________________
જાણ જોસી નઇં પૂછઇ જઇ, તેલ સિંદૂર ચડાવિરે પૂજા કરઇ ફલેં કરી, કેસર અંગિલગાવિ રે; ચંદ્રઓ માનઇં ચામુંડાનિ, ધૂપ ઉખેવી ગુણ ભાવિ રે જાખ ને સેષ મનાવીયા, રુદ્રી માની બહુ વાર રે; પણિ કાંઇ વાત સીધી નહીં, પુણ્ય કરઇ હિવિ સાર રે
ગોરતો (સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડવાનું વ્રત); ગૌત્રાટ (ગૌપૂજન); જ્યોતિષી પાસે જઈ ભવિષ્ય જાણવું; હનુમાનને તેલ, સિંદૂર ચડાવવાં; દેવ-દેવીઓ સમક્ષ નૈવેધ મૂકી તેમની પૂજા અર્ચના કરવી, તેમના ડીલે કેસરનો લેપ કરવો, ચામુંડા દેવીને ચંદરવો ચડાવવાની માનતા માનવી, દેવી સમક્ષ ધૂપ-દીપ કરવા, યક્ષ અને શેષનાગની પૂજા કરવી, રૂદ્રાણી દેવીની શ્રદ્ધાપૂર્વક ભાવથી પૂજા કરવી, ઈત્યાદિ કાર્ય પુત્ર પ્રાપ્તિ માટે કલવાતી શેઠાણીએ કર્યા. તેમાં માતૃત્વની તીવ્ર ઝંખના પ્રગટ થાય છે. તે સમયે સમાજમાં અંધશ્રદ્ધાનું પ્રબળ જોર હશે તેનો પડઘો પ્રસ્તુત કડીઓમાં પડયો છે.
૪૨૨
૮.
ગણિકા સંગે ભોગવિલાસમાં ડૂબેલા મૃતપુણ્યના જીવનની રોજનીશીના વર્ણનમાં સાધુ કવિની કલ્પનાશક્તિ ખીલી ઉઠી છે. (૧૦૩-૧૦૦)
૯.
ગણિકાચાર દર્શાવવા વિવિધ માલોપમા દ્વારા ગણિકા પોતાની વાતની પુષ્ટિ કરે છે. (૧૧૮-૧૨૧)
“ સુણિ સુતા ! સિઉં નવિ જાણઇ, વેસિ તણઉ આચાર રે ? આદર કીજઇ દ્રવ્યનઇં, સંપત્તિ એ સણગાર રે. પંખી ન આવઇ તરુ સૂર્કિ, સારસ સરઇ નવિ જાઇ રે; ભમરઉ નીરસ ફૂલડે, મૃગ વન દાધઇં પુલાઇ રે. ભૂપનઇં ભટ તજિ ભાવઠઇ, ખૂટઇ ધીર વછ ગાઇ રે; પ્રીતિ તિહાં લીજઇ દીજઇ, સ્વારથ નઇ સહુ થાઇ રે. સાર ગ્રહી નઇ કૂચઉ છંડઇ, જિમ રાયણિ નીકોલ રે;’’ માત વચન સુણી સા થઇ, વલતી બોલી બોલ રે.
૧૦. આ જગતમાં કામવાસનાએ ઘણાં કંકાસ, દુઃખ, પીડા ઉભાં કર્યાં છે. તેની પૂર્તિ માટે કવિશ્રીએ શાસ્ત્રોક્ત મહાપુરુષોના દૃષ્ટાંતો ટાંક્યાં છે. (૧૩૯-૧૪૨)
૧૧. કૃતપુણ્યના આગમનથી પ્રિયતમાના હ્રદયમાં હર્ષની હેલીઓ ઉભરાણી (૧૫૧-૧૬૧) કવિશ્રીએ મલ્હાર રાગમાં પ્રિયતમાની અનહદ ખુશીઓ વ્યક્ત કરી છે.
૧૨. કૃતપુણ્યને સાર્થમાં વળાવીને પાછી ફરેલી કાંતિમતીની હ્રદયદ્રાવક મનોવ્યથા કરૂણરસમાં આલેખાયેલી છે. (૧૦૪-૧૮૨)
૧૩. સાર્થમાં પહોંચ્યા પછી પતિને મળવાની ઉત્સુક્તા, પતિ ન મળવાથી વ્યાકુળતા અનુભવતી અને પોતાના ભાગ્યને કોસતી પતિવ્રતા નારીના મનોભાવોનું સુરેખ વર્ણન કરૂણરસમાં આલેખાયું છે. (૨૧૯-૨૨૮)
૧૪. અભયકુમારના રત્ન વિશેના પ્રશ્નના ઉત્તરમાં કૃતપુણ્યએ રત્ન પ્રાપ્તિનો વૃત્તાંત (૨૭-૨૮૫)