________________
ઉપરોક્ત કથનની પૂર્તિ માટે કૃતપુણ્યનું કથાનક કવિશ્રી આલેખે છે.
કવિશ્રી લાલવિજયજીએ દાનનો મહિમા વર્ણવ્યો નથી પરંતુ ‘લટકાલી મુગતિ તેણઈ પામી, તે તુ દાન પ્રભાવિ’ (૧૪); એવું કહી આડકતરી રીતે કાવ્યના અંતે દાનને જ પ્રાથમિકતા આપે છે.
૪૦૪
કવિશ્રી વિજયશેખરસૂરિજીએ પરંપરાગત દાનનો મહાત્મ્ય દર્શાવી વિક્રમ રાજા, ભોજ રાજા, શાલિભદ્ર જેવાં ઐતિહાસિક પુરુષોનાં નામ પુરાવા રૂપે ટાંકે છે.
કવિશ્રી જયરંગમુનિજીએ ‘કયવન્ના ચોપાઈ કહું, દાન ધરમ દીપાય' (૨) અંતમાં કવિશ્રી દાનધર્મની શ્રેષ્ઠતા ટાંકે છે કે, ‘નહીં કોઈ દાનને તોલે જી, દાન તણાં ફળ દીસે ચાવાં, દિન દિન અધિક દિસે વાજાંજી’(૧૬)
કવિશ્રી દીપ્તિવિજયજીએ દાનનો મહિમા ગાતાં (૫-૬) કહ્યું છે - દાનથી જ સુખ-સંપત્તિ, યશ અને રિદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત થાય છે. વળી, દાનથી જ શિવરમણીના સુખ મળે છે. આમ, ‘એક પંથ દો કાજ’ કહેવત ટાંકી ભૌતિક અને આધ્યાત્મિક સુખનું કારણ દાન છે, એવું દર્શાવે છે.
કવિશ્રી મલયચંદ્રજીએ અન્ય કવિઓની જેમ જ દાનનો મહિમા (૨) ગાયો છે.
કવિશ્રી સાધુ રતનસૂરિજીએ ‘મુક્તિ રમણી તે પામેં દક્ષ, દાંન પ્રભાતેં ઈસું પ્રત્યક્ષ’ (૧૦૬) કહી દાન ધર્મનોપ્રભાવ ઉજાગર કર્યો છે.
કવિશ્રી ફતેહચંદજીએ ‘દાંનતણા ફલ દાખીયા રે, કયવન્ને સોભાગ' (ઢા.૪, ક.૨૬) ટાંકી દાનને જ મુખ્યતા આપી છે.
•
કવિશ્રી ગંગારામજીએ (૩-૪) ગૌતમસ્વામીની લબ્ધિ, અભયકુમારની બુદ્ધિ, શાલિભદ્રની સંપત્તિ અને કયવન્નાનાં સૌભાગ્યનું સ્મરણ કર્યું છે. તેમણે દાન અંગે અન્ય કવિઓની જેમ કોઈ વિશેષ પંક્તિઓ ટાંકી નથી. પરંતુ કયવન્નાના સૌભાગ્યને ઉજાગર કરવા આ કથાનક ચૂંટયું છે. આ સૌભાગ્ય અંતે તો સુપાત્રદાનના પ્રભાવે જ પ્રાપ્ત થયું હોવાથી પરોક્ષ રીતે કવિશ્રી દાનધર્મને જ પ્રધાનતા આપે છે.
‘સૌભાગ્ય હોજો કૃતપુણ્ય તણું' એવું આલેખી કવિશ્રી વિજયધુરંધરસૂરિજી પણ ગંગારામજીના પગલાંને અનુસરે છે.
‘તુર્મ્ડિ જોઉ કરમ વિચાર' એવું આલેખી અજ્ઞાત કવિશ્રીએ જૈનધર્મનો કર્મ સિદ્ધાંત ઉજાગર કર્યો છે. તેથી અન્ય કવિઓથી તેઓ જુદા પડે છે.
દાનકુલક બાલાવબોધમાં સુપાત્રદાનનો મહિમા ગાવા આ કથાનક અજ્ઞાત લેખકે ગધમાં આલેખ્યું
છે.
•
‘દ્રવ્ય વિના લોકમાં આદર ન મળે' આ કથનની પૂર્તિ કરવા અજ્ઞાત લેખકે કૃતપુણ્યનું કથાનક દર્શાવ્યું છે. અંતે ધન પણ સુકૃત્ય (પુણ્ય)થી જ પ્રાપ્ત થાય છે. શેરડીમાં જેમ સર્વત્ર સાકર હોય છે, તેમ પ્રસ્તુત કૃતિઓમાં સવર્ગદાન-ધર્મના મહાત્મ્યનું કથન છે.