________________
૫૦૩
અભયકુમારે જાણ્યું. તેમણે વિશાલાનગરીમાં રાજમહેલની નજીકમાં હાટ માંડી. હાટમાં મહારાજા શ્રેણિકનું સુંદર ચિત્ર ખીંટીએ લટકાવ્યું. દાસી ઘી લેવા આવી. તેણે આ ચિત્ર જોયું અને જઈને સુજ્યેષ્ઠાને વાત કરી. દાસીના મુખેથી પુરુષના રુપની પ્રશંસા સાંભળી સુજ્યેષ્ઠાએ દાસી મારફતે ચિત્ર મંગાવ્યું. પોતાની યુક્તિ સફળ થતી જોઈ અભયકુમારે ચિત્ર દાસીને આપ્યું. સુજ્યેષ્ઠાએ ચિત્ર જોઈ નિર્ણય કર્યો કે, ‘‘બીજા બધા પુરુષો મારા માટે ભાઈ-બાપ સમાન છે. હું પરણીશ તો આ પુરુષને જ પરણીશ!'' દાસીએ અભયકુમાર પાસે આવી સુજ્યેષ્ઠાની ઈચ્છા જણાવી. અભયકુમારે ગુપ્ત સુરંગ ખોદાવી. આ સુરંગ સુજ્યેષ્ઠાના શયનખંડ સુધી ખોદાવી. મહારાજા શ્રેણિક સુરંગ વાટે સુજ્યેષ્ઠાના મહેલમાં પહોંચ્યા. મહારાજા શ્રેણિક સાથે સુલસા સતીના ૩૨ પુત્રો અંગરક્ષક તરીકે હતા. પૂર્વ નિયોજિત ઘટના અનુસાર ચોકીદારે મહારાજા શ્રેણિકના આગમનના સમાચાર આપ્યા. સુજ્યેષ્ઠાએ પોતાની નાની બહેન ચેલણાને પણ ત્યાંજ બોલાવી લીધી. અચાનક સુજ્યેષ્ઠાને પોતાના અલંકારોનો દાબડો (પેટી) યાદ આવી. તે દાબડો લેવા ગઈ એટલામાં મહારાજા શ્રેણિક ચેલ્લણાને રથમાં બેસાડી નાસી છૂટયા. સુજ્યેષ્ઠાને ખબર પડતાં કલ્પાંત કરવા લાગી. સુજ્યેષ્ઠાના રૂદનથી ચેડા રાજાને ખબર પડી. પોતાની દીકરીનું અપહરણ કરનારા શત્રુ તરફ સૈનિકોને મોકલ્યા. સુરંગના દ્વારા પાસે અંગરક્ષક તરીકે આવેલા સુલસાના બત્રીસ પુત્રો હણાયા. ‘પોતાના થકી આટલા બધા જીવોની હત્યા!’ એ વિચારે સુજ્યેષ્ઠાને વૈરાગ્યભાવ ઉત્પન્ન થયો. તેમણે દીક્ષા લીધી.
એક દિવસ તે ઉપાશ્રયમાં આતાપના લઈ રહ્યા હતા, ત્યારે પેઢાલ નામનો કોઈ પરિવ્રાજક આવ્યો. તેણે અનેક વિધાઓ સિદ્ધ કરી હતી. તે કોઈ બ્રહ્મચારિણીના પુત્રને પોતાની વિદ્યા શીખવવા માંગતો હતો. તેણે સુજ્યેષ્ઠા સાધ્વીને ઉપાશ્રયમાં આતાપના કરતા જોયા. તેણે વિદ્યાના બળે ઘૂમિકાવ્યામોહ (ચારે બાજુ અંધકાર) કરીને અલક્ષિતરૂપે (અદશ્ય બની) પોતાના વીર્યને તે સાધ્વીજીની યોનિમાં દાખલ કર્યું. સાધ્વીજી ગર્ભવતી બન્યા. તેમણે એક પુત્રને જન્મ આપ્યો. તેનું નામ ‘સત્યકી' રાખવામાં આવ્યું. ધીરે ધીરે સત્યકી બાલ્યાવસ્થા પૂર્ણ કરી તે યુવાન બન્યો.
--
એક દિવસ ભગવાન મહાવીર સ્વામીના સમવસરણમાં જઈ પહોંચ્યો. ત્યાં કાલસંદીપ નામનો એક વિધાધર આવ્યો હતો. તે વિધાધરે વંદના કરી પૂછયું, “હે ભગવન્! મારે કોનાથી ભય પામવો પડશે?’' ભગવાને કહ્યું, ‘‘સત્યકીથી ભય પામવો પડશે (સત્યકી તારી હત્યા કરશે)’’ ભગવાનનો આ પ્રકારનો જવાબ
સાંભળીને કાલસંદીપ સત્યકીનો તિરસ્કાર કરવા લાગ્યો.
એક દિવસ પેંઢાલે સુજ્યેષ્ઠા સાધ્વીજી પાસેથી સત્યકીનું અપહરણ કર્યું. તેને પોતાના ઘરે લઈ જઈ અનેક વિદ્યાઓ શીખવી. પૂર્વના પાંચ પાંચ ભવોમાં રોહિણી વિધા દ્વારા સત્યકીને મારી નાખવામાં આવ્યો. છઠ્ઠા ભવમાં છ માસનું આયુષ્ય બાકી રહ્યું છે. તેવું જાણી તે વિધા પ્રાપ્ત કરવાની અભિલાષા છોડી દીધી. સાતમા ભવમાં તેને તે રોહિણી વિધા સિદ્ધ થઈ ગઈ. તે વિદ્યા તેના લલાટમાં છિદ્ર પાડીને તેના શરીરમાં દાખલ થઈ ગઈ. લલાટમાં છિદ્ર પડી ગયું જે દેવ દ્વારા ત્રીજા નેત્રના રૂપમાં પરિણમન કરવામાં આવ્યું. હવે સત્યકીએ માતાની સાથે કપટ રમનાર પેઢાલની તેમજ કાલસંદીપ વિધાધરની હત્યા કરી. તે વિધાધરનો ચક્રવર્તી બન્યો.
સત્યકી વિધાધરે ભગવાન પાસે સમકિત અંગીકાર કર્યું. તે દેવ-ગુરુનો ભક્ત બન્યો પરંતુ વિષયસુખમાં અત્યંત લોલુપ હોવાથી તે વ્યભિચારી બન્યો. સ્ત્રીને જોઈ કામાતુર બની તેમને ગાઢ આલિંગન આપી ભોગવતો. તે રાજાના અંતઃપુરમાં વિધાના બળે પહોંચી ચંડપ્રધોતન રાજાની પદ્માવતી સિવાય બધી રાણીને ભોગવી ચૂક્યો હતો. સત્યકીના ત્રાસથી છૂટવા ચંડપ્રધોતન રાજાએ અનેક ઉપાય કર્યા પરંતુ સત્યકી કોઈ રીતે ન મર્યો. રાજાએ સત્યકીને મારનારને અખૂટ ધન આપવાનો નગરમાં પડહ વગડાવ્યો. ઉમિયા