________________
૪૫૮
વળી, આપણા અભ્યાસની કૃતિ અને શ્રી જયરંગમુનિની કૃતિનું અવલોકન કરતાં આ બન્ને કૃતિઓની કડીઓ પ્રાયઃ સમાન અને થોડા શબ્દોના ફેરફાર સાથે આલેખાયેલી છે. નીચે નોંધેલી કડીઓ શ્રી જયરંગમુનિની કડીને મળતી આવે છે. શ્રી ગંગારામજી દુહા : ૧, કડી ૧ થી ૫; ઢાળ : ૧, કડી ૧ થી ૧૩ (૮,૯ વર્જીને); દુહા ઃ ૨, કડી ૧ થી ૪; ઢાળ : ૨, કડી ૧ થી ૮ (૫ થી વર્જીને); દુહા : ૩, કડી ૧ થી ૨; ઢાળ : ૩, કડી ૧ થી ૧૫ (૨,૩ કડી ક્રમાંકમાં ફેર); દુહા : ૪, કડી ૧ થી ૩; દુહા : ૫, કડી ૧; ઢાળ : ૬, કડી ૧ થી ૧૫ (૧૩ વર્જીને);ઢાળ છે, કડી ૧ થી ૧૮ (૧, ૬-૧૦, ૧૧.૧, ૧૫.૧, ૧૮.૧ સમાન); ઢાળ : ૮, કડી ૨-૩ વર્જીને બાકીની સમાન; દુહા : ૧૧, કડી ક્રમાંકમાં ફેરફાર; ઢાળ : ૧૧, કડી ૧-૯; દુહા : ૧૨, કડી ૧ (૨-૧૩ વર્જીને); ઢાળ : ૧૨, કડી ૧-૧૯; ઢાળ : ૧૩, કડી ૧-૧૦ (૫,૯ વર્જીને);દુહા : ૧૪; ઢાળ : ૧૪; દુહા ૧૫; ઢાળ : ૧૫, દુહા : ૧૮ સમાન છે. • સંક્ષેપમાં શ્રી જયરંગમુનિની કૃતિમાં ઢાળ ૩૧ છે જ્યારે શ્રી ગંગારામજીની કૃતિમાં ઢાળ ૨૯ છે. આ કૃતિ શ્રી જયરંગમુનિજીની કૃતિ પરથી પાછળથી લખાયેલી છે. • આ કૃતિમાં પ્રત્યેક ઢાળમાં જુદી જુદી દેશીઓનો વપરાશ થયો છે, જે શ્રી જયરંગમુનિજીએ ઉપયોગમાં લીધેલી દેશીઓ કરતાં જુદી અને નવી છે. દેશી ક્રમાંક ૧,૨,૪,૫,૬,૭,૧૦,૧૧,૧૨,૧૩,૧૪, ૧૬,૧૮,૨૦,૨૧,૨૨,૨૩,૨૪,૨૬,૨૦,૨૮,૨૯ આટલી ઢાળમાં નવી દેશીઓનું (જૈ.ગુ.ક્ર.ભા.- ૮ ની દેશીમાં નોંધાયેલી નથી) નિરૂપણ થયું છે.
૩,૮,૯,૧૭,૧૯,૨૫ ઢાળમાં પ્રયોજાયેલી દેશી બન્ને કવિઓની કૃતિમાં સામ્યતા ધરાવે છે. પ્રચલિત દેશીઓના રાગ (જૈ.ગુ.દ.ભા.-૮ અનુસાર) પૂર્યા છે. • આ પ્રતની વિશેષતા એ છે કે ગંગારામજી રાજસ્થાન પ્રાંતના હોવા જોઈએ અથવા રાજસ્થાનમાં વધુ વિચર્યા હશે તેથી તેમની કૃતિમાં વ્રજ મિશ્રિત હિન્દી શબ્દો વીખરાયેલા મોતી સમાન અહીં તહીં જોવા મળે છે. જેમાંનાં કેટલાંક શબ્દો નોંધ્યા છે - લીખા, પિયા, તેરી, જવાની, મેરે બેદરદી, બુરા, બીચ, સખી, સાંસા, સુન, તમાસા, ચાચા, ખત, બાહર, બનીયા, દો, અબ, ચારો, દોપહર આદિ. • પ્રસ્તુત કૃતિમાં વિહાર કરતાં નોંધ લઈ શકાય કે- ‘ણ'ની જગ્યાએ ‘ન'; “મ'ની જગ્યાએ ‘વ’ અને “બ'ની જગ્યાએ ‘વ’ શબ્દ પ્રયોગ થયો છે. જેમકે - રીસાની = રીસાણી; જાનેં = જાણે; કીન = કીણ; વખાંની = વખાણી; સુની = સુણી; ઘનાં = ઘણાં; કૂન = કૂણ; ગુનવંતી = ગુણવંતી; સગુન = સુગુણ; વૈન = વૈણ; તાંબેં = તાણે, રાગીની = રાગીણી; સરવન = સરવણ; પડોસન = પડોસણ; આભરન = આભરણ; વીન = વીણ; સેનિક = શ્રેણિક; અજાન = અજાણ; પન = પણ; વિજોગન = વિજોગણ; મતલવ = મતલબ; સવ = સબ; કુવાર= કુમાર; વીનમેં = વીનવે; વોલ = બોલે; વેટી બેટી; વનું = બને; અવ = અબ; વાહર= બાહર.
પ્રસ્તુત કૃતિમાં “ર' નો રેફ (1) પણ થયો છે. જેમ કે - સુખકર્ણ = સુખકરણ; પ્રણો = પરણી;