________________
મને પણ અણગમતી વાત પડતી મૂકી સાસુએ પગ ઉપાડયો. (દુ.૨૩, ક.૧-૬) કહૈ સાસુ‘‘સુંનરી વહુ! તુમ નહીં જાણો વાત; અભયકુંવર બુધિવંત હૈ, કરદે દીનસેં રાત. નાં કોઇ દેવી દેવતા, નાં સેવકનોનાંમ; મેં તો કદી ન દેખીયાં, એહવા પૂજા કાંમ. કોઇયક છલ કેલવી, મંત્રી અભયકુમાર; ખોય દેસી ઘર માહરો, વહુચર મુઢ ગમાર’' “સબ જગ પુજન જાય છૈ, પ્રગટ ભયૌ જગદેવ; મ્હારા મ્હારા પુતને, રુઠ જાય તતખેવ. થારા કુછ બિગડેં નહીં, મરન કાજ થયો ઘાટ; હમ તો પુજન જાવસ્યા, થારી ન માંની વાત'' કહે સાસુ વહુયા તેં, ‘‘મેં ચાલૂં તુમ સાથ; નાં જાનૂં ક્યા હોયગી, મિલણ વિધાતા હાથ !''
૪૬૧
કથાઘટકોમાં પરિવર્તનઃ
પુત્ર પોતાના પિતાને ‘ચાચા’ (કાકા)નું સંબોધન કરે છે. (ઢા.૨૪, ક.૧)
૧.
૨. બાળકે ખીર ખાવાની હઠ પકડી ત્યારે માતાએ ઘણી રીતે તેને સમજાવ્યો પરંતુ બાળક ટસનો
મસ ન થયો ત્યારે માતાએ ગુસ્સામાં બાળકના ગાલ પર તમાચો માર્યો (ઢા.૨૬, ક.૬)
ચાર પાડોશણોએ દાનની પ્રશંસા કરી તેથી બીજા ભવમાં ચારે સ્ત્રીઓ થઈ, જે કૃતપુણ્યની પત્નીઓ બની. જ્યારે પાંચમી પાડોશણ દાન આપીને વસવસો કરવા લાગી તેથી તે વેશ્યાના ઘરે દાસી (વેશ્યાપુત્રી) બની. (ઢા.૨૫, ક.૧૨)
દાનની અનુમોદના કરનાર અને દાન આપીને ખેદ કરનાર અનુક્રમે ઉચ્ચગોત્ર અને નીચ ગોત્ર કર્મ બાંધે છે; તેવું જૈન સિદ્ધાતોનું નિરૂપણ અહીં થયું છે. વળી, વેશ્યાપુત્રીનો આ ભવનો આત્મીય સેતુ ઠેઠ પૂર્વભવથી હતો, એવું કવિ ગંગારામજી સિવાય કોઈએ દર્શાવ્યું નથી. શ્રાવણ માસની ત્રીજના દિવસે લૌકિક તહેવાર હતો. શેઠના ઘરમાં પુરી, પાપડી, ખીરનું જમણ બન્યું હતું. શેઠ જમવા બેઠા. તે જોઈને બાળકને ખીર ખાવાની ઈચ્છા થઈ. (ઢા.૨૮, ક.૩)
અહીં શ્રાવણ માસના ત્રીજના દિવસે કોઈ આચાર્યની દીક્ષા તિથિ અથવા આચાર્ય પદવીની તિથિ હોવી જોઈએ જેથી શેઠના ઘરે ખુશાલીમાં ખીરનું ભોજન બન્યું હોવું જોઈએ. બાકીનું શ્રી જયરંગમુનિની જેમ જાણવું.
3.
૪.