________________
४७८
ગુણવર્મારાસ'માં ગુણવર્માને જિનદેવની મૂર્તિ જોતાં મૂછ આવે છે. મૂર્છા વળતાં પોતે પૂર્વભવમાં ધનવાહશેઠનો પુત્રધનદત્ત હતો તેવું યાદ આવે છે.
આ જ કૃતિમાં ધનવતીને શિયાળનો અવાજ સાંભળી પૂર્વભવની સ્મૃતિ થાય છે. પૂર્વભવમાં તે શિયાળવી હતી તેવું સ્મરણ થાય છે.
માધવાનલ'ની કથામાં કામકંદલા નર્તકીના સ્તન પર બેઠેલા ભ્રમરને માધવ ફૂલનો દડો મારી ઉડાડે છે તેથી કામકંડલાને પૂર્વભવનો પતિ માધવ હોવાની સ્મૃતિ થાય છે. કુશળલાભ કૃત “માધવાનલ કામકંદલા'માં નૃત્ય કરતી કામકંદલાની કંચૂકીમાં ભમરો ભરાતાં માધવને પૂર્વભવની સ્મૃતિ થાય છે કારણકે પૂર્વભવમાં જયંતી અપ્સરાએ તેને ભમરો બનાવી કંચૂકીમાં દબાવી રાખ્યો હતો.
“વેતાળપચ્ચીસી - ૨'ની ચોથી કથામાં બે સ્ત્રીઓનાં હાસ્યનું કારણ રાજા પૂછે છે. તે સ્ત્રીઓ કહે છે. કે, “તમે જે ગણિકા રાખી છે. તે તમારી આગલા જન્મની માતા છે. તમે એના નૃત્યને જોઈ રાજી થતા હતા તેથી અમને હસવું આવ્યું. આગળના બીજા ભવમાં અમે ત્રણે બહેનો હતી. નિત્ય શિવપૂજા કરતી હતી. તેમાંની એક કે પૂર્વભવમાં માતા હતી તેણે તે વેળા વ્યભિચાર કર્યો હોવાથી આ જન્મે ગણિકા બની છે. અહીં શિવકૃપાથી સ્ત્રીઓને પૂર્વભવનું જ્ઞાન પ્રાપ્ત હતું.
હંસાવલી' જૂથની કથાઓમાં ચિત્ર દ્વારા નાયિકાને પૂર્વભવનું જ્ઞાન થયું.
કવિશ્રી ગુણવિનયજી કૃત ‘કયવન્ના સંધિ'માં જિજ્ઞાસુ કૃતપુણ્યને પરમાત્માના મુખેથી પોતાના પૂર્વભવનો વૃત્તાંત સાંભળી જાતિસ્મરણ જ્ઞાન થયું. (ઢા.૧૧, ૧.૮)
આમ, મધ્યકાલીન કથાઓમાં જાતિસ્મરણનો ઘટકાંશ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ, એકાગ્રતા અને ઊંડાણપૂર્વકના ચિંતનથી ઉદ્ભવ્યો છે.
• કયવન્ના - કૃતપુણ્ય નામ કઈ રીતે પડયું તેના સંદર્ભમાં કેટલાક કવિઓ પોતાના જુદાં જુદાં મંતવ્યો રજુ કરે છે. કવિશ્રી પદ્મસાગરજી : “જિમ જિમ વાધઇ બાલક દેહ, તિમ તિમ વાધઇ અધિક સનેહ; લક્ષણ અછઇ સહી કૃતપુન્ન, નાંમ દિવરાવિહં તિણિ કઇવન્ન.” (૧૧) સ્નેહાળ સ્વભાવ અને સુંદર લક્ષણ જોઈ બાળકનું નામ “કયવન્નો' પડયું. કવિશ્રી ગુણવિનયજી ભદ્રા શેઠાણીને ગર્ભ રહેતાં નગરજનોએ કહ્યું કે, “તમારી કુક્ષિમાં કોઈ પુણ્યાત્માનું અવતરણ થયું છે. તેથી પ્રજાજનોની સાક્ષીમાં નવજાત શિશુનું નામ “કૃતપુણ્ય’ પાડવામાં આવ્યું. કવિશ્રી દીપ્તિવિજયજી માતાને પુણ્યશાળી ગર્ભના પ્રભાવે સુકૃત્ય કરણીની અભિલાષા જાગી તેથી બાળકનું નામ “કૃતપુણ્ય’ પાડયું. (ક.૪૦-૪૨) અજ્ઞાત લેખક માતાએ સ્વપ્નમાં કેવડાનું વૃક્ષ જોયું, તેથી પુત્રનું નામ “કયવન્નો' પાડયું.
કૃતપુણ્ય એ સંસ્કૃત નામ છે. કેવડાને પ્રાકૃતમાં “કેવઈય' કહેવાય છે. તેના પરથી અપભ્રંશમાં કયવન્નો' નામ થયું છે.
સુંદર, દેખાવડો, માસુમ ચહેરો, સ્નેહાળ સ્વભાવ, ગર્ભમાં આવતાં માતાને સુકૃત્ય કરવાની ઉચ્ચા