________________
૪૫૯
પ્રણવો = પરણવો; પ્રણાઈ = પરણાઈ આ ઉપરાંત કુમ્ર =કુમર; ભર્મ= ભરમ; ચત્ર = ચતુર; અંત્ર= અંતર આદિ.
ઐ માટે ‘ય’ શબ્દપ્રયોગ થયો છે. યસી = ઐસી, વૈરાવણ = ઐરાવણ. • ૧૫ કડીની નવમી ઢાળ નવ રસમાં ગૂંથાયેલી છે. કડી – ૧ કરૂણરસ; કડી – ૨ ભયાનક રસ; કડી - ૩થીપ રૌદ્રરસ; કડી -૬ બિભત્સરસ; કડી - oથી૧૦ વીરરસ; કડી - ૧૧ શાંતરસ; કડી - ૧૨ હાસ્યરસ; કડી - ૧૩ અભુતરસ; કડી - ૧૪ શૃંગારરસ.
ઉપમા : ૧. સુરગુરુ સમ (દુ.૧, ક.૩) ૨. સૂરબીંબ જિમ અપૂરવે (ઢા.૧, ક.૫) ૩. જ્યોં ચંદાકી પ્રીત ચકોરી, ફીટુટત નાંહી દર(ઢા.૪, ક.૧૨) ૪. નગરી રાજગરી ભલી, સુરનગરી સમસોહેરે (ઢા.૧, ક.૧) ૫. તેજ કરી તનશીપતો, સુરજ જેમ સવાયો(ઢા.૧, ક.૧૧) ૬. દિન દિન વાઘે ચંદ્ર જ્યુ, ચઢતે ચઢતે વાન (દુ.૨, ક.૨) છે. વહૂયર વિણ ઘરવાસ, શૂનો રણ જાણીયે (ઢા.૨, ક.૪) ૮. કુલવંતી ગુણવંતી, શીલેંસીતા સતી હો;
હરગૌરી રાધા કૃષ્ણ, રામરતી પરગડી હો. (ઢા.૨, ક.૪) ૯. જ્યોં ચંદા કી પ્રીત ચકોર, ફીર ટુટત નાંહી (ઢા.૪, ક.૧૨) ૧૦. જિમ નયણાં વિચપૂતલી તેલાલ, તિમ તમ મનને સુહાય (ઢા.૦, ક.૦) ૧૧. સોભાગી સિર સેહરો, રુપે દેવકુમાર (દુ.૨, ક૪) ૧૨. પન કુંપાથરનીવડો, કાંચ સરીખો પાણ (ઢા.૮, ક.૧૧) ૧૩. મુખતો કુમલણો રે, ચંદ્ર જુરાહ ગ્રહી (ઢા.૯, ક.૫) ૧૪. મેંરહું ઉદાસી રે, ચકોરી ચંદ વિના (ઢા.૯, ૧.૫)
વર્ણનાત્મક શૈલી : ૧. પરદેશ જતાં પતિને વિદાય આપતી રાસનાયિકા (જયશ્રી); જેમાં પતિને ભલામણ અને સતી સ્ત્રીની પતિનાં વિયોગમાં જીવવાની જીવનશૈલીનાં દર્શન થાય છે. (ઢા.૧૩, ક.૧-૮)
જલદિ આઇયો વાલહા, મતરહજૈ હો બહુતાં પ્રદેસક; આવત જાતા સુંઘણા, મુકજો હો નિજ કુસલ સંદેસક. ચોર ચુગલઠગમાંણસા, મત કિજો હોપીયા વીસવાસ; ખરચખાણમેં મત સંકજે, જિમ સાહૈ રેતીમહી પંચાસક. કુસલેં વેગા આવજો, ધનખાટી હો મન કરી વીચારક;