________________
૪૦૦
મેઘ વરસ્યો છે.' ૨૬. બલદેવના દેવળમાં ખાટલા પર આડા પડેલા કૃતપુણ્યએ વિચાર્યું, ‘ઘર છોડયે બાર વર્ષ થઈ
ગયા. મારી પત્ની મારી વાટ જોતી હશે. ઘણું ધન કમાઈને પતિદેવ આવશે તેવી આશામાં જીવતી. હશે પરંતુ હું તો અભાગી અને દરિદ્ર છું. ધન વિના હું ઘરે પાછો કઈ રીતે જાઉં?
અહીં કથાકારે ચરિત્રનાયકને પરિવારલક્ષી બતાવ્યો છે. ૨૦. કૃતપુણ્યની પત્નીએ શૈયા સંકેલતા લાડુની ચાર કોથળીઓ જોઈ. ૨૮. લાડુમાંથી નીકળેલું રત્ન સફેદ વર્ણનું હતું. ૨૯. કૃપુષ્યએ એક રત્ન વટાવી ગરીબાઈ દૂર કરી. હવે પૂર્વની જેમ ઘરમાં પુન: રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત
થઈ. લક્ષ્મીદેવીની મહેર થતાં લોકો તેને આદરભાવ આપવા લાગ્યા. ૩૦. સેચનક હાથી દેવાધિષ્ટ હતો. ૩૧. રાજાએ રત્ન વિશે કંદોઈને વારંવાર પૂછયું પરંતુ કંદોઈએ એક જ ઉત્તર આપ્યો કે, “આ રત્ન મારું જ છે.” છેવટે રાજાને ક્રોધ આવ્યો ત્યારે કંદોઈને ઊંચો બાંધી ખભા પરમારમરાવ્યો.
રત્નના સાચા હક્કદારની ખોજ માટે મહારાજા શ્રેણિકે પ્રથમ પૂછપરછ અને ત્યાર પછી જરૂર પડતાં છેવટે દંડનીતિ અપનાવી.
સામ (મીઠાં વચનો), દંડ (પીડિત કરીને), ભેદ (ફૂટ પડાવી) અને ઉપપ્રદાન (યથાયોગ્ય નીતિ એને અભિમત કાંઈક થોડું અવશ્ય આપવું) આ ચારનીતિનો પ્રયોગ ન્યાય માટે થયો છે. ૩૨. મહામંત્રી અભયકુમારે સેવકોને સૂચના કરી કે, “યક્ષ પૂજન માટે આવનાર વ્યક્તિમાંથી જે કોઈ
યક્ષ મૂર્તિને જોઈ કહે કે, આ મારા પિતા છે અથવા આ મારા પતિ છે. તેમને મારી પાસે લાવજો.' ૩૩. સેવકોએ વૃદ્ધાને પકડી મારમાર્યો. તેને ઘરમાંથી બહાર કાઢી નાંખી. તે ભીખારીની જેમ નગરમાં રખડી પોતાનું પેટભરવા લાગી.
અહીં વૃદ્ધાને જીવન નિર્વાહ માટે ફૂટી કોડી અપાઈ નથી. સોમધ્વજ શેઠની બધી જ મિલકત કૃતપુણ્ય શેઠને સહજ મળી ગઈ. કૃતપુણ્યના સૌભાગ્યની સરાહના કરવા આવો કથાંશ
પ્રયોજાયેલો છે. ૩૪. કૃતપુણ્યના પરિવારમાં છ સ્ત્રીઓ અને છ પુત્રો હતા.
કથાકાર અહીંછ પુત્રનો ઉલ્લેખ કરે છે, તે નવીનતા છે. કૃતપુણ્યની પરણેત્તર (પ્રથમ પત્ની) એક પુત્ર અને ચાર સ્ત્રીઓના ચાર પુત્રો હતા. ત્યાર પછી રાજકુમારીના લગ્ન થતાં તેનો પણ પુત્રો
થયો હોવો જોઈએ. આમ, કુલ છ પુત્રનો ઉલ્લેખ કવિશ્રીએ આ પ્રમાણે કર્યો હોવો જોઈએ. ૩૫. કયવન્ના શેઠના ઘરમાં ૯૯ ક્રોડ સોનૈયા થયા.
અવ્ય કોઈ કવિએ આવો ઉલ્લેખ દર્શાવ્યો નથી. ૩૬. છ પુત્રોને ઘરનો કારભાર સોંપી, સ્ત્રીઓની રજા લઈ કૃતપુણ્યએ દીક્ષા અંગીકાર કરી. 30. મહારાજા શ્રેણિક જાતિ, કુળ, નીતિ, ન્યાય, ઉદારતા, ધીરજ, ગંભીરતા વગેરે ગુણોથી સંપન્ન
હતા.