________________
૬.
રૂપક અલંકારઃ
૧. મૃગનયણી અને કમલનયન.(૮૨)
૧.
અતિશયોક્તિ અલંકાર :
મદનમંજરીનું મુખ દેખી રે, ગયો ચંદ મૃતલોક ઉવેખી રે. (૮૦) મસ્તગ વેણી લાંબી કાલી રે, ગયા પાતાલિં નાગ નિહાલી રે.(૮૧)
મદનમંજરીની તેજસ્વી મુખમુદ્રા જોઈ ચંદ્ર પણ મૃત્યુલોક છોડી ચાલ્યો ગયો અને તેનાં કાળાં, ભમ્મર અને લાંબા કેશકલાપ જોઇ નાગ પણ પાતાળ લોકમાં ચાલ્યો ગયો.
ચિત્ત ચાલઈ ભરતારનઈં, જાણું રામ સીતાય રે (૧૮૦)
પ્રિયતમા પ્રિયતમના ચિત્તને એવી અનુસરતી હતી, જાણે રામને અનુસરતી સીતા!
૩૮૫
૨. રાતાં તલવા નિં નખ રાતાં રે, મોહી રહ્યાં મૃગ વાટઈ જાતાં રે.(૮)
મદનમંજરીના પગની પાની અને નખ લાલ ચટક હતાં. તેની સુંદરતાને જોઈ રસ્તે ચાલતાં મૃગો મોહિત થઈ જતાં.
કહેવતો/ રૂઢિપ્રયોગો
૧. દીધો ચાંદા ઉપરિ ઘાય રે (૪૯) : દુ:ખમાં વધારો થવો.
ગંગા પ્રથમથીજ વિધવા થઈ હતી અને તેમાં પુત્રનું અકાળે મૃત્યુ થતાં જાણે કોઈએ ચાંદા પર પ્રહાર ન કર્યો હોય એમ અપાર દુ:ખ થયું.
૨.
હાથ ઘસંતી (૧૬૦) : પસ્તાવો કરતી
સોહાસણિ પુત્રને લઈ સાર્થમાં ચારે બાજુ ફરી વળી પરંતુ પતિના કોઈ સમાચાર ન મળ્યા ત્યારે હાથ ઘસતી પાછી ફરી.
3. હાથ ચડયો (૧૬૮) : મહામહેનતે ભેટો થવો
મોકલ્યા.'
૪.
સોહાસણિએ પસ્તાવો કરતાં વિચાર્યું, ‘બાર વર્ષ પછી હાથ ચડેલા પતિને મેં સ્વયં પરદેશ
વિણઠી વેલા(૨૫૫) : ખરાબ સમય પસાર થઈ જવો.
વૃદ્ધાએ ચારે સ્ત્રીઓને કહ્યું, ‘‘હવે વેળા વિણસી ગઈ છે, તમે આગંતુકની નવોઢા બની તેની સાર સંભાળ કરો.''
૧.
વર્ણનાત્મક શૈલી :
ઘીના વ્યાપારી મહીપતિ શેઠના સ્વરૂપનું લાક્ષણિક વર્ણન : (૧૪.૨-૧૬.૧)
ઘીના વ્યાપારીનો મેલોઘેલો વેષ, ગંધાતું માથું જોઈ લોકો તેમની દુર્ગંધથી દૂર રહેતા હતા.