________________
૩૪૪
शुभसागरेण || श्री भुजपुर मध्ये || पं. सागर श्री १०५ श्री अर्जुनजी आत्मार्थे । लेखल पाठक्योः चिरंजीया Tીશ્રી II
શ્રી શુભસાગર નામના મહાત્માએ ભુજપુર ગામમાં પોતાના શિષ્ય અર્જુનસાગર મુનિના અભ્યાસ માટે આપ્રત લખી છે. श्लोक: तैलाद्रक्ष्ये जलाद्रक्ष्ये द्रक्ष्येच्छिथलबंधनात्।
परहस्तगताद्रक्ष्येदेवं वदति पुस्तिका ||१||
આ પુસ્તક એમ કહે છે કે-મારૂં તેલથી રક્ષણ કરજો (પુસ્તક ચીકણું ન થાય). વળી ઢીલા બંધનથી બંધશો નહીં (વ્યવસ્થિત પેકીંગ કરવું જેથી જીવાત ન જાય) અને બીજા (મિથ્યાત્વી કે અજ્ઞાની)ના હાથમાં જાય નહીંતે રીતે રક્ષણ કરજો.
૧૦. જયરંગમુનિ કૃત કયવન્ના રાસ (સં. ૧૦૨૧)
આ મુદ્રિત કૃતિની ૨૦ હસ્તપ્રતો મળી છે. જેમાંથી ઉપયોગમાં લેવાયેલી ૫ હસ્તપ્રતની માહિતી નીચે પ્રમાણે છે.
(ક) આ હસ્તપ્રત પુણ્યવિજયજી જ્ઞાન ભંડાર- લીંચની છે. જેનો ડાભડા ક્ર.-૧૫, ગ્રંથ ક્ર.- ૧૯૪ છે.
આ પ્રતના કુલ ૨૩ પત્રો છે. પ્રતિપત્ર પર ૧૪ પંક્તિઓ છે. પત્ર નં.- ૨૨ અને ૨૩માં અનુક્રમે ૧૨ અને ૧૧ પંક્તિઓ આલેખાયેલી છે. પ્રતિ પંક્તિમાં ૪૦ થી ૪૫ અક્ષરો છે.
અક્ષરો મોટા અને સુવાચ્ય છે. પ્રતની સ્થિતિ સારી છે. લખાણ અત્યંત સુઘડ અને સ્વચ્છ છે. કોઈ કોઈ પત્રમાં સામેના પત્રની શાહી લાગી છે. ક્યાંક અક્ષરો ફૂટયા પણ છે.
દરેક૫ત્રમાં બન્ને બાજુદોઢ ઈંચ જેટલો હાંસિયો છે. આ હાંસિયામાં ખૂટતો પાઠડાબી બાજુ ' (કાકપદ) આવી નિશાની કરી લખાયો છે. વધારાના અક્ષરો ભૂંસવા સફેદો લગાડેલો છે.
પ્રતની આદિ: TI૬૦નાશ્રી ગુરુમ્યોનમઃTીથી થઈ છે.
પ્રતના અંતે તિ શ્રી યગ્ન રાસ સંપૂર્ણ સંવત્ ૧૭૮૨ માસ, માદ્રવી સું. ૦રૂ વિને, ગતી31 प्रहरे लिपिकृतं, पंडित श्री १०८ श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री लालविजयजी शिष्य पं. श्री सुमतिविजयजी तशिष्य मु. गौतमविजय लिपिकृतं। श्री रस्तू।।
આ હસ્તપ્રતનું લિપિકરણ મુનિ ગૌતમવિજયજીએ કર્યું છે. જે પંડિત શ્રી લાલવિજયજી - પંડિત શ્રી સુમતિ વિજયજીના શિષ્ય છે.
આ હસ્તપ્રત મૂળ હસ્તપ્રત પરથી ૬૧ વર્ષ પછી નકલ થઈ છે.
(ખ) આ પ્રત શ્રી મહાવીર જૈન વિદ્યાલય પુસ્તકાલય - મુંબઈથી મળી છે. જેનો ડાભડા નં. ૫૧૪, પત્રા સંખ્યા -૧૮,પ્રતિ પત્રમાં ૧૦ પંક્તિઓ છે. અંતિમ પૃષ્ઠ પર પાંચ પંક્તિઓ છે.