________________
૩૬૫
છઠઉં ગુણ ડીલઇ નીરોગ, જસુ દરિસિંણ કોહસઇ ન લોક;
વિયનઉ સતમ ગુણમનિ લેહ, કન્યા તાત જોઈ ગુણ એહ. ૨. ગુણવાન, કુવચનનો ત્યાગ, કપટલીધા વિનાનો નિ:સ્વાર્થ પ્રેમ, નિર્ધન અવસ્થામાં કુનેહપૂર્વક ઘરસંસારનું સંચાલન કરવું, કુળવંતી, પતિની ચિંતા કરનારી, સ્નેહ ધરનારી; આ ઉત્તમ નારીના લક્ષણ વસ્તુ છંદ દ્વારા કવિશ્રીએ આલેખ્યાં છે. (૧૨)
નારિ ઉત્તમ, નારિ ઉત્તમ, નારિ ગુણવંતી, કુવચન મુખિભાખઇ નહી; નેહ છેહ નવિ કિમઇ દોષઇ, સુઘરણિ ઘરિ જોઇ હોઇ; જિમ તિમ ઘરિસૂત્ર રાખ, ધન વિણાસઇ જઇ આગમણિ;
જિણિ દિણિ નાહસુચિત કુલવંતી, લખણ ઇસ્યાં તવ બહુનેહ ધરંતિ. ૩. કોઈ વૃદ્ધા સ્ત્રી પોતાની ચાર પુત્રવધૂઓ સાથે મળીને મધ્યરાત્રિએ કોઈ નવયુવકની ચોરી કરી પોતાના મહેલમાં લાવી, તે પ્રસંગે નીચેની પંક્તિઓમાં રૌદ્રરસ પૂર્યો છે. (૧૩૦-૧૪૧)
થ્યારિ વહૂઅર આગલિ કરી, પૂઠઇ ચાલી સીહણિ પાખરી; તેહ આગલિન સકઇ ઉસસી, કડછઉ બંધવિડોકરી ધસી. તાસુ ચરિત મનમાંહિ હસી, જુપ્રિીતી વડાંની કિસી; ચાલી ચઉ પદમણિ ચઉ સાલ, મોટી મોટી ભરતી ફાલ. કર્મઇ તાણી લીધી તિહાં, કઇવન્નઉપોઢિઉ છછ જિહાં; એ મતિ ડોકરિનઇ કુણિદીધ?સાર ફેર સવિ કમ્પંઇ કીધ. “વેગા ધાઉ કોઈ દેખસઇ, કાચઇ ચિત્ત ન કાંઈ હુસ્યઈ; ઉપાડીઉ રે વેગિઈ કરી, ચોરી કબ આવઇ પાધરી” ચિહુ થઇ ઉપાડ્યાઉ ખાટ, ડોકરિ સેસઇ આગલિ વાટ;
નીદ્રઇનવિ જાણવું કઇવન, મંદિરિપુહતુ કીધઉ પુન્ન. ૪. ચારે સ્ત્રીઓ સાથે કૃતપુણ્ય દેવલોક જેવાં દિવ્ય સુખો ભોગવી રહ્યો હતો. આ પ્રસંગને કવિશ્રીએ ઉપમા, ઉભેક્ષા અને અંત્યાનુપ્રાસ અલંકારથી મઠાર્યો છે. અહીં શૃંગારરસની છાંટ જોવા મળે. છે. (૧૫૧-૧૫૪)
નારી પ્રેમજી ભીંજઇ એ, પ્રીયતણો ગુણે રીઝઇએ; કીજઇ એ જી જી આય સનેહ નઇ એ, પાયતણા તિહિ ઠમકલા; છયલ પણઇવલિ છમકલા, ચમકલા ચતુર પણઇને ચાલવઇ એ. કરિ કંકણ રણકાવઇ એ, સિરિ વેણી લટકાવઇ એ; ગાવઇ એ કોઇલિસરિ રણકંતી એ, દંત (પં)ક્તિ હસી ભેલવઇ; અમીય વાણિમુખિ કેલવઇ, હેલવઇ ઘુંઘટડઇમુખિનિરખતી એ. લોયણ લહકઇ જોવતી, ભારઇ હરિણ હરાવતી એ; ભાવતી વાત કરઇ સવિ મન તણી એ, રમિઝમિરમિઝમિનેઉરી; ઘમકાવઇ વલિ ઘૂઘરી, અવતરી રંભા જાણે મહીયલઇ એ. મહકઇ ઉરિ કસતૂરડી, કરિ નવરંગિત ચૂડલી;