________________
અજ્ઞાત કથાકાર : ભગવાનના મુખેથી જાણ્યું કે, ‘પૂર્વભવમાં કોઈ માસખમણનાં તપસ્વી મુનિને શુભભાવે ખીરનું દાન આપતાં વર્તમાનકાળમાં ઘણું સુખ પામ્યો છું.’ આવું જાણી કયવન્નો સંયમ લેવા તૈયાર થયો. છ પુત્રો (ગણિકાપુત્રી સિવાયની છ પત્નીઓના છ પુત્ર)ને ઘરનો વહીવટ સોંપી, સ્ત્રીઓની રજા લઈ ભગવાન પાસે સંયમ ગ્રહણ કર્યો. ઉત્કૃષ્ટ કોટિનું તપ કરી એકવતારી બન્યાં.
સંયમના ઘટકાંશમાં ભગવાન મુક્તિદર્શક બન્યા છે. તેમના દ્વારા અણગાર ધર્મ ઉજાગર થયો છે. તે સમયના સાધુતાની સુવાસનો પમરાટ અને અણગારોનું જીવન જોવા મળે છે. જેમાં શાંતરસ કે વીરરસનું પ્રયોજન થયું છે. કથાના અંતે નાયક કે નાયિકા ૮૪ના ફેરામાંથી મુક્તિ મેળવવા, સર્વ સાંસારિક સંબંધોનો વિસર્જન કરી પરમપદની પ્રાપ્તિ માટે પ્રવ્રજ્યા સ્વીકારે છે.
કવિશ્રી જયરંગમુનિનું તપોનિષ્ઠ કૃતપુણ્ય મુનિનું તપનું વર્ણન અસરકારક બન્યું છે. અહીં તે સમયના અણગારની વીરતા અને ધાર્મિકતા ઉજાગર થઈ છે.
૫૨૦
•
સંલેખના (સંથારો) :
અજ્ઞાત કથાકારના મતે કયવન્ના મુનિએ એકમાસની સંલેખના કરી. આગમ પૃષ્ઠો પર આવા અગણિત દાખલાઓ જોવા મળે છે. પ્રત્યેક તીર્થંકરોએ આયુષ્યના અંતે સંલેખના (સંથારો) કરી છે. શાલીભદ્ર મુનિ અને ધન્યમુનિએ વૈભારગિતિ પર્વત પર જઈ અનશન આદર્યાં. અરણિક મુનિએ સંયમ પાલનની કઠિનતા જાણી ધગધગતી શિલા પર અનશન ગ્રહણ કર્યું.
સંલેખનાનો ઘટકાંશ શરીરની કૃશતા, આયુષ્યની અલ્પતા અને મૃત્યુને મહોત્સવ બનાવવા માટે
ઉદ્ભવ્યો છે.
•
ભગવાન મહાવીરના મુખેથી કૃતપુણ્યનો પૂર્વભવઃ
ભગવાન મહાવીરના પુનિત પગલાં પડયાં. આત્મોદ્ધારકનો મારગ ગોતવાની ગોઠડી મંડાણી. પ્રભુ અધ્યાત્મિક ખેતરમાં ચાસ પાડી ધર્મના બીજ રોપી રહ્યાં હતાં. આત્માનુભૂતિ કરાવી શાશ્ર્વતસુખની ઈચ્છા પૂર્ણ કરવાનો યજ્ઞ માંડયો. પર્ષદા ભગવાનની વાણી એકચિત્તે સાંભળી રહી હતી. દુર્લભ મનુષ્ય જીવનનું અમોઘ શસ્ત્ર ચિત્તવૈધક વાણીમાં પ્રભુએ એવું છોડયું કે, તેમના બોલ પર કયવન્ના કુમારના લલાટે ધર્મની ધજા ફરકાવવાના લેખ લખાણાં.
ભગવાન મહાવીર કેવળજ્ઞાની હતાં. તેમણે પોતાના જ્ઞાન દ્વારા કૃતપુણ્યના પૂર્વભવને ઉજાગર કર્યો, એવું સર્વ કવિઓ એકમતે સ્વીકારે છે.
પૂર્વભવ જાણવાની જીજ્ઞાસા સંબંધી કેટલાક કવિઓ જુદાં પડે છે. જેમકે, કવિશ્રી ફતેહચંદ અનુસાર ‘પૂછેં શ્રેણિક રાજવી રે, પૂર્વભવ વિરતાંત' (ઢા.૪, ક.૨૨) અને કવિશ્રી વિજયશેખર અનુસાર ‘ધર્મકથા કહિતાં વચઈ રે વીરજી, પ્રશ્ન કરે મંત્રીસર રે; કહો ભગવાનજી! વાતડી રે વીરજી, કયવન્નાની જગીસ રે. પૂરવ જનમ કરિ ઉ કિસઉ રે વીરજી, જિણિ લહ્યાં ખીણા ભોગ રે ? અનુપમ રિધિ હારી વલી રે વીરજી, પામિએ વિરહ વિયોગ રે?’’(૩૩૪-૩૩૫)
કવિશ્રી ફતેહરચંદજીએ શ્રી સોમપ્રભાચાર્ય કૃત ‘કૃતપુણ્ય કથા’ (કુમારપાળ પ્રતિબોધ ગ્રંથ)નો આધાર લીધો છે.