________________
૪૪૬
છે. (૫૫-૬૦)
પ્રીઉજી! પધારો હો કિ પ્રેમ ધરી ઘણો, મંદિરમાંહે રે નાહ સનેહી તુમ દીઠઈ રે મન તન ઉલમેં, સુગુણ સનેહી રે સાહ સલૂણા. પુરષ ભમર હો ભમતા અતિઘણા, આવિં અમદરબાર; પણિ તુઝ સરિખો જગમાં કો નહીં, સોભાગી સિરદાર. નિત નિત નવ નવરંગરસ ખેલીઈ, લીજૈ નર ભવ લાહ; તુમસ્યું અવિહડપ્રીતિ કરવા ભણી, માહરે મનેં અધિકો ઉમાહ. ઉનાલેંરે પિઉ અંબર સઘણો, નવાગોહની પોલી; કરિલાનાં સાહિબ સાલણાં, જિમણ્યેવૃતઈંઝબોલી. વરસાલોરે સારો વલી વાલમા, દહ દિસિંહરીયા(લી) રે અંકૂર; ગગન તે ગાજી હો વરસઈમેહુલીઉ, ભોજન નૂર કપૂર. ભર રે સીયાલો આવ્યો સાહિબા, રમણ્યુંરંગની રેલિ;
સોગઢ() રમણ્યે જિમણ્યું સુખડાં, અંગિતેલ ફૂલેલ.' ૨. મદનમંજરી અને અક્કાનો વાર્તાલાપ, જેમાં કૃતપુણ્યના સુખ માટે માવિત્રોએ ગણિકાવાસમાં મોકલાવેલી અઢળક સંપત્તિનો ચિતાર દર્શાવ્યો છે. અન્ય કવિઓએ સોનામહોરોનો આંક અંકિત કર્યો છે પરંતુ દીપ્તિવિજયજીએ વિવિધ વસ્તુઓની નામાવલી આપી છે. કવિશ્રીની કુશળ વર્ણનાત્મક શૈલીના દર્શન થાય છે. અહીં શૃંગારરસનો પ્રયોગ થયો છે. (૦૭-૮૨)
બેટી નઈં અક્કા કહિં, “નિરધન હુઉં કયવન્ન; એ ઈહાંથી કાઢયો, રખે! કરો યતન્ન.” બે કર જોડી રે વિનવું, બોલઈ મંજરી નારિ;
એ નરનઈં કાઢવાતણે, વયણેમામ મારિ. એણિમનમોહયું રે માહરુ, દીધાઘોડાજી હાથીઆ, દીધા અરથ ભંડાર; દીધાં ધાન જી મોકલાં, મુગતા ફલના રેહાર. દીધી વેલ સોના તણી, કુંડલ કોને જડાવ; ચરણે ઝાંઝર ઝિમકતા, ચૂડલો મોટોજી દાવ. સોવન વીંટી હીરે જડી, સોનારૂપાનાંથાલ; એણિ ઘરિ ભરિઉરે, આપણું દીધા બહુલાજી માલ.” અક્કા કહિં, “સુણ છોકરડી ! નિરધન હુઓ કુમાર;
દલિદ્રી નઈં નવિરાખીઈ, એ વેશ્યાનો વિવહાર. ૩. પરદેશ જવા પૂર્વ પતિ પત્નીનો સંવાદ, જેમાં તે કાળની સમાજવ્યવસ્થા દષ્ટિગોચર થાય છે. ધનવંતી પિતૃગૃહેથી અમૂલ્ય અલંકાર અને એક મકાન કરિયાવરમાં લાવી હતી. આ વસ્તુને અડાણે મૂકી ઉચાપત દ્વારા કેટલા રૂપિયા મળ્યા તે વ્યાપારાર્થે પરદેશમાં વપરાયા. (૧૧૫-૧૧૮)
અહીં સ્ત્રીનું ઘરેણું ગીરવે મૂક્યાનો ઉલ્લેખ છે. પ્રાચીન કાળમાં કટોકટીના સમયમાં સ્ત્રીઓના દાગીના, ખેતર, વાડી, મકાન શાહુકાર પાસે ગીરવે મૂકી ધન મેળવાતું હશે. આજે પણ ખેડા