________________
૫૫૮
•.. ૨૪૧
ધતિંગબાજુએ મૂકો. યક્ષમંદિરમાં કોઈયક્ષ નથી પરંતુ એ તો પેલો કૃતપુણ્ય છે.”
ચારે પુત્રવધૂઓ માનવા તૈયાર ન હતી. ત્યારે તેમને રોકતાં સાસુએ કહ્યું, “આ કોઈ કાવતરું છે. યક્ષની વાત ખોટી છે. તમે ઘરે બેસીને મોજ કરો. (યક્ષપૂજન કરવાની કોઈ જરૂર નથી.) ત્યારે પુત્રવધૂઓએ કહ્યું, “સાસુજી! જો યક્ષપૂજન નહીં કરીએ તો યક્ષ કોપાયમાન થશે. તે આપણા પુત્રોને ખાઈ જશે. અને વળી, યક્ષપૂજન ન કરવાથી મહારાજા શ્રેણિક આપણને ઘણો દંડ કરશે.'
. ૨૪૨ રાજદંડના ભયથી સાસુએ રથ જોડાવ્યો. વહેલને ફરતો ચારેબાજુ પડદો કરાવ્યો જેથી કોઈ ઓળખે નહીં. તેમણે યક્ષને ભોગ ધરાવવા લાડુ અને લાપસી લીધાં તેમજ યક્ષનું પૂજન કરવા ચંદન, કેસર જેવાં સુગંધી દ્રવ્યો ઘસીને લીધાં.
ચારે પુત્રવધૂઓ ઘૂંઘટ તાણીને રથમાં બેઠી, જેથી કોઈની દષ્ટિ તેમના પર ન પડે. ચારે પુત્રવધૂઓ, ચાર પુત્રો(બાળકો) અને સાસુ એમ નવ જણા રથમાં બેઠા. જેવા યક્ષમંદિરમાં પહોંચ્યા તેવા જ બાળકો યક્ષની મૂર્તિ પાસે આવ્યા. તેઓ “પિતાજી' “પિતાજી' કહીને સંબોધવા લાગ્યા.
... ૨૪૪ એક છોકરો યક્ષની મૂર્તિના પગે વળગ્યો, તો બીજો મુખમાં કવલ મૂકી જમાડવાનો પ્રયત્ન કરવા લાગ્યો. એકે પૂછ્યું, “તમે શા માટે રીસાઈને ઘરેથી જતા રહ્યા ?'' એક મસ્તક ઉપર ચડયો તો બીજો રડીને પિતા પાસેથી સુખડી માંગવા લાગ્યો.
... ૨૪૫ સાસુના પેટમાં ધ્રાસકો પડયો. (તેના હૈયામાં ભયની ભૂતાવળ જાગી ઉઠી.) “આજે નક્કી ફાંદામાં પડશું. આ કોઈ દેવ નથી લાગતો પણ પેલો કૂતપૂણ્ય જ હોવો જોઈએ. એ જ હોય તો ઘરે જઈ ઈષ્ટદેવ સમક્ષ ચોખ્ખા ઘીનો દીવો કરીશ.'
... ૨૪૬ ચારે સ્ત્રીઓ સામસામે જોઈ ઈશારો કરવા લાગી કે, “આપણો ભરથાર અહીં ક્યાંથી ?' આશ્ચર્યચકિત થઈ ચારે સ્ત્રીઓ મોટું મલકાવા લાગી. તે સમયે છુપાઈને રહેલા કૃતપુયે ઈશારો કરી ચારે સ્ત્રીઓને મહામંત્રીને ઓળખાવી.
... ૨૪૮ કૃતપુણ્ય ખુશ થઈને કહ્યું, “મહામંત્રી અભયકુમાર! ઉઠો. હું તમને મારા ચાર પુત્રો દેખાડું.” મહામંત્રીએ કહ્યું, “જ્યારે ચારે પુત્રો રૂપી ધનતમને પાછું મળશે ત્યારે જ હું માનીશ કે પરિશોધ પૂર્ણ થઈ છે.'
... ૨૪૮ આવાં વેણ બોલતાં બોલતાં અભયકુમાર અને કૃતપુણ્ય જ્યારે બહાર આવ્યાં ત્યારે તેમને જોઈને સાસુક્ષોભ (ગભરાટ) પામી. ચારે વધૂઓએ પતિને જોઈશરમથી ઘૂંઘટતાણી પોતાનું મુખ ઢાંકી દીધું.... ૨૪૯
સાસુએ સંક્ષેપમાં યક્ષપૂજા કરી લીધી. ત્યાર પછી પૌત્રોને તેડીને તેડીને ફરવા લાગી. પૌત્રો વારંવાર યક્ષની મૂર્તિ તરફ દોડતા હતા. ડોસી વારંવાર તેમને રોકવાનો પ્રયત્ન કરતી હતી. છોકરાઓ કોઈ રીતે વાર્યાન વર્યા ત્યારે મહામંત્રી અભયકુમારે વળતાં કહ્યું.
... ૨૫૦ “અરે બાળકો ! આ યક્ષને વારંવાર વળગીને ખેંચાખેંચી કેમ કરો છો? આ તમારા પિતાજીને બોલાવું છું તેમને જ બાથે વળગો.” જેવા પિતાને જોયા તેવા જ ચારે પુત્રો (પિતાના દર્શન થતાં ગાંડાધેલા બન્યા.) કૃતપુણ્યને ભેટી પડયા.
.. ૨૫૧ ઘણા દિવસે પિતાને જોયા તેથી એક પુત્ર પિતાના કપડા ખેંચવા લાગ્યો, બીજો પગ ઝાલીને બેસી ગયો, ત્રીજો હાથ પકડી વળગી પડયો. ચોથાએ ખોળામાં બેસી ફરીયાદ કરતાં કહ્યું. “તમે માતા સાથે ઝઘડો