________________
જોઈને કૃતપુણ્યનું હૈયું ચીરાઈ ગયું. તેણે દ્વાર પર ટકોરા કર્યા. અંદરથી ધન્યાએ પ્રશ્ન કર્યો: “કોણ?” કૃતપુણ્યએ કહ્યું: “એ તો હું છું.”
ધન્યાને અવાજ પરિચિત લાગ્યો. તે એક ક્ષણમાં કૃતપુણ્યના અવાજને પારખી ગઈ. તેને સુખદ આશ્ચર્ય થયું. ‘આ તે સ્વપ્ન છે કે સત્ય ?' કૃતપુણ્ય ફરી કહ્યું, “ધન્યા, દરવાજો ખોલ.'
ધન્યા હરખઘેલી બની દોડીને ઝાંપો ખોલવા ગઈ. ‘અણધાર્યા આંબા ફળ્યા હોય' એવા આશ્ચર્ય અને આનંદ સાથે ધન્યાએ કૃતપુણ્યને પોતાની સમક્ષ ઊભેલો જોયો. બાર બાર વર્ષ બાદ પતિ ઘરે પાછા ફર્યા. પતિનું દીર્ઘકાળે મિલન થતાં ધન્યા ખુશખુશાલ હતી. તેની આંખોમાંથી બોર બોર જેવડા આંસુ ટપકી પડયાં.
- ઘરમાં નિરવ શાંતિ પથરાયેલી હતી. કૃતપુ નક્કી કરી લીધું કે માતા-પિતા ચોક્કસ કાળધર્મ પામ્યા લાગે છે. કૃતપુની આંખમાં અશ્રુ ઉભરાયાં.
ધન્યાએ પોતાના પતિના ચરણ પકડી લીધા. તેની આંખો અષાઢી વાદળી બની અનરાધાર વરસવા માંડી.જાણે પોતાના અશ્રુઓ વડે પતિના ચરણ ન પખાળતી હોય!. કૃતપુણ્યએ ધન્યાને બેઠી કરી. બન્ને યુગલના હોઠ પરઢગલાબંધ શબ્દો ધસમસતા આવીને જાણે બહાર કૂદી પડવા ઝાંવા નાખી રહ્યાં હતાં પરંતુ થોડી ક્ષણો સુધી બન્ને એક અક્ષર પણ બોલી ન શક્યા. અંતે ધન્યાએ મૌન તોડયું. “સ્વામીનાથ! આજ મારાં આંગણે અમૃતના મેઘ વરસ્યા જેવી પ્રસન્નતા છે. આપના આગમનથી મારા એકલવાયા જીવનને શાંતિ મળશે. આપની ક્ષેમકુશળતાના રોજ જાપ જપતી હતી. મારી આશા આજે ફલિત થઈ છે. હું આજ દિવસ સુધી નિરાધારકહેવાતી હતી પરંતુ આજે સનાથ બની છું.”
પત્નીના જનેતા જેવા ફોસલામણાથી કૃતપુણ્યનું હૃદય ભરાઈ આવ્યું. તેણે ગળગળા સ્વરે કહ્યું, “ગૃહદેવી ! હું ક્ષમા માંગવાને લાયક પણ નથી. મેં ભૂલોની હારમાળા સર્જી છે. હું માતૃદ્રોહી અને ભાયંદ્રોહી છું. મેં નરાધમે નૈતિક મૂલ્યોને નેવે મૂકી માતા-પિતાને વિરહાગ્નિથી ભસ્મ કરી પરલોકે પહોંચાડ્યા છે. શેરડીના ક્ષેત્રમાં વાંસ ઉપજે તો ક્ષેત્ર નાશ પામે છે, તેમ મારા જેવા દુષ્ટ પુત્ર વડે કુળનો નાશ થયો છે. હે પતિવ્રતે! તું કુલીન અને સતી છે. તું ધર્મપરાયણ અને ધૈર્યવતી છે. તેં સંકટમાં શીલને સાચવી ઉભયકુળને નિર્મળ રાખ્યું છે. તારી આ પવિત્રતા અને પુણ્યના પ્રતાપે જ હું સહી સલામત ઘરે આવ્યો છું, તારા નિર્મળ પ્રેમે જ મને આકર્ષી લીધો છે. મારા અપરાધો ક્ષમા કરજે.” આટલું બોલતાં તેનું ગળું રંધાઈ ગયું તેના કંઠમાંથી માંડ માંડશબ્દો નીકળતાં હતા.
ધન્યા કૃતપુણ્યની પીઠ પંપાળતી રહી. કૃતપુણ્ય ખેદભર્યા વચનો ઉચ્ચારી નાના બાળકની જેમ મુક્ત કંઠે રૂદન કરી અંતરમાં સંઘરાયેલાં દુ:ખોને બહાર ઠાલવી હળવો ફૂલ જેવો બની ગયો. યૌવનના રંગીન સ્વપ્નને રગદોળી નાખનાર કૃતપુણ્યને ક્ષમામૂર્તિધન્યાએ માફ કરી દીધો. યૌવનરસ માણવાનો પ્રથમ અધિકાર પોતાનો હતો, છતાં પિયુએ ભરયુવાનીમાં દગો દીધો તે વિરહના વડવાનલને વિશાળ દિલની ધન્યા સદંતર ભૂલી ગઈ. તેણે પતિને વધાવી લીધો.
ધન્યાના પ્રેમામૃત ભર્યા વચનો સાંભળી કૃતપુણ્યનો સંતાપ દૂર થયો. તેણે ધન્યાને પોતાના