________________
૩૩૮
પત્રની બન્ને બાજુ એક ઈંચનો હાંસિયો છે. તેમાં ડાબી તરફ પત્ર ક્રમાંક છે. આ પ્રતમાં ક્યાંય ખૂટતાપાઠો પાછળથી ઉમેરાયા હોય તેવું નજરે ચડતું નથી. એકંદરે આ પ્રત અતિ ઉત્તમ છે.
પ્રત પ્રારંભ : ||૬| નમઃ ||વરૂપા
પ્રતના અંતે તિ શ્રી વયેવન્ની વડપર્ફસમાપ્તઃ સિદ્વિતં પંડિત હિમોડયાના સુકાવવા देवगुरु भक्तिकारिका श्राविका वीरो पठनाय || ग्रंथाग्रंथ १८७ || श्री रस्तु || कल्याणमस्तु ।।
આ પ્રત પંડિત મહિમહોદયગણિએ લખી છે. દેવ અને ગુરુની ભક્તિ કરનાર સુશ્રાવિકા વીરાનાં અભ્યાસ માટે લખી છે.
૩. કવિશ્રી દેપાલ કૃત કયવન્ના વિવાહલઉ (૧૬ મી સદી) પ્રાચીન ગુર્જર કાવ્ય સંચયમાં આ કૃતિ પૃ. ૧૦૧, ૧૦૨માં મુદ્રિત છે.
૪. કવિ બદષભદાસજી કૃત કયવન્ના શેઠનો રાસ (સં. ૧૬૨૧)
આ કૃતિની બે હસ્તપ્રત પ્રાપ્ત થઈ છે. (ક) શેઠ લાલાભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર- અમદાવાદ, (ખ) શ્રી ગોડીજી જૈન જ્ઞાન ભંડાર, પાયધુની - મુંબઈ.
(ક) પ્રત ક્ર.- ૧૮૧૬૮, પ્રતનું માપ- ૨૪.૫x૧૧ સે.મી. છે. કુલ પત્ર ૧૧ છે. પ્રતિ પત્ર પંક્તિ ૧૪થી ૧૬ છે. પ્રતિ પંક્તિ અક્ષરો ૫૦ થી ૫૨છે.
કૃતિગત અક્ષરો સુંદર છે. દેશી, છંદના નામો, કડી ક્રમાંક વગેરે લાલ અક્ષરથી લખેલા નથી. પ્રત્યેકકડીના અંતે લાલ રંગનો ઉપયોગ વિસર્ગચિહ્નના સ્થાને થયો છે.
પત્રમાં બન્ને બાજુ ૧ ઈંચનો હાંસિયો છે. તેમાં ડાબી બાજુ પત્ર ક્રમાંક લખ્યાં છે અને જમણી બાજુએ “કયવન્નાનો રાસ' લખેલ છે.
પ્રતની આદિઃ ||૬૦નાવૂદ પઢમનિળસ્વર પણ નમું મરુદ્દેવ્યા સુત નેહા આ પ્રમાણે છે
અને પુષ્પિકા આ પ્રમાણે છે તિ શ્રી ડ્રન્નાનો રાસ સંપૂર્ણમ્ સંવત ૧૭૫૭ વર્ષે 3ીસો સુદ્ર १ बुधवासरे महोपाध्याय श्री भावविजयगणि शिष्य पंडित श्री मानविजयगणि शिष्य पंडित श्री १०८ श्री पं. मुक्तिविजयगणि शिष्य मुनि माणिक्यविजय लिपिकृतं मुनि चतुर्विजय पठनार्थं ।। आठाइ ग्रांम ।।छ।।छ।। श्री रस्तु।। कल्याणमस्तु।। शुभंभवतु।।
આ પ્રત સંવત - ૧૦૫૮, આસો સુદ-૧, બુધવારે, શ્રી ભાવવિજયજી -> શ્રી માંનવિજયજી > શ્રી મુક્તિવિજયજી – શ્રી માણિક્યવિજયજીએ પોતાના શિષ્ય) ચતુર્વિજયજીના અભ્યાસ માટે આ કૃતિનું લિપિકરણ આઠાઈ ગામમાં કર્યું છે.
આ પ્રતમાં પુષ્પિકા પૂર્ણ થયા પછી ‘અયવંતા ઋષિની સજ્જાય' આલેખાયેલી છે.