________________
૫૫o
•••૨૩૫
કૃતપુણ્ય કહ્યું, “હે મહામંત્રી ! તમારી બુદ્ધિ તો જ અદ્વિતીય કહેવાય જો તમે મારા ચાર પુત્રો અને સ્ત્રીઓ સાથે મેળાપ કરાવી આપો.
... ૨૩૧ હે બુદ્ધિનિધાન! તમારી બુદ્ધિ (ચાતુર્ય)ના શું વખાણ કરું? તમે નિર્જળ કૂવામાં પડેલી મુદ્રિકા કાઢીને આંગળીમાં પહેરી લીધી. તમે અનાર્ય કુળમાં ઉત્પન્ન થયેલા આદ્રકુમારને ભાઈબંધ બનાવી ધર્મ પમાડ્યો. તમે ચંદ્રપ્રદ્યોતન રાજાને પકડીને લજ્જિત કર્યો. ચલણારાણીનો દિવ્યહાર ચોરાઈ ગયો હતો તે શોધી મહારાજા શ્રેણિકના હાથમાં આપ્યો.
... ૨૩૨ માતા ધારિણીનો અકાળે પંચવર્ણી મેઘનો દોહદ તમે પૂર્ણ કર્યો. તમે ઉધાનમાંથી આમ્રફળની ચોરી કરનારા મેતારજને પકડયો. તમે ઉત્તેજિત થયેલા સેચનક હસ્તીને મહાત કરી ઉપશાંત કર્યો. તમે રૌહિણેય ચોરને સમજાવી સિદ્ધિનો માર્ગપમાડ્યો.
... ૨૩૩ તમે જલકાંત-મણિના ચોરનારને પકડ્યો. તમે કોઈથી છેતરાવ એવા નથી. તમારી બુદ્ધિ અત્યંત નિર્મળ છે. તમારી બુદ્ધિના બળે તમે મારા પુત્રો અને પત્નીઓ સાથે મેળાપ કરાવી આપો.”
... ૨૩૪ મહામંત્રી અભયકુમારે કહ્યું, “હું જરૂર આપના પ્રેમ પાત્રોનું મિલન થાય તેવી યૂહરચના કરીશ. મને તેના માટે એક માસની અવધિ આપો.” (અભયકુમાર અને કૃતપુણ્ય છૂટા પડયા.) અભયકુમારે નગરમાં તરત જ વાત વહેતી મૂકી કે, “શેઠ કૃતપુણ્ય પરલોકગામી થયા છે.”
ઢાળ : ૧૩ શેઠ કૃતપુણ્ય મૃત્યુ પામી યક્ષ બન્યા છે. આ યક્ષ માનવભક્ષી છે.” (આ વાત કાનોકાન થતી નગરમાં પ્રસરી ગઈ.) અભયકુમારે કૃતપુણ્યના આબેહૂબ રૂપ જેવી જ એક મૂર્તિ બનાવડાવી. યક્ષમંદિરમાં આ મૂર્તિરાખવામાં આવી. ત્યાર પછી નગરમાં ઢંઢેરો પીટાવ્યો
...૨૩૬ “હે નગરજનો! (કાન ખુલ્લા કરી સાંભળો) યક્ષની સમક્ષ પાંચ મોદક અને પાંચ ધાનની લાપશી ભોગ ધરાવી યક્ષપૂજન કરવું. આ રાજ આજ્ઞાનો અમલ અવશ્ય કરવો પડશે. જે કોઈ નહીં આવે તેના ઉપર રાજા રોષે ભરાશે તેમજ કૃતપુણ્ય યક્ષ તેને મારીને ખાઈ જશે.
... ૨૩૦ યક્ષમૂર્તિના દર્શન કરવા લોકોનાં ટોળાં ઉમટયાં. પ્રતિદિન યક્ષપૂજન અને મહિમા વધતો ગયો. (લોકોની અવરજવર દિવસભર ચાલુ જ રહેતી) અપાર સ્ત્રી વૃંદ યક્ષપૂજન માટે આવ્યું. અભયકુમાર આ દશ્ય છૂપી રીતે જોઈ રહ્યાં હતાં.
... ૨૩૮ લોકભીડથી યક્ષમંદિર ગુંજતું હતું. નગરજનો યક્ષપૂજન કરી પોતપોતાના નિવાસસ્થાને જતાં રહ્યાં પરંતુ કૃતપુણ્ય જેની રાહ જોઈ રહ્યો હતો તે ચાર સ્ત્રીઓ તેની નજરે ન ચડી. ત્યારે તેણે મહામંત્રી અભયકુમારને કહ્યું, “બુદ્ધિનિધાન ! તમે બધાંના કાર્યો કર્યા પરંતુ મારા પરિવારની સાથે મારો મિલાપ ના કરાવી શક્યા!
.. ૨૩૯ હવે તો અવધિમાંથી માત્ર બે જ દિવસ બાકી રહ્યાં છે. તમે વિશાળ જનસંખ્યામાંથી મારા પરિવારને કઈ રીતે શોધી કાઢશો?” અભયકુમારે નગરમાં શીધ્ર ઉદ્ઘોષણા કરાવી કે, “જે પ્રજાજનો યક્ષપૂજન માટે નહીં આવે તેને રાજદ્રોહના કારણે દંડ થશે.”
... ૨૪૦ આ ઉદ્ઘોષણા સાંભળી ચારે પુત્રવધૂઓ ભયભીત બની. તેમણે સાસુને બોલાવી કહ્યું, “સાસુજી! ચાલો રાજ આજ્ઞા અનુસાર આપણે યક્ષપૂજન કરી યક્ષને જુહાર કરી આવીએ.”સાસુએ કહ્યું, “યક્ષપૂજનનું