________________
પછ0
મુનિએ કહ્યું, “અરે! આટલી કિંમતી વસ્તુને તેં ફેંકી દીધી ?' ઉપકોશાએ કહ્યું, “મેંતો લાખ રૂપિયાનું રત્નકંબલ ફેંકી દીધું પણ તમે તો દુર્લભ એવી રત્નત્રયી મળ, મૂત્રથી ભરેલા દેહ માટે ફેંકી દીધી. ધિક્કાર છે
તમને !
ઉપકોશાના માર્મિક વચનોથી સિંહગુફાવાસી મુનિ જાગૃત થયા. પોતાની ભૂલ સમજાણી. મુનિ ગુરુ પાસે આવ્યા. પોતાના પાપની આલોચના કરી ચારિત્રવંત બની સદ્ગતિ પામ્યા.
નંદીષણ કુમાર (ઉપદેશમાલા - ભાષાંતર, પૃ. ૩૩૯) મુખપ્રિય નામના બ્રાહ્મણે લાખ બ્રહ્મણોને ભોજન કરાવવાનો સંકલ્પ કર્યો હતો. પોતાના આ કાર્ય માટે તેણે ભીમ નામના દાસને રાખ્યો. બ્રાહ્મણોને ભોજન સંપન્ન થયા પછી ભીમ વધેલું અન્ન સાધુ-સાધ્વીઓને વહોરાવતો. સુકૃત્યના પ્રભાવે ભીમનો જન્મ શ્રેણિક રાજાના પુત્ર નંદીષેણ તરીકે થયો. અનુક્રમે યુવાવસ્થા
પામ્યો.
મુખપ્રિય બ્રાહ્મણ ઘણાં ભવો ફરી હાથિણીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. તાપસોએ તેનું નામ “સેચનક' પાડયું. તે મહાબળવાન હતો. પોતાને મારી કોઈ યૂથપતિ ન બને તે ઈરાદાથી તેણે ગુપ્ત સ્થાનો ભાંગી નાખ્યા.
ના આવાસો નષ્ટ થયા. તેમણે મહારાજા શ્રેણિકને ફરિયાદ કરી. તોફાને ચડેલો સેચનક નંદીષણના વચનોથી જાતિસ્મરણ જ્ઞાન થતાં શાંત થઈ ગયો. નંદીષેણ કુમારે તેને રાજદ્વારે બાંધ્યો.
ભગવાન મહાવીર સ્વામી રાજગૃહી નગરીમાં પધાર્યા. ભગવાનના મુખેથી નંદીષેણ કુમારે પોતાનો પૂર્વભવ સાંભળ્યો. સેચનકને પોતાના પ્રત્યે સ્નેહ કેમ ઉત્પન્ન થયો તે જાણ્યું. અન્નદાનથી જો આટલું પુણ્ય બંધાય તો દીક્ષાનું કેટલું મોટું ફળ હોય! નંદીષેણ દીક્ષા લેવા તૈયાર થયા. આકાશવાણી થઈ. “નિકાચિત ભોગાવલી કર્મ ભોગવ્યા પછી દીક્ષા લેજો.” શાસન દેવતાનું વચન અપ્રમાણ કરી ભવિતવ્યતાને વશ થઈ નંદીષણકુમારે દીક્ષા લીધી. ઘણાં વર્ષ દીક્ષા પાળી. ઘણી લબ્ધિઓ પ્રાપ્ત થઈ. સાથે સાથે કામનો પણ ઉદય વધતો ગયો. કામદેવના ભયથી કંઠ પાશ આદિકરવા તૈયાર થયા પરંતુશાસનદેવીએ નિષ્ફળ કર્યા.
નંદીષણ મુનિ છઠ્ઠના પારણે ગોચરી લેવા નીકળ્યા. અજાણતાં વેશ્યાને ઘેર જઈ ધર્મલાભ આપ્યો. વેશ્યાએ કહ્યું, “તમે ધનરહિત છો અમને તો અર્થલાભની જરૂર છે.” કોશાના વચનોથી નંદીષેણ મુનિ ઘવાયા. પોતાની તપલબ્ધિદ્વારા ઘરનું એક તણખેંચી સાડા બાર ક્રોડ સોનૈયાની દ્રષ્ટિ કરી. મુનિ પાછા ફર્યા. કોશાએ આગળ આવી મુનિના વસ્ત્રનો છેડો પકડી લીધો. કોશાએ ઘણી આજીજી કરી. ભોગાવલી કર્મનો ઉદય સમજી નંદીષેણ મુનિ કોશાને ત્યાં રહ્યા. વેશ્યા સાથે ભોગ ભોગવવા લાગ્યા. રજોહરણ, શ્રમણવેશ ખીંટીએ મૂકાયો. પ્રતિદિન ૧૦ પુરુષોને પ્રતિબોધિ ભગવાન મહાવીર પાસેદીક્ષિત થવા મોકલતા.
આ નિત્યક્રમ બન્યો. બાર વર્ષ પસાર થઈ ગયા. બારમા વર્ષના છેડે એક દિવસ નવ પ્રરુષો પ્રતિબોધ પામ્યા. દશમો સોની મળ્યો. તે પ્રતિબોધ ન પામ્યો. તેણે કહ્યું, “જેમ તમે મને ઉપદેશ આપો છે, તેમ તમે કેમ આદરતા નથી ?' ભોજનવેળા થવાથી કોશા બોલાવવા આવી. દશમાં વ્યક્તિને પ્રતિબોધ પમાડયા વિના ભોજન ન કરવાની પ્રતિજ્ઞા હતી. કોશા પણ ભૂખી જ હતી. બે, ત્રણ વાર બોલાવવા છતાં જ્યારે નંદીષેણ ના આવ્યા ત્યારે કોશાએ સ્વયં આવીને કહ્યું, “જો દશમો વ્યક્તિ બોધ નપામતો હોય તો તેને સ્થાને તમે થાઓ.' ભોગાવલી ફર્મનો ક્ષય જાણી ચતુર નંદીષેણ તરત જ ઉભા થયા. ઓઘો લીધો, મુનિવેશધારણ કર્યો. ભગવાના મહાવીરસ્વામી પાસે આવી પુનઃ પ્રવજ્યા અંગીકાર કરી સદ્ગતિ મેળવી.
દસ પૂર્વધર અને દેશનાની અપૂર્વલબ્ધિવાળાનંદીષેણ મુનિપણ વિષયોમાં લપટાયા!