________________
૩૫૪
૧૬. અજ્ઞાત કૃત કયવન્ના સજ્ઝાય
આ કૃતિની હસ્તપ્રત શ્રી કૈલાશસાગરસૂરિ જ્ઞાન ભંડાર, કોબા - અમદાવાદથી પ્રાપ્ત થઈ છે. પ્રત ક્રમાંક - ૨૮૨૯૮, કુલ પત્ર- ૨ (૪૮A, ૪૯), પ્રતનું માપ – ૨૮ X ૧૨ સે.મી. પ્રતિ પત્ર ૧૫ પંક્તિ છે. પ્રતિપંક્તિમાં ૫૦ થી ૫૨ અક્ષરો છે.
પ્રતમાં જમણી અને ડાબી બાજુ ૧ ઈંચનો હાંસિયો છે. આ હાંસિયામાં ખૂટતો પાઠ ઉમેર્યો છે. વધારાનો શબ્દ દૂર કરવા તે શબ્દ ઉપર ||| આવી નિશાની કરી છે. છેલ્લા પત્ર ઉપર બન્ને બાજુની ખાલી જગ્યામાં ‘X’ નિશાની કરી ખૂટતો પાઠ ઉમેર્યો છે.
આ પ્રતના અક્ષરો મધ્યમ કદના અને સુવાચ્ય છે. પત્ર ૪૮A, પર પ્રથમ પાંચ પંક્તિઓમાં અક્ષરો થોડા નાના અને બાજુ બાજુમાં છે. આ પાંચ પંક્તિઓમાં સાધુહંસકીર્તિએ ‘ધર્મ વિશેની સજ્ઝાય’ લખી તેની પૂર્ણાહુતિ કરી જણાય છે. ત્યાર પછી ‘કયવન્ના સજ્ઝાય'ની શરૂઆત થાય છે. તેથી અહીં મંગલાચરણનો પ્રયોગ કર્યો નથી.
પ્રત પ્રારંભ : રાનગ્રહીનયરીનવ નોયન...|
પ્રતના અંતે રૂતિ યવનાનૂ ચરિત્ર ૠષિ સંધાય પડનાર્થ । શુક્ષ્મમવતુ ।।
:
ત્યાળમસ્તુ।।
આ હસ્તપ્રત સંઘના વિદ્યાભ્યાસ માટે કોઈ મહાત્માએ લખી છે તેવું પુષ્પિકા દ્વારા જણાય છે.
૧૦. અજ્ઞાત કૃત કયવન્ના બાલાવબોધ
શ્રી ચન્દ્રસાગર સૂરીશ્વર જૈન જ્ઞાનમંદિર - ઉજ્જૈનથી મળી છે.
પ્રત ક્રમાંક - ૧૬૦૮, પ્રતનું માપ - ૨૯૪૧૫.૫ સે.મી., કુલ પત્ર - ૬, પ્રતિ પત્ર ૧૩ અથવા ૧૪ પંક્તિઓ છે. પ્રતિ પંક્તિઓમાં ૩૦ થી ૩૨ અક્ષરો છે. અક્ષરો મોટા અને છૂટાં છૂટાં છે.
પત્ર નં. ૧A, ૧, ૨A, ઉપર મધ્યમાં ચોરસ જગ્યા છોડેલી છે. આ જગ્યા ખાલી રાખવામાં આવી છે. ત્યાર પછી પત્ર નં. ૨ થી ૬માં સળંગ લખ્યું છે. ખૂટતા પાઠોને ‘X’ અથવા ‘X’ કે ‘\\ //’ આવી નિશાની કરી હાંસિયાની ખાલી જગ્યામાં ઉમેર્યા છે.
પ્રત પ્રારંભઃ ।।૬૦।।વેંદ્ર ।।ગાથા ।।
પ્રતના અંતે : કૃતિ શ્રી જ્ઞાના વાતાવવોધે ચવાની વથા સંપૂર્ણમ્ ।। શ્રી વિવેવ્ઝ તપીત ।।શ્રી સાંતા... (ત્યાર પછીના શબ્દો ઉકેલાતા નથી.)
૧૮. અજ્ઞાત કૃત કયવન્નાશેઠની કથા (મારૂગુર્જર)
આ પ્રત શેઠ આણંદજી કલ્યાણજી જૈન જ્ઞાનભંડાર- લીંબડીમાંથી મળી છે.