________________
૪૯
ભાવના થવી એ પ્રબળ પુણ્યની નિશાની છે તેથી ચરિત્રનાયકનું લક્ષણોપેત ગુણસંપન્ન નામ ‘કયવન્નો - કૃતપુણ્ય' પડયું, તે યોગ્ય જ છે. નામ પાછળની આવી ઉત્પ્રેક્ષાઓ આકર્ષક છે.
•
જન્મમહોત્સવઃ
ભગવાન ઋષભદેવથી જન્મ મહોત્સવ ઉજવવાની પ્રથા આજ પર્યંત પરંપરાગત છે. પ્રત્યેક રચનાકારે પ્રસ્તુત ચરિત્રનાયકના આ ઘટકાંશને ઓછાવત્તા અંશે સ્પર્શ કર્યો છે.
કવિશ્રી પદ્મસાગર : ‘જનમ મહોછવ કર્યા અનેક’(૧૦)
કવિશ્રી ૠષભદાસ : ‘જનમ હુઓ જેણિ વાર રે, ઉછવ તવ ઘણા, તોરણ હાથા બારણઈં એ (૫૫), નાટિકા હોઈ તાંમ રે, દાન દીઈ ઘણું, સજન પોખ કીધો સહી એ (૫૬)’
કવિશ્રી ગુણવિનયજી : ‘જનમ મહોત્ઝવ પિતા કરઈ હરખિત હૂંઅઉ એ’ (3)
કવિશ્રી લાલવિજયજી ઃ ‘સુભ દિવસી જનમિઉ, ઉત્કવ મહોત્ઝવ કિધ' (3)
:
કવિશ્રી વિજયશેખર : ‘મિલીય સોહાસણિ અતિ ઘણી, ધવલ મંગલ ગાયઇ ગીત રે; તોરણ બાંધ્યાં વલી બારણઇ, વાજિંત્ર વાજિ સુરીત રે (૭૯). કરીયા મહોછવ દશ દિનઇ, બારમિં દિનિ દીધુંનામ રે.(૮૦)’ કવિશ્રી જયરંગમુનિ ઃ કવિશ્રીએ કાવ્યમાં પ્રત્યેક પ્રસંગને ક્રમબદ્ધ રીતે આલેખ્યા છે. જેમ કે - ગર્ભવતી વસુમતી શેઠાણીનો ત્રીજે માસે ઉત્પન્ન થયેલો દોહદ, ગર્ભના પ્રભાવે વસુમતી શેઠાણી દ્વારા થતાં ધાર્મિક કાર્યો, ધામધૂમપૂર્વક ઉજવાયેલો અઘરણીનો પ્રસંગ, શુભ લગ્ન વેળાએ પુત્રનો જન્મ - જેમાં કવિની જ્યોતિષ વિદ્યાની પ્રખરતા છતી થઈ છે. ત્યાર પછી જન્મોત્સવનો પ્રસંગ વિશદતાથી વર્ણવ્યો છે. (ક.૩-૧૪)
કવિશ્રી ફતેહચંદ : ‘સુભ વેલાં સુત જનમ્યાં ઉછવ, નાંમ કયવન્નો દેવેં’ (ઢા.૧, ક.૩)
કવિશ્રી ગંગારામજી : કવિશ્રી સંપૂર્ણતયા જયરંગમુનિને અનુસર્યા હોવાથી પરિવર્તિત ઘટકાંશોનું અહીં પુનરાવર્તન કર્યું નથી.
આ સિવાય કવિશ્રી દેપાલજી, કવિશ્રી કલ્યાણરત્નજી, કવિશ્રી ગુણસાગરજી, કવિશ્રી દીપ્તિવિજયજી, કવિશ્રી મલયંદ્રજી,કવિશ્રી વિજયધર્મધુરંધરજી તથા અજ્ઞાત કવિશ્રી અને લેખક જન્મ મહોત્સવના કથાઘટકાંશ વિશે મૌન છે. કવિશ્રી વિજયશેખર અને કવિશ્રી ૠષભદાસે ટૂંકાણમાં તળપદી રીતે જન્મોત્સવની ખુશાલીનો પ્રસંગ વર્ણવ્યો છે. કવિશ્રી જયરંગમુનિ આ પ્રસંગને ખૂબ વિસ્તારથી વર્ણવે છે તેથી
સ્વાભાવિક જ તેમાં કોઈ નવો વિકાસ જોવા મળે છે.
સમાજ દર્શન : તે સમયે ખોળો ભરવાનો મહોત્સવ (અઘરણી) રંગેચંગે સમાજમાં ઉજવાતો હશે, એવું પ્રતીત થાય છે. આજે પણ અઘરણીનો પ્રસંગ હિંદુ સમાજમાં ખૂબ આડંબરપૂર્વક ઉજવાય છે.
અહીં નોંધ લેવા જેવી એક બાબત છે કે બાળકનું નામકરણ મા-બાપે જ કર્યું છે. ફઈબાએ બાળકનું નામ આપ્યું નથી તેથી સિદ્ધ થાય છે કે, પ્રાચીન કાળમાં સમાજમાં માવિત્રો જ પોતાના જ બાળકનું નામ આપતા હતા. વર્તમાન કાળે નામકરણ વિધિમાં ફઈબાનું ચલણ સંભવતઃ પાછળથી પ્રવેશ્યું હોવું જોઈએ. વળી, કવિશ્રી જયરંગમુનિએ બારમે દિવસે નામકરણની વિધિ થઈ એવું દર્શાવે છે.