________________
૫૨૫
૨. બાલાવબોધ
જૈન સાહિત્યની મૂળભૂત કૃતિઓ પ્રાકૃત ભાષામાં રચાયેલી છે. ત્યાર પછી મૂળભૂત ગ્રંથોની ટીકા સંસ્કૃત ભાષામાં પ્રાપ્ત થાય છે. આ કૃતિઓ માત્ર વિદ્વાન વર્ગને જ આસ્વાદ યોગ્ય બને છે. આવી કૃતિઓનું વિવેચન અને અનુવાદની જૈન સાધુઓની પ્રવૃત્તિથી જૈન જૈનેત્તર વર્ગમાં ધાર્મિક જ્ઞાન પ્રાપ્તિ માટેનો એક નૂતન માર્ગ અસ્તિત્વમાં આવ્યો છે. બાલાવબોધ આ પ્રકારની રચનાઓનું ઉદાહરણ છે.
બાલ + અવબોધની સંધિ કરતાં ‘બાલવબોધ’ શબ્દ રચાયો છે. બાલ એટલે બાળક નહીં પરંતુ જ્ઞાનના અર્થમાં જે બાળક સમાન છે. અન્ય રીતે વિચારીએ તો બાળકને જ્ઞાન ન હોય તેવી રીતે ધર્મગ્રંથોમાં જે અગાધ વારસો છે તેનું જ્ઞાન નથી એવી વ્યક્તિ બાલ-બાળક છે.
આવા બાલ જીવોના અવબોધ માટે રચાયેલી કૃતિ બાલવબોધ કહેવાય છે. ગદ્ય સાહિત્યની પ્રાચીન રચના તરીકે જૈન સાહિત્યના બાલાવબોધનું પ્રદાન ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે. જૈન સાહિત્યમાં બાલાબોધ શબ્દ પ્રચલિત છે. ડૉ. ભોગીલાલ સાંડેસરા બાલાબોધ વિશે જણાવે છે કે
બાલાવબોધ જૈન સાહિત્યનો શબ્દ છે તેમ છતાં અર્થ વિસ્તારથી વિચારીએ તો ભાગવત્, ભાગવદ્ ગીતા, ગીત ગોવિંદ, ચાણક્યનીતિ શાસ્ત્ર, યોગવસિષ્ઠ, સિંહાસન બત્રીસી, પંચાખ્યાન, ગણિતસાર આદિ જે બીજી અનુવાદરૂપ રચનાઓ મળે છે તે માટે પણ સાહિત્યના ઈતિહાસમાં ‘બાલાવબોધ’ શબ્દ પ્રયોજી શકાય. આ બધા ગધાનુવાદોનો ઉદ્દેશ એક જ છે. બાલાવબોધમાં મૂળનો અનેક ગણો વિસ્તાર કરેલો હોય છે. બાલાવબોધનો ઉત્તરકાલીન પ્રકાર‘સ્તબક' અથવા‘ટબો’ રૂપે ઓળખાય છે.
બાલાવબોધ એક શિષ્ટ રચનાનો પ્રકાર છે. બાલાવબોધની રચનાઓ અનુવાદકલા, ભાષા વિકાસની સાથે ગદ્ય સાહિત્યના દૃષ્ટાંતરૂપે ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે.
બાલાવબોધના પ્રાચીન ઉદાહરણ તરીકે બે દૃષ્ટાંત નોંધવામાં આવ્યા છે.
૧.
ઈ.સ. ૧૩૦૨માં લખાયેલું‘સર્વતીર્થ નમસ્કાર સ્તવન’ અને ‘નવકાર વ્યાખ્યાન’ ગધ રચનાના નમૂનારૂપે નીચે પ્રમાણે છે.
‘માહરઉ નમસ્કાર અરિહંત હઉ, કિસા જિ અરિહંત રાગ દ્વેષ રૂપિયા અરિ વયરિ જેહિ હણિયા અથવા ચતુષ્ટિ ઈનદ્રસંબંધિની પૂજા મહિમા કેવલજ્ઞાન, ચઉત્રીસ અતિશયિ સમન્વિત; અષ્ટમહાપ્રાતિકાર્ય શોભાયમાન મહાવિદેહિ ખેત્રિ વિરહમાન તીહ; અરિહંત ભવગંત માહરઉ નમસ્કાર હઉ' ||૧||
૨. ઈ.સ. ૧૨૭૪ આશાપલ્લીમાં લખાયેલા ‘આરાધના' ગધ રચનાનું પ્રાચીન ઉદાહરણ નીચે પ્રમાણે છે. “સમ્યક્ત્વ પ્રતિપતિ કરહુ, અરિહંત દેવતા સુસાધુ ગુરુ જિનપ્રણીત્ ધમ્મુ સમ્યક્ત્વ દંડકુ ચ્ચિરઠુ, સાગર પ્રત્યાખ્યાનું ઉરહ, ચઉઠુ સરણિ પઈસરહુ, પરમેશ્વર અરહંતસરણિ સકલ કર્મ નિર્મક્ત સિદ્ધસરણિ સકલ પાપ પલટ કવલન કાલાકલિતુ કેવલિપ્રણીતુ ધમ્મેસરણિ સિદ્ધ સંઘ ગણ કેવલિ શ્રુત આચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુવ્રતિણી શ્રાવક શ્રાવિકા ઇહ જ કાઈ આશાતના કી હુંતી તાહ મિચ્છામિ દુક્કડં’'
બાલવબોધ ઘણી મોટી સંખ્યામાં પ્રાપ્ત થાય છે. આગમ ગ્રંથો અને અન્ય શાસ્ત્રીય ગ્રંથોને કેન્દ્રમાં
૧. પ્રાચીન ગુર્જર કાવ્ય સંગ્રહ, પૃ. ૮૮ ૨. પ્રાચીન ગુર્જર કાવ્ય સંગ્રહ, પૃ. ૮૬.