફૂલ પાસે પહોંચી જાય છે, તેમ માને જોતાં જ બાળક માતાની ગોદમાં સમાઈ જવા દોટ મૂકતો.
થોડો મોટો થતાં બાળક પણ પશુઓને સીમમાં ચરાવવા લઈ જતો. દિવસભર પશુઓને ચરાવતો અને સમી સાંજે ઘરે પાછો ફરતો. આખા દિવસની બનેલી ઘટનાઓ માતાને કહેતો. ધન્યા