________________
૩૫o
૧૧. પદાજો આવતા 'જી', “રે’, ‘એ' જેવા પાદપૂરકો જ્યાં છૂટી ગયા છે, ત્યાં ઉમેર્યા છે. કવિ શ્રી.
કષભદાસજી, શ્રી ગંગારામજી અને શ્રી જિનકુશલસૂરિજીની હસ્તપ્રતમાં આ પ્રમાણે સુધારો કર્યો
છે. ૧૨. પ્રચલિત દેશીઓના રાગ જૈન ગૂર્જર કવિ ભાગ- ૮માંથી લઈને( )માં ઉમેર્યા છે. ૧૩. સામાન્ય જોડણીના કે અનુસ્વારના પાઠભેદો પાઠાંતરમાં સમાવ્યા નથી. સ્પષ્ટ લેખન દોષ અથવા
ભ્રષ્ટપાઠજણાયાતે સુધારી લીધા છે. શબ્દભેદ ‘પાઠા' કરીને એક પત્રમાં નીચે મૂક્યો છે. ૧૪. મૂળ હસ્તપ્રતમાં પાછળથી હાંસિયામાં ઉમેરાયેલી દેશીઓ અહીં મુદ્રિત પાઠમાં જ સમાવી લીધી છે.
દા.ત. શ્રી દિપ્તિવિજયજીની હસ્તપ્રતમાં બધી જ દેશીઓ પાછળથી ઉમેરાઈ છે. જેને સંપાદકે ઢાળ
સાથે( )માં લઈ લીધી છે. ૧૫. કૃતિમાં આવેલા અન્ય ગ્રંથોના સંસ્કૃત, પ્રાકૃત વગેરે ભાષાબદ્ધ સુભાષિતોમાં વ્યાકરણિક ક્ષતિઓ
દૂર કરવા શક્ય પ્રયત્ન કર્યો છે. જ્યાં પધ ક્ષતિબહુલ હતી ત્યાં સુધારવું શક્ય ન હોવાથી યથાવત્ રહેવા દીધું છે.