________________
૩૯૪
દર્શાવવા આ પ્રમાણે બીજો પડહ વગડાવવાની વાત કવિશ્રીએ કથાપ્રવાહમાં વહેતી મૂકી છે. ૪૫. યક્ષપૂજન માટે આવેલી પાંચે સ્ત્રીઓ યક્ષપૂજનની સામગ્રીરૂપે લાડુ, લાપસી અને ચંદન લાવી.
(૨૪૩) ૪૬. વૃદ્ધાએ પકડાઈ જવાના ભયથી માનતા માની કે, “જો એ દેવ ન હોય પરંતુ પેલો કૃતપુણ્ય જ હોય.
તો ઘરે જઈ ચોખ્ખા ઘીનો દીવો કરીશ. (૨૪૪)
કવિશ્રીના સમયમાં આપત્તિકાળમાં કુળદેવતા કે કુળદેવીને ધૂપ-દીપ કરવાની અને માનતા માનવાની પ્રથા વિશેષ પ્રમાણમાં પ્રચલિત હશે. સમાજમાં મિથ્યાત્વ અને અંધશ્રદ્ધાની પ્રબળતા.
હશે તેવું જણાય છે. ૪૦. વૃદ્ધાને જીવનનિર્વાહ માટે એક લાખ રૂપિયા આપ્યા. (૨૬૧)
કવિશ્રીના સમયમાં વ્યવહારમાં રૂપિયાનું ચલણ હશે તેવું જણાય છે. ૪૮. શ્રેણિક રાજાની પુત્રીનું નામ લીલાવતી હતું. (૨૬૨) ૪૯. સોહાસણિને પટ્ટરાણી તરીકે સ્થાપિત કરવામાં આવી. (૨૬૩) ૫૦. કૃતપુણ્યએ પૂર્વભવમાં ખીરની થાળીમાં ત્રણ લીટી કરી મુનિરાજને વહોરાવી, તેથી ત્રણ વાર
અંતરાય આવી. (૧) ગણિકાએ ઘરમાંથી કાઢયો. (૨) સોહાસણિએ વ્યાપાર માટે દરિયાપર મોકલ્યો. (૩) વૃદ્ધાએ પુત્ર બનાવી ઘરમાં રાખ્યો પરંતુ સ્વાર્થ સરતાં તેને ઘરમાંથી બહાર કાઢયો.
(૨૬૫-૨૬૬) ૫૧. પ્રભુના સાંનિધ્યમાં નિજ સ્વરૂપ પરનો પડદો ઊંચકાયો. યથાર્થ સ્વરૂપે પ્રગટ થયું. સંયમ અને
તપના પ્રભાવથી કૃતપુણ્ય મુનિ મૃત્યુ પામી દેવગતિમાં ગયાં. દેવગતિનું આયુષ્ય પૂર્ણ કરી
મહાવિદેહ ક્ષેત્રમાં જઈમોક્ષ પામશે. (૨૦૮-૨૦૯) પ૨. કવિશ્રીએ ગંગદત્ત (પૂર્વભવ), કૃતપુણ્યનો ભવ, દેવ ભવ અને મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યા
(આગામી ભવ) એમ કુલ ચાર ભવનો ઉલ્લેખ કર્યો છે. આ રાસ ભરફેસરની બાહુબલિની વૃત્તિ' અને આવશ્યકસૂત્રની વૃત્તિ'ના આધારે રચાયો છે. એવું કવિશ્રી રાસની અંતિમ પંક્તિઓમાં ટાંકે છે.