________________
૫૨૬
રાખીને બાલાવબોધની રચના થઈ છે. સૂત્રકૃતાંગ, ચઉશરણપયન્ના, ઉત્તરાધ્યયન સૂત્ર, જ્ઞાતા સૂત્ર, પડાવશ્યક સૂત્ર, પ્રશ્નવ્યાકરણ સૂત્ર, નંદી સૂત્ર, દશવૈકાલિક સૂત્ર, કલ્પસૂત્ર ઉપરાંત નવતત્ત્વ, સંગ્રહણી, વિવેકવિલાસ, ચાતુર્માસિક વ્યાખ્યાન, ક્ષેત્રસમાસ, ભક્તામરસ્તોત્ર, કલ્યાણમંદિર, અજિતશાંતિ, શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર, નવકારમંડલ, સંવિધસત્તરી, કર્મગ્રંથદંડક, ઉપદેધમાલા, શીલોપદેશમાલા વગેરે બાલાવબોધ છે. આ સૂચિ અપ્રગટ અમદાવાદ, ખંભાત, પાટણ, લીંબડી, વડોદરા જેવા જ્ઞાન ભંડારોમાં સુરક્ષિત છે. ગદ્ય સાહિત્યના અભ્યાસની સાથે શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કરવા માટે આધારભૂત સાધન છે. સાધુ કવિઓએ સ્વાધ્યારૂપે કે બાળજીવોને જ્ઞાર્જન કરાવવા માટે આ પ્રકારનું સર્જન કર્યું છે.
ધાર્મિક કૃતિઓ તેના પારિભાષિક શબ્દોને કારણે સમજવી કઠિન છે. વળી, દરેક વ્યક્તિનો ક્ષયોપશમ એક સરખો હોતો નથી એટલે આવી કૃતિઓને સમજવા વધુ મહેનત - પુરુષાર્થ કરવો પડે છે. મધ્યકાલીન મુનિ ભગવંતોએ જૈન શ્રુતજ્ઞાનના વારસાને સહેલાઈથી સમજવા માટે “ટબો' અને બાલવબોધ જેવી રચનાઓ કરી છે, દષ્ટાંતરૂપે સંક્ષિપ્ત માહિતી નીચે પ્રમાણે કરવામાં આવી છે.
શ્રી ભ્રાતૃચંદ્રસૂરીશ્વરજી જ્ઞાન ભંડાર - માંડલ (પાર્જચંદ્રગચ્છ) “જીવવિચાર ટબો'; પો. ૨૬/૧, પ્રત - ૨૪૪, પત્ર સંખ્યા-૬; ગાથા - ૧ થી ૩; લે. અજ્ઞાત.
કર્તાએ પ્રથમ જીવવિચારની ગાથા લખી છે ત્યાપછી કઠીન શબ્દનો અર્થ લખ્યો છે. અર્થની સાથે જ્યાં આવશ્યક હોય ત્યાં વિશેષ ખુલાસો કરી માહિતી પણ આપી છે. દા.ત. ભુવન = સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ; થાવર જીવ=પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વન્સપતિના જીવ ઈત્યાદિ.
શ્રી કૈલાસસાગર જ્ઞાનભંડાર કોબા (અમદાવાદ)થી પ્રાપ્ત “નવતત્ત્વનો બાલાવબોધ' પ્રત નં. ૫૪૦૪ર, પત્ર સંખ્યા ૧૩, ગાથા ૧ થી ૫૨.
પ્રસ્તુત કૃતિમાં કવિશ્રી જ્ઞાનવિમલસૂરિજીએ નવતત્ત્વની મૂળ ગાથા પ્રાકૃતમાં લખી પ્રત્યેક શબ્દનો અર્થ સરળ ભાષામાં આલેખ્યો છે. કર્મની પ્રકૃતિઓ ઈત્યાદિનો યંત્ર (કોઠો) બનાવી સરળતાથી સમજી શકાય તે રીતે કૃતિની રચના કરી છે. વળી, જ્યાં જ્યાં વિશેષ સમજણની આવશ્યકતા હોય ત્યાં ત્યાં ગ્રંથોનાં નામ ટાંક્યાં છે, જેથી જિજ્ઞાસુ પાઠકો તે ગ્રંથોની સહાયતાથી વધુ સ્પષ્ટ રીતે સમજી જ્ઞાનવૃદ્ધિ કરી શકે.
૩. સક્ઝાયનું સ્વરૂપ
(જૈન સાહિત્યના કાવ્ય સ્વરૂપો - લે. ડૉ. કવિન શાહ) મધ્યકાલીન જૈન સાહિત્યમાં સક્ઝાય સ્વરૂપની દષ્ટિએ આગવું સ્થાન ધરાવે છે. સંસ્કૃતના સ્વાધ્યાય' શબ્દમાંથી પ્રાકૃતમાં ‘સક્ઝાય'પ્રચલિત થયો છે.
જૈન સાહિત્યમાં સક્ઝાયનું સ્વરૂપ અત્યંત સમૃદ્ધ છે. તેને જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યના પદો સાથે સરખાવી શકાય. સઝાયનો પ્રધાન સૂર ત્યાગ - વૈરાગ્યની ભાવનાને પોષણ આપવાનું છે. “સ્વ” એટલે આત્મા. આત્માને પામવાના ઉપકારક વિચારોને વ્યક્ત કરતી રચના તે સઝાય છે. તેમાં ભલે શૃંગાર, કરૂણકે શાંત રસનું નિરૂપણ હોય છતાં વૈરાગ્યની ભાવના કેન્દ્ર સ્થાને છે. સઝાય આત્મ જાગૃતિની ક્ષણે ક્ષણે ચેતવણી આપે છે.
વિષયવસ્તુની દષ્ટિએ તેમાં વિવિધતા જોવા મળે છે. જેમ કે સંસારની અસારતા, ક્ષણભંગુરતા,