________________
૪૯૫
સોનાની વેલ, કાનનાં કુંડલો, પગનાં નેપુર, હાથનાં કંગણ, સોનાની રત્નજડીત વીંટી, સોના-રૂપાનાં થાળ આપી ઘર ભરી દીધું છે. મારી બાળપણથી એની સાથે પ્રીતિ છે. એ મને જીવથી વધુ વહાલો છે. તેના વિનાની એક ઘડીની કલ્પના ન થાય. આ ભવે એ જ મારો લંત છે. તે જ્ઞાની, દાની, દયાળુ અને ગુણનો ભંડાર છે.” માબેટી વચ્ચે આ બાબતે ચડભડ છ માસ સુધી ચાલ્યો. અક્કાપુત્રીએ મચક ન આપી.
એકવાર મદનમંજરી ક્રીડા કરવા બહાર ગઈ ત્યારે મોકો જોઈને અક્કા કૃતપુણ્યના આવાસે ગઈ. તે સમયે કૃતપુણ્ય આડો પડયો હતો. અક્કાએ તેને ઉઠાડતાં કહ્યું, “ઉઠો શેઠ! ચંદરવા ફરીથી બાંધવા છે, નવો ઢોલિયો ઢાળવો છે તેથી બીજી મંજિલે જાઓ.” ત્યાર પછી અક્કાએ દાસીને કહ્યું કે, “તેને ગમે તેમ કરીને અહીંથી કાઢ. હું તમે ભારે ઈનામ આપીશ.' દાસીએ ચંદ્રહાસ મદિરાનું પાન કરાવી હડધૂત કરતાં કૃતપુણ્યને કહ્યું, “મૂર્ણ! અહીંથી પરે થા.” એમ કહી ઘરના દરવાજા બંધ કર્યા. ભોળો કૃતપુણ્ય ઓટલા ઉપર બેઠો હતો.
ત્યાં દાસીએ જાણી જોઈને તેના પર ધૂળ ખંખેરી ત્યારે કૃતપુણ્યને સમજાયું કે હવે અહીં રહેવું ઠીક નથી. કવિશ્રી મલયચંદ્રજી: “મૂઢ! રજ લાગવાથી ભયભીત બને છે તો, તું અહીં શા માટે બેઠો છે?'' કૃતપુણ્ય શાનમાં સમજી ગયો કે, “વેશ્યાએ મને બરતરફ કરવા આ પ્રપંચ રચ્યો છે.” (૨૫-૨૬) કવિશ્રી ફતેહચંદજી : અક્કાએ આકરા વેણ બોલી, કૃતપુણ્યને બહાર કાઢયો. (૧૧) કવિશ્રી ગંગારામજી ઢા., ક.૧-૧૯માં કવિશ્રી જયરંગમુનિજી જેવા જ ભાવો વ્યક્ત કરે છે. કવિશ્રી ધર્મધૂરંધરજી “કનકવશે વશ રહે વેશ્યા, નિર્ધન જાણી દુર કર્યો.” (૩) અજ્ઞાત કવિશ્રી (સક્ઝાય) અક્કાએ પુત્રીને ઠપકો આપતાં કહ્યું, “તું અકુલીન થઈ ગઈ છે. તું વેશ્યાચાર ભૂલી ગઈછે.” (૬) અજ્ઞાત લેખક (બાલા.) “એને હવે કાઢો, બીજા ધનવાન પુરુષને લાવો.” વેશ્યાપુત્રીએ કહ્યું, “એવા પુરુષને છેહ દેવો યોગ્ય નથી.” અક્કાએ કહ્યું, “એનો ખપ નથી.” ઘર વાળવાના બહાને કૃતપુણ્યને ઘરની બહાર કાઢી દાસીએ કમાડ બંધ કર્યા.
અક્કા અને ગણિકાપુત્રીનો સંવાદ પ્રત્યેક કવિઓએ ઓછાવત્તા અંશે આલેખ્યો છે. જેમાં ગણિકાચાર' કુનેહપૂર્વક પ્રગટ થયો છે. બન્ને પક્ષે સંયમિત મિજાજથી વામ્બાણો છૂટે છે છતાં ગણિકાપુત્રી નીતિધર્મના કારણે એક આંગળી ઊંચી રહે છે. તે ઠંડા કલેજે માતાને ખંતપૂર્વક ભાવપલટો કરાવવા. પ્રયત્નશીલ રહે છે પરંતુ સાવજ એવી અક્કા સામ, દામ, ભેદ અજમાવી નાયકને વેશ્યાવાસમાંથી ખસેડે છે.
ઘર વાળવાના બહાના હેઠળ મોજીલા નાયકને વેશ્યાવાસમાંથી દૂર કરાયો તેવું કવિશ્રી વિજયશેખર અને કવિશ્રી દીપ્તિવિજયજી સિવાય સર્વ કવિઓ આલેખે છે. જ્યારે આ બન્ને કવિઓએ કથાપ્રવાહમાં “ચંદ્રહાસ મદિરાનો ઉલ્લેખ કર્યો છે. આવો ઘટકાંશ કવિશ્રી. 28ષભદાસકૃત “રોહિણેય રાસ' (પ્ર.૧૧૮, ૯. ડૉ. ભાનુબેન શાહ) અને “અભયકુમાર રાસ' (રાસરસાળ - ઢા.૦, ક.૧૦૧, પૃ.૩૦૨, લે. ડૉ. ભાનુબેન શાહ) માં જોવા મળે છે.
રોહણ શેઠ બનીને આવેલા રોહિણેય કુમારને પકડવા માટે મહામંત્રી અભયકુમારે તેમને આમંત્રણ આપી મહેલમાં બોલાવ્યાં. ત્યારપછી સ્વાદિષ્ટ, ખુબુદાર ભોજન જમાડી ઉગ્ર પ્રકારની “ચંદ્રહાસ મદિરા'નું