________________
૩૮૪
મરૂદેવા માતાના પુત્રનું મુખ પૂનમના ચંદ્રમા જેવું તેજસ્વી હતું અને શરીરનો વર્ણ સુવર્ણ જેવો પિત્ત(પીળો) હતો. પુનમનો ચંદ્ર આછો પિળો પણ તેજસ્વી હોય છે, તેમ ભગવાન હષભદેવના મુખ અને દેહના વર્ણને અનુક્રમે ચંદ્ર અને સુવર્ણ સાથે ઉપમિત છે. ૨. ખીર નહી કાંઈ હેમ સમાન (૪૧)
બાળકના રડવાનો અવાજ સાંભળી પાડોશણો બહાર આવી. ગંગદત્તના રડવાનું કારણ જાણીને પાડોશણે કહ્યું, “ખીર સુવર્ણ જેટલી કિંમતી નથી કે તું બાળકને રડાવે છે?”
અહીં પાડોશણની પરોપકારવૃત્તિ અને બાળક પ્રત્યેની વાત્સલ્યતા નજરે ચડે છે. કાને ઝાલિંઝબુકઈ દોયો રે, રવિમંડલ સરીખાં તે હોયો રે.(૮૧) અધર અનોપમ જિમ પરવાલી રે.(૮૨) નાગકુમારી રંભા તોલઈ રે.(૮૩) જંઘા જેની કદલી થંભોરે.(૮૫)
મદનમંજરીએ કાનમાં પહેરેલી ઝાલિ સૂર્યના તેજ જેવી ચમકતી હતી. તેના લાલ ચટક હોઠ પરવાળા જેવાં હતાં. તેનું સૌંદર્ય દિવ્યસ્વરૂપા નાગકુમારી અને રંભાની તોલે આવે તેવું હતું, તેના પગ કદલી સ્તંભ જેવાં પાતળાં હતાં. આમ, મદનમંજરીનું અંગવર્ણન કરતાં કવિશ્રીએ સુંદર ઉપમાઓ પ્રયોજી છે. ૪. ચંદ્ર ચિંબ સરીખો કઈવન્નો, લેઈ ઉપાડ્યો ત્યાંહિં (૧૪૫).
ચંદ્રના બિંબ સમાન તેજસ્વી મુખાકૃતિવાળા પુરુષને ઉપાડી ચારે સ્ત્રીઓ ચાલવા માંડી. ૫. જલ વિણ મીના પરિ તડફડતી (૧૬૮)
કૃતપુણ્યના વિયોગમાં ચારે સ્ત્રીઓ જળ વિનાની માછલીની જેમ તરફડવા લાગી. વિહ્વળ. પ્રેમી પંખીડાને એકલતાનાં ડંખ વાગતાં હતાં, તેવું દર્શાવવા સુંદર ઉપમા નિરૂપી છે.
ઉભેલા અલંકાર : ૧. સિર તિલક બનાવ્યુંસાર, જાણે મહીપતિનો અવતાર! (૧૫)
શ્રીપતિ શેઠે મસ્તકે મોટુંતિલક બનાવ્યું, જાણે સાક્ષાત્ ઈંદ્રનો અવતાર! ૨. જાણું ઈન્દ્ર તણો અવતારો રે, જેહના સુખતણો નહીં પારો રે. (૨)
કૃતપુણ્યએ કિંમતી વેશભૂષા ધારણ કરી, ગળામાં અમૂલ્ય રત્નનો હાર પહેર્યો. તેની શોભા અનુપમ હતી જાણે ઈન્દ્રનો અવતાર જોઈ લ્યો! ૩. ચીત્રાલંકી જાણો રંભો રે.(૮૫) ૪. છાનો રાખ્યો રાજા માટઈં, રખે! કરઈધન હરણ (૧૪૪) ૫. રખે! નગરનો પંથ નિહાલઈ એહ (૧૫૫).