________________
૧૫. કવિ શ્રી વિજયધર્મધુરંધરસૂરિ કૃત કયવન્ના સજ્ઝાય
પ્રસ્તુત પ્રકાશિત સજ્ઝાયના રચયિતા શ્રી નેમિસૂરિજીના સમુદાયના શ્રી વિજયઅમૃતસૂરિજીના વિદ્વાન શિષ્ય શ્રી વિજયધર્મધુરંધરસૂરિજી છે. આચાર્યપ્રવર ધર્મધુરંધરસૂરિજીએ ‘‘ઈન્દુદૂત' પર ટીકા રચી છે.
કુલ છ કડી પ્રમાણ આ સજ્ઝાયમાં કવિ ગુરુ પરિચય કે રચના સંવત સંબંધી મૌન છે પરંતુ ‘સ્વાધ્યાય રત્નાવલી ખંડ- ૧’પૃ.-૫૧ ઉપર, રચના સં. ૨૦૦૫, આસો સુદ- ૧૧ મુદ્રિત છે.
આગવી વિશેષતા છે.
૪૬૨
અત્યંત સંક્ષિપ્ત શૈલીમાં કૃતપુણ્ય શેઠનું સંપૂર્ણ કથાનક સુંદર રીતે ગૂંથાયેલું છે, જે આ કૃતિની
ટૂંકાણથી લખાયેલ હોવાથી પ્રસ્તુત કૃતિમાં ઉપમા આદિ અલંકારો નથી. વર્ણાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ અને અંત્યાનુપ્રાસ અલંકારથી આ સજ્ઝાય કવિશ્રીએ મઠારી છે.
૧૬. અજ્ઞાત કવિ શ્રી કૃત કયવન્ના સજ્ઝાય
એક ઢાળ, એક ચોપાઈ અને ચાર દુહામાં ગૂંથાયેલી આ સજ્ઝાય એકાવન કડીમાં
આલેખાયેલી છે. ઢાળમાં દેશીનો પ્રયોગ થયો નથી.
પ્રસ્તુત સજ્ઝાયની ભાષા ૧૫મી સદીથી જૂની હોય તેવું જણાતું નથી.
આ સજ્ઝાય સરળ પ્રવાહી ભાષામાં અતિ સંક્ષેપમાં રચાઈ હોવાથી વર્ણનો અને અલંકારોની પ્રાય: ગૌણતા રહી છે.
ઉપમા અલંકારઃ
૧.
૧.
૨.
3.
૪.
૫.
કથાઘટકોમાં પરિવર્તન:
અભિસાગર નામના ધનવાન શેઠના પુત્રનું નામ કૃતપુણ્ય હતું. (ઢા.૧, ૬.૨)
કૃતપુણ્યની પરણેતર પૂણી કાંતિને ઘર ચલાવતી હતી. (ઢા.૧, ક.૫)
માતા-પિતાના મૃત્યુના સમાચાર પત્ની દ્વારા સાંભળીને કૃતપુણ્યનું મન કેટલાક દિવસ સુધી ઉદાસ, ખિન્ન રહ્યું. (ઢા.૧, ક.૧૪)
સાર્થના આવવાના સમાચાર મળતાં જ બન્ને સ્ત્રીઓ ત્યાં પહોંચી ગઈ. (ઢા.૧, ક.૩૧)
કૃતપુણ્યની પત્નીએ થેલી હલાવી તો તેમાં લાડુ જોયા. તેમાંથી તેણે એક મોદક પુત્રને ખાવા માટે આપ્યો. (ઢા.૧, ક.33)
૧.જૈ.સા.સ.ઈ. પા-૯૪૦, પૃ.-૪૨૬
ચ્યારિ કલકલત્ર જિસી દેખિઈ રંભ (૨૦)
મધુર સ્વભાવવાળી ચારે સ્ત્રીઓને રંભા જેવી સ્વરૂપવાન કહી છે.