________________
૪૨૩
જણાવ્યો. અહીં કૃતપુયએ પોતાના જીવનની કિતાબને અભયકુમાર સમક્ષ ખુલ્લી કરી છે. જેમાં કવિશ્રી સમગ્ર પ્રસંગને સંક્ષેપમાં આવરી લીધો છે. આ વર્ણન રસપ્રદ અને અદ્ભુત છટાથી ભરેલું છે જેમાં હાસ્ય, કરૂણ, રૌદ્ર, ભયાનક, બીભત્સ, અદ્ભુત વગેરે રસપ્રયોજાયેલાં છે. ૧૫. પતિવિહોણી ચારે સ્ત્રીઓની મર્યાદિત ઢાંચામાં ઢળાયેલી જીવનશૈલી (૩૧૧-૩૧૨)
વાલ્હા સરસ જિમઇ નવિ અન્ન, વાલ્હા હારશૃંગાર સજ્યા તિસ્યઇં. વેણિગુંથાવિન રંગસિઉં વાલ્હા, તજીયાં ફૂલનઇ પાન;
રાતાં વસ્ત્ર ન સરિધર ઇં, વાલ્હાપ્રીતમ વિણ પરધાન
પ્રાચીન કાળની વિધવા કે સધવા સ્ત્રીની સાદગીભરી જીવનશૈલી પાછળ શીલને સુરક્ષિત રાખવાનો મુખ્ય લક્ષ્ય છે કારણકે વિકાર જન્ય ભોજન અને સુંદર વસ્ત્રાભૂષણ સહિતની વેશભૂષા શીલને ખંડિત કરે છે, તે માટે સ્ત્રીઓ સાદગી પસંદ કરતી હતી. ૧૬. ભગવાન મહાવીરના સમવસરણની ભવ્યતાની ચાડી ખાતી કડીઓ રસપ્રદ અને મૌલિક છે. જેમાં દેવોની પરમાત્મા પ્રત્યેની અનન્ય ભક્તિ પ્રદર્શિત થાય છે. (૩૨૦-૩૩૦) અહીં શૃંગાર, અદ્ભુત અને શાંતરસનું મિશ્રણ છે.
રાય સિવારથ કુલદં તિલઉ રે વીરજી, જંભીગ્રામ ઉદ્યાનિ રે; ઘાતકી કર્મક્ષય કરી રે વીરજી, પામ્યો કેવલજ્યાન રે વીરજી. પ્રભુપુહુતા નગરિ આસન, ગુણશિલું ચૈત્ય રતનરે; અતિશય કરી સંપન્ન રે, શ્રી વર્ધમાન સુધન્ન મોરા વીરજી! સોવનકમલ રચઇ સુરારે વીરજી, ચરણઠવઇતિહાં સ્વામિરે વીરજી વૃક્ષ અશોક શીલી છાંહડી રે વીરજી, વરસઇ કુસુમ અભિરામરે. વાજઇં ગયણે દુંદુભી રે વીરજી, ચામર છત્રઢલંતિ રે;
ભામંડલઝલકઇં ભલુંરે વીરજી, ભેરી સુણઇં સહૂ(હર)ખાંતિ રે. ૧૦. પરમાત્માની અમૃતમય દેશના શ્રવણ કરી કૃતપુણ્યના હૃદયમાં પ્રગટેલું મનોમંથન, તેમાંથી ખીલેલું દીક્ષાનું વિચાર બીજ, દીક્ષા પૂર્વેની કૃતપુણ્યની સાંસારિક ફરજ ઈત્યાદિ પ્રસંગોને કવિશ્રીએ સુંદર રીતે ઉપસાવ્યા છે. (૩૩૯-૩૪૮) અહીં વીરરસનું નિરૂપણ છે.
અહીંદીક્ષા પૂર્વે પરિવારની અનુમતિ આવશ્યક છે, એવું સ્પષ્ટ થાય છે. ૧૮. કૃતપુણ્ય મુનિનો સંયમાચાર વીરરસનો ઉધોત કરે છે. (૩૪૯-૩૫૪)
ઉપદેશાત્મક શૈલી : ૧. લક્ષ્મી, યૌવન, આયુષ્ય, સ્ત્રી ઈત્યાદિ અસ્થિર, ક્ષણિક છે. તેથી ચતુર પુરુષો તેનો ભોગવટો. કરી ત્યાગ કરે છે, જ્યારે મૂઢ પુરુષો મોહ પામી તેમાં ખેંચી મરે છે. (૧૨૮)
લકી જુવણજૂયવઉ, વર કાંમિણિ વ્યાપાર; વિલસી છંડઇ ચતુર નર, ખૂંચી મરઇ ગમાર