________________
3.
૪.
૪૪૫
નિરધન નર સર્પ સારિખો, રાખ્યો અભડાવÛ જી ગેહ (૮૩) નિર્ધન મનુષ્ય સર્પ સાથે તુલનીય છે.
કયવન્નો રહિં નિજ મંદિરેં, તે નારીનું ચિંતન કરે;
વંધ્યાચલને જિમ ગજરાજ, દેવગિરિ નઈં જિમદેવરાજ. (૨૪૯)
ક્રીડા કરવા માટે હાથી વિંધ્યાચલ પર્વતને અને ઈન્દ્ર દેવગિરિ પર્વતને સતત ઝંખે છે, તેમ કૃતપુણ્ય અપાર સુખની વચ્ચે આલીશાન મહેલમાં રહેવા છતાં સતત ચાર સ્ત્રીઓને ઝંખી રહ્યો હતો.
ઉત્પ્રેક્ષા અલંકાર
૧. જનની એક તેહનઈ અછૅ, વલી વહૂઅર છે ચ્યાર;
કિં જાણું વિદ્યાધરી, કિં રંભા તણો અવતાર. (૧૩૦)
જિનદત્ત શેઠની ભાર્યાઓના સૌંદર્ય માટે કવિશ્રીએ મનોહર ઉત્પ્રેક્ષા પ્રયોજી છે.
અતિશયોક્તિ અલંકાર :
૧. આજ આંગણિ સુરતરુફલ્યો, વિણ સિંચી નાગરવેલ્યો રે;
વિણ વાદલ ઘન વરસીઉ, આજ હૂઈ રંગ રેલ્યો રે. (૧૦૦)
કૃતપુણ્યને અચાનક દ્વાર પર ઉભેલો જોઈને ધનવતીની ખુશીની કોઈ સીમા ન રહી, ત્યારે તેના મુખમાંથી શબ્દો સરી પડયાં. “આજે તો મારા આંગણામાં કલ્પવૃક્ષ ઉગ્યું છે, સિંચ્યા વિના જ નાગરવેલ નવપલ્લવિત થઈ છે. અરે! વાદળ વિના જ મુશળધાર વરસાદ વરસ્યો છે. આજે તો ખુશી જ ખુશી છે.’’
કહેવત/ રૂઢિપ્રયોગો
૧.
દેવ થવું (૧૩૩) : મૃત્યુ થવું
૨.
લહિણું લેતાં દેણું હોઈ (૨૬૦) : લાભ કરવા જતાં નુકશાન થવું.
૨.
રાંક હાથ રયણ કિમ રહેં (૨૬૮) : નિર્ધનને ત્યાં કિંમતી વસ્તુ ન ટકે
3.
ટાલ્યો ન ટલે વિધિનો લેખ(૨૬૯) : વિધિના લેખમાં કોઈ મેખ ન મારી શકે.
૪. દાંતને જીભ ભલામણ કિસી ? (૨૮૦) : જીગરજાન મિત્રને ભલામણ કેવી ?
વર્ણનાત્મક શૈલી :
૧. મદનમંજરી ગણિકાએ કૃતપુણ્યને પ્રેમરસના મહાસાગરમાં ડૂબવા માટે મૂકેલો પ્રસ્તાવ, જેમાં ગ્રીષ્મ, વર્ષા અને શિશિરઋતુ અનુસાર ભોગોપભોગનું સુંદર વર્ણન પ્રયોજ્યું છે. આ વર્ણનથી તે સમયના લોકોની જીવનશૈલી, ભોજન સામગ્રી અને ક્રીડા કરવાના સાધનોની વિગતવાર માહિતી મળે છે. આ વર્ણન ‘બારમાસા કાવ્ય' સમકક્ષ છે. બારમાસા કાવ્યમાં પ્રિયતમા ૠતુ અનુસાર પરદેશ ગયેલા પ્રિયતમને ભોગોનું આમંત્રણ આપે છે, તેમ અહીં મદનમંજરી કૃતપુણ્યને ભોગોનું નિમંત્રણ આપે