________________
૩૫૮
પ્રકરણ : ૪ કવિ પરિચય, સાહિત્યિક મૂલ્યાંકન અને કથા અંશોમાં પરિવર્તન
૧. કવિ શ્રી પદ્મસાગરસૂરિ કૃત કયવન્ના ચતુષ્પદી • પ્રસ્તુત ચતુષ્પદીના કર્તા "મમ્માહડ ગરચ્છના મતિસુંદરસૂરિ (સં. ૧૫૫૯)ના શિષ્યો પદ્મસાગરસૂરિ છે. કૃતિના પ્રારંભમાં કવિશ્રીએ પોતાના ગુરુ અને ગરચ્છનો ફક્ત નામોલ્લેખ કર્યો છે પરંતુ ગુરુપરંપરાનો પરિચય જોવા મળતો નથી.
| મંગલાચરણના પ્રથમ દુહામાં કવિશ્રી સરસ્વતી વંદનાની સાથે સાથે પોતાના ગુરુની સ્તવના કરી ચોપાઈનો પ્રારંભ કરે છે.
મમ્માહડ ગછિ ગુણ નિલઉ, શ્રી મતિ સુંદર સૂરિ;
પદ્મસાગર સૂરિ સીસુતસુ, પભણઈ આણંદ પૂરિ (૦૨) પ્રસ્તુત કૃતિનો રચના સાલ દર્શાવતાં કવિશ્રી કહે છે.
દાન ઉપરિ કઇવન ચઉપઇ, સંવત પનર ત્રિસ(5)ઈ એ હુઈ;
ભાદ્રવી વદિ આઠમિરવિવારઈ, આણંદઈમનિ આણિ (૩૦૮) હસ્તપ્રત (ક) અને (ખ)માં કૃતિનો રચના સાલ સમાન નથી. પ્રત (ક)માં રચના સંવત ૧૫૩૦ બતાવેલ છે જ્યારે પ્રત (ખ)માં સંવત ૧૫૬૩છે.
જૈન ગુર્જર કવિઓ ભાગ-૩ અને જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ (પારા-૦૦૬, પૃ.-૩૪૬)માં કૃતિનો રચના સંવત ૧૫૬૩છે તેથી અહીં સંવત ૧૫૬૩ને મુખ્યતા આપી છે.
સંભવ છે કે લહિયા દ્વારા (ઠ) શબ્દ ઉમેરવાનો રહી ગયો હોવો જોઈએ. પદ્મસાગર સૂરિ દ્વારા કયવન્નાશેઠ ચોપાઈ' સંવત ૧૫૬૩, ભાદરવા વદ ૮, રવિવારે રચાયેલી છે. • અભ્યાસની કૃતિની પુષ્પિકામાં “દાન ઉપરિ કઇવન્ન ચઉપઇ” (કડી-૩૦૮) એવો ઉલ્લેખા કવિશ્રી એ કર્યો છે. દાનનું માહાસ્ય દર્શાવતી આ ચતુષ્પદીમાં ચોપાઈ, દુહા, વસ્તુ જેવા છંદો; છાહુલી અને વિવાહલી જેવી દેશીઓ એકબે જગ્યાએ પ્રયોજાયેલી નજરે ચડે છે.
૧. મમ્માહડ - મડાહડીય કે મડાહડા ગચ્છ (સં. ૧૩૩૫) નામથી પ્રસિદ્ધ થયો છે. આ ગચ્છ મંડાર ગામથી નીકળ્યો છે. વડગચ્છની સંવિજ્ઞ વિહારી શાખાના આચાર્ય વર્ધમાન સૂરિના શિષ્ય આચાર્ય ચક્રેશ્વરસૂરિ આ ગચ્છના સંસ્થાપક છે. સમય જતાં મડાહડ ગચ્છમાંથી સત્નપુરા, જાખડિયા, જાલોર વગેરે શાખાઓ નીકળી. ૨. તપગચ્છના વિજયદાનસૂરિના શિષ્ય દેવવિજયે મરૂસ્થલિના શ્રીમાલપુરમાં શ્રી હેમચંદ્રાચાર્યના ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર'નો આધાર લઈ સંસ્કૃત ગધમાં “રામચરિત્ર' (પદ્મચરિત્ર) એટલે “જૈન રામાયણ’ રચ્યું, જે પદ્મસાગરે શોધ્યું. (જૈ.સા.સ.ઈ. પારા- ૮૬૯, પૃ.-૩૮૬)
પાસાગરસૂરિની અન્ય બે કૃતિઓ પ્રાપ્ત થાય છે. (૧) લીલાવતી સુમતિવિલાસ રાસ (સં.૧૫૬૩) (૨) સ્થૂલભદ્ર અઠાવીસો (સં. ૧૫૬૩)