________________
પ૦૨
રથનેમિ (દશવૈકાલિક સૂત્ર ભા. ૧, અ. ૨, પૃ. ૧૪૧ થી ૧૪૦) બાવીસમા તીર્થંકર અરિષ્ટનેમિએ દીક્ષા ગ્રહણ કરી ત્યારે તેમના નાનાભાઈ રથનેમિએ રાજીમતીની ઈરછા કરી. પરંતુ સતી શિરોમણિ રાજીમતી કામની વાસનાથી વિરક્ત થઈ ચૂકી હતી. તેણે એક દિવસ સુગંધિત અને સ્વાદિષ્ટ ખીર ખાધી અને વાટકામાં તેનું વમન કરીને તે વાટકો રથનેમિને આપતાં કહ્યું, “લ્યો, આ ખીર ખાઓ!” રથનેમિ એ સાંભળીને ક્રોધાવિષ્ટ થઈ બોલ્યા, “હું ક્ષત્રિયોના વંશનું ભૂષણ છું. આવી વમેલી ખીર કેમ ખાઈશ?'' રાજીમતીએ કહ્યું, “અહો શ્રેષ્ઠ ક્ષત્રિય! તમે વણેલી ખીર નથી ખાતા, તો તમારા સગા ભાઈ અરિષ્ટનેમિએ જે સ્ત્રીનો ત્યાગ કરી પ્રવ્રજ્યા અંગીકાર કરી છે તે સ્ત્રીને શા માટે ઝંખો છે? મારા
હા કરવી એ તમને શરમજનક નથી લાગતી ?'' હદયને વીંધી નાખે તેવા વેણ સાંભળી રથનેમિ સંસારથી વિરક્ત બન્યા. તેમણે દીક્ષા લીધી.
કેટલાક દિવસો પછી રાજેમતીએ પણ પતિના પંથે પ્રયાણ કર્યું. રાજીમતી અનેક સાધ્વીઓના પરિવાર સાથે રૈવત્તકગિરિ પર પધારેલા અરિષ્ટનેમિ ભગવાનને વંદન કરવા જતા હતા. ત્યારે માર્ગમાં મુશળધાર વર્ષા થઈ. રાજીમતી સાધ્વીજીના વસ્ત્રો ભીંજાઈ ગયાં. સંયોગવશ રાજીમતી સાધ્વીજીએ જે ગુફામાં પ્રવેશ કર્યો તે ગુફામાં પહેલેથી જ અંધારું હોવાથી રાજીમતી સાધ્વીજીએ રથનેમિ મુનિને જોયા નહીં. રાજીમતી સાધ્વીજીએ એકાંત સ્થળ જાણી ભીંજાયેલા વસ્ત્રો ફેલાવી દીધાં. વીજળીના ચમકારામાં રથનેમિ મુનિએ સાધ્વીજીને નિર્વસ્ત્ર અવસ્થામાં જોયાં. તેમનું ચિત્ત ચલાયમાન થયું. તેમના મન પર કામવિકારે જબરો ભરડો લીધો. તેમનું મન ચક્રની જેમ ભમવા લાગ્યું. રતિ જેવી રમણીય રાજીમતી સાથે ભોગ ભોગવવા તૈયાર થયા. તે સમયે સંયમથી. પતિત થતા મુનિને રાજમતી સાધ્વીજીએ ઠપકો આપી સ્થિર કર્યા. “હે અપયશના અભિલાષી ! હે અસંયમના કામી ! તમને ધિક્કાર છે. તમે અત્યંત નિંદાપાત્ર છો. ત્યજેલા વિષયોને ચાહવું તેના કરતાં તો મરી જવું વધુ સારું છે. હે રથનેમિ! હું ભોગરાજની પૌત્રી, ઉગ્રસેન રાજાની પુત્રી છું. તમે અંધકવૃષ્ણિના પૌત્ર અને સમુદ્રવિજયજીના પુત્ર છો. આપણે બન્ને ઉત્તમ અને નિર્મળ કુળમાં ઉત્પન્ન થયાં છીએ. આપણે અગંધન કુળમાં ઉત્પન્ન થયેલા સર્પો જેવું થવું જોઈએ. જો તમે સ્ત્રીઓને જોશો, તેના પર વિકાર દષ્ટિ કરશો તો હડ (શેવાળ) નામની વનસ્પતિની જેવા અસ્થિર થઈ જશો. અર્થાત્ સંસાર પરિભ્રમણ કરતા ફરશો.”
રાજીમતી સાધ્વીજીના વૈરાગ્યપૂર્ણ વચનોથી પ્રતિબોધ પામી રથનેમિ મુનિ મહાવતથી હાથી અંકુશમાં આવેતેમ સંયમમાં સ્થિર થયો.
સત્યકી (સ્થાનાંગસૂત્ર, ભા-૫, સ્થા.-૯, સૂ-૩૪, પૃ.-૨૯૪,૨૯૫, ઘાસીમલજી મ.) ચેટક રાજાની સુજ્યેષ્ઠા નામની પુત્રી હતી. તે જૈન ધર્મમાં અડગ શ્રદ્ધા રાખનારી શુદ્ધ શ્રાવિકા હતી. એકવાર રાજમહેલમાં કોઈ તાપસી આવી. સુજ્યેષ્ઠાએ અન્ય ધર્મી જાણી તેને આદરમાન ન આપ્યું; તેમજ બોલાવી પણ નહીં. સુજ્યેષ્ઠા દ્વારા અપમાનિત થયેલી તાપસીએ તેની સાથે ધર્મ અંગે ચર્ચા કરી. સુજ્યેષ્ઠાએ તેના જડબાતોડ ઉત્તરો આપ્યા. તાપસી લજિત થઈ. તેણે બદલો લેવાનો વિચાર કર્યો. ‘આ કન્યા ઠેકાણે આપું જ્યાં ઘણી સ્ત્રીઓ હોય, જેથી તેનું સન્માન ન રહે.” તેણે રાજકુમારીનું ચિત્ર બનાવ્યું. ચિત્ર લઈ મહારાજા શ્રેણિક પાસે આવી. ચિત્ર જોતાં મહારાજા શ્રેણિકને આ સુંદરી પ્રત્યે રાગ ઉત્પન્ન થયો. રાજકુમારીના અદ્ભુત સૌંદર્યથી મહારાજા શ્રેણિકનું ચિત્ત ચોરાઈ ગયું. દિવસ અને રાત તે સુંદરના વિચારોએ કેડો ન મૂક્યો. મહારાજા શ્રેણિકના ચિત્તમાં તેને પ્રાપ્ત કરવાની પ્રબળ તાલાવેલી જાગી. દૂત દ્વારા સંદેશો પાઠવ્યો પરંતુ ચેડા રાજાએ દૂતને નકારી કાઢયો. મહારાજા શ્રેણિકનું વદન ગ્લાન બન્યું. પિતાના દુઃખનું કારણ બુદ્ધિનિધાન