________________
૪૦૩
ઉપમા અલંકારઃ ૧. ધન યૌવન રે મદ ભરિમાતુ હાથીઉ (૨)
પૂરબહાર ખીલેલું યૌવન સૌંદર્ય તેમજ લક્ષ્મીની મહેરથી કૃતપુણ્ય મદોન્મત્ત હાથી જેવો શોભતો હતો. ૨. સુંદર સુપરતિ સોહ એ (૩)
ગણિકાના નયન મનોહર લાવણ્યને કામદેવની પત્ની રતિ સાથે ઉપમિત કર્યું છે. ૩. રુપ અમારી દેવ કુમરી ગંગ ગવરી દીપતી (૩)
સૌંદર્યમાં રૂપવતી ગણિકા કામદેવની પત્ની રતિ, ગંગા અને પાર્વતી જેવી દિવ્યસ્વરૂપા હતી. ૪. સારવાઇ સાન કરી રે, અનુક્રમિ કાઢિઉ તેહ; ઝાબકિતેહ દેખાડિ, ઠાર તણુ જિમ બેહોરે (૧૦)
કચરો વાળવાના બહાને કૃતપુણ્યને ઠેઠ ઊંચી હવેલીમાંથી ખડકી સુધી લાવવામાં આવ્યો ત્યારે તે તૂટી પડેલી મોતીની માળાની જેમ ભાંગી પડયો. ૫. ખાડખણી ખેપુપરી ઉપાડી એહ (૨૦).
વૃદ્ધાએ પોતાના પુત્રના મૃતક દેહને ધૂળની જેમ તુચ્છ સમજી ઉપાડીને ખોદેલા ખાડામાં નાંખ્યો. ૬. દિનકર દીસઇદીપતુ, તિમતરૂણી પરે તે તેજ અપાર કિં(૩૨)
- સૌંદર્યવાન યુવાન સ્ત્રીઓનું તેજઝગારા મારતા સૂર્ય સાથે તુલનીય છે. છે. રુપઇં રંભા જિસી ભામા, ભામિનિ ભદ્રક એહ; (૩૩)
ભોળી ભામિની રૂપમાં રંભા જેવી દિવ્યસ્વરૂપા હતી.
ઉભેક્ષા અલંકારઃ ૧. રખે! રાઉલિયન લીઇ, નહી સુતા કાંઇ (૨૫) ૨. ઠવીય મૂરતિ યક્ષ જાણે કયવન્તુ હુઇ જિસુ (૪૦) ૩. નિજ નરદેખી નયન વિકસ્યાં, જાંણે મેહ વૂઠઉ અમી (૪૮)
અચાનક પોતાના પતિને જોઈને ચારે સ્ત્રીઓ હરખઘેલી બની. તે દર્શાવવા અમૃત વૃષ્ટિના મેઘની સુંદર ઉભેક્ષા કવિએ વ્યંજિત કરી છે.
યમક અલંકાર : ૧. ભણી ગણી ગુણવંત હૂયો (૧) ૨. દિન દિન વાઘઈ કલા સાધઈ (૧) ૩. નયર આખઈ ભાખઈ દાખઈ દેઉલ આવયો(૪૦)