________________
३४०
૬. કલ્યાણરત્નસૂરિજી કૃત કયવન્ના શેઠની ચોપાઈ (સં. ૧૬૦૦)
આ કૃતિની એક હસ્તપ્રત શ્રી વિજયનેમિ વિજ્ઞાન ક જ્ઞાન મંદિર, શ્રી આણાસૂરગચ્છ જ્ઞાનભંડાર, સુરત થી પ્રાપ્ત થઈ છે.
ડાભડા નં - ૧૧૬, ગ્રંથ નં – ૩૧૪, પ્રતનું માપ = ૨૦.૫ × ૧૨.૫ સે.મી. છે. પ્રતિ પત્ર ૧૩ પંક્તિઓ છે. ૪૫ થી ૪૮ અક્ષરો છે.
અક્ષરો પ્રમાણમાં મધ્યમ છે. પ્રતની સ્થિતિ નાજુક છે. પત્ર નં-૨ અને ૩ના કેટલાંક પાઠો ઉખડી ગયાં છે. પ્રતના ખૂણાઓ ખંડિત થયાં છે. પત્ર નં ૧A, ૨ ઉપર સફેદો લગાડી વધારાના અક્ષરો ભૂંસી નાખ્યા છે.
પ્રતના અક્ષરો મોટા હોવાથી પઠનમાં સુવિધા રહે છે પરંતુ ખંડિત પાઠ મેળવવો મુશ્કેલ બને છે છતાં શક્ય એટલી તકેદારી રાખી પાઠ મેળવવાનો પ્રયત્ન કર્યો છે.
પત્રના મધ્યમાં ક્રમાંક ૧A, ૧,૨A, અને ૨ માં વચ્ચે ચોખડું દોરેલું નથી પરંતુ એવા આકારમાં વચ્ચે ખાલી જગ્યા છોડી દીધી છે. આ ખાલી જગ્યામાં ચારે ખૂણે એક એક અક્ષર લખ્યો છે પરંતુ 3A, અને ૩ નંબરના પૃષ્ઠ ઉપર આવી કોઈ યોજના થઈ નથી. ત્યાં સળંગ લખાણ લખ્યું છે. સંભવ છે કે આ બંને પત્રો લહિયા દ્વારા લખાયા હોય, જેને મધ્યમફુલ્લિકાની આવડત ન પણ હોય.
આ પ્રતની બન્ને બાજુ ફક્ત પોણા ઈંચનો હાંસિયો છે. જેમાં પત્ર ક્રમાંક (ડાબી બાજુના હાંસિયામાં નીચેની જગ્યાએ) લખ્યો છે અને ખૂટતા પાઠોની પૂર્તિ કરવામાં આવી છે.
આ પ્રતમાં દંડનો પ્રયોગ થયો નથી. કડી ક્રમાંક નિયમિત છે. પંક્તિનો અંતે ખાલી જગ્યા પૂરવા‘|’ નિશાની કરી છે.
પ્રત પ્રારંભઃ ।।૬।। શ્રીસરસ્વત્યેનમઃ।। થી પ્રારંભ થયો છે.
પ્રતના અંતે : કૃતિ વયવન્ના ૠષિ સાય સંપૂર્ણ11 શ્રી ત્યાનરત્નસૂરિ શિષ્ય શ્રી धर्मरत्नसूर लिखितं मुनि रामरत्न पठनार्थ || श्री । ।
આ હસ્તપ્રત શ્રી કલ્યાણરત્નસૂરિના શિષ્ય શ્રી ધર્મરત્નસૂરિએ પોતાના ગુરુભાઈ (અથવા શિષ્ય) શ્રી રામરત્ન મુનિના અભ્યાસ માટે લખી છે. અર્થાત્ આ હસ્તપ્રત શ્રી કલ્યાણરત્નસૂરિના લખેલી હસ્તપ્રતનું લિપ્યાંતર તેમના જ શિષ્ય ધર્મરત્નસૂરિએ પોતાના શિષ્યની જ્ઞાનવૃદ્ધિ માટે લેખી છે, એવુંપુષ્પિકા પરથી જણાય છે.
અહીં એવું પણ કહી શકાય કે આ હસ્તપ્રત ધર્મરત્નસૂરિએ જ લખી હોવી જોઈએ. જેમણે પોતાનું નામ ‘કયવન્ના ચોપાઈ'માં ન ટાંકતાં ગુરુનું નામ જોડયું હોય. આ કવિની અન્ય હસ્તપ્રતો ન મળતી હોવાથી ચોક્કસ કહી શકાતું નથી. જો ધર્મરત્નસૂરિ એ જ ‘કયવન્ના શેઠની ચોપાઈ' લખી હોય તો આ પ્રત તેમની જ હસ્તલિખિત પ્રત ગણાય છે.