________________
વર્ણાનુપ્રાસ| વર્ણસગાઈ અલંકાર : ૧. સુખ કરણી રે સરસતિ સામણિ (૧) ૨. કહઈ કવીયણ રે કયવન્ના પભણું ચરિ (૧)
૪૦૪
સંવાદાત્મક શૈલી :
૧. વંશવૃદ્ધિના કારણે સમસ્યા ઉભી થઈ તે પ્રસંગે પતિ-પત્નીનો ઘરાઉ સંવાદ રોચક છે, જેમાં
સંસારનો વ્યવહાર ધન વિના ન ચાલે તે સનાતન સત્ય ઉજાગર થયું છે. (૧૦-૧૯)
કયવનુમનિ ચિંતવઇ ‘ધન, નહી કહુ કિમ હવઇ મદન ? વઇભાવ મનોરથસવિ ફલઇ એ.'
ઘરણિ પ્રતિ કહઇ વાતડી, ‘‘ગરથ વિના જાઇ જે ઘડી; તે વળી વરસ પ્રમાણઇ જેવડી એ.’
ઇમ કહી પરદેસ ́ ભણી, નારિ પૂછી ચાલ્યઉ ધણી; તેહતણી ઘરણી સાપ્રેમઇ સહી એ.
કથાઘટકોમાં પરિવર્તન:
૧.
કૃતપુણ્ય પોતાની વિવાહિતાના અંકુશમાં ન રહ્યો. તે મિત્રોની સાથે નગરમાં સ્વછંદપણે વિહરવા લાગ્યો. (૨)
કવિશ્રીએ કૃતપુણ્યની વૈરાગ્યદશા કે સાધુઓ સાથે સત્સંગ કરવો એવો સંયમિત પક્ષનો ઉલ્લેખ ન કરતાં કૃતપુણ્યને રંગીન સ્વભાવનો ચિત્રિત કર્યો છે. કથા પ્રવાહને ઝડપથી આગળ વધારવા
કવિશ્રીએ રાસનાયકની પ્રથમથી જ વિલાસી અવસ્થા દર્શાવી છે.
કૃતપુણ્ય જ્યારે દુકાનમાં બેઠો હતો ત્યારે તેની દૃષ્ટિ રાજમાર્ગ પર સ્વછંદપણે ફરતી ગણિકા પર usl. (3)
૨.
3. ગણિકાનું નામ ઠેકાણું જાણવા કૃતપુણ્ય સ્વયં ઉભો થયો. તે ગણિકાની પાછળ પાછળ ચાલી ગણિકાવાસ સુધી પહોંચ્યો. અક્કાએ શાહુકાર શેઠ જાણી તેને પ્રેમપૂર્વક આદરભાવ આપ્યો.(૩) કવિશ્રીએ અહીં મિત્રો દ્વારા ગણિકાવાસ સુધી પહોંચાડયાનો ઉલ્લેખ કર્યો નથી.
૪.
ગણિકાવાસની હવેલી કદમાં ઘણી મોટી હતી. કૃતપુણ્ય સૌથી ઉપરની મંજિલમાં રહ્યો. આ સ્થાને ચંદન, અગર, અબીલ જેવા સુગંધી પદાર્થોની મહેક પ્રસરેલી હતી. (૪)
૫. માતા-પિતાની અંતિમ વેળાએ કૃતપુણ્યને તેડું મોકલ્યું પરંતુ નિષ્ઠુર હૃદયનો કૃતપુણ્ય ન જ આવ્યો. (૪)
૬. કૃતપુણ્યની પત્નીએ દોઢિયા કમાવવા પરદેશ જતા પતિને ભાથામાં ચાર લાડુ આપ્યા તેમજ પતિ સુખેથી સૂઈ શકે એવા ઈરાદાથી એક જીર્ણખાટલો પણ સાથે આપ્યો. (૨૦-૨૧)
0.
પ્રભાત થતાં કૃતપુણ્ય નિદ્રામાંથી જાગૃત થયો ત્યારે ચારે સ્ત્રીઓએ કહ્યું, “ આ ધન યૌવન તમારું જ છે. તેને તમે ભોગવો.’’(૩૧)