________________
૩૨૦
દીધી. જે વિચિ લીટી કાઢી તે માટે અંતરાય થયું. પછઇં પૂર્ણ ભાવઇં પાત્ર પોષિયો. તે પૂર્ણ રિધિ થઇ. જેહે પાડોસી સ્ત્રીએ ખી(ર) દાન અનુમોદિઉ હતું તે તાહરી ભાર્યા થઇ. એણીઇ માહો માંહિ ભરતાર વિયોગના સરાપ દીધા હતા તેમા(ટિ) વિયોગપામિઓ. આઠ ભાર્યા કયવનઇં.''
પૂર્વભવ સાંભલી જાતીસ્મરણ પામી વૈરાગ્ય પામીઓ. ઘરનો ભાર પુત્રનઇ દેઇ શ્રેણિકનેઇં પૂછી ઘણો દ્રવ્ય ખરચી દીક્ષા લીધિ. નિર્મલ ચરિત્ર પાલી, દેવલોકિપડુતો. એકાવનારી મોક્ષપહુચસઇ.
ઈતિ દાનકુલક બાલાવબોધે કયવન્નાની કથા સંપૂર્ણમ.
૧. વહોરાવવું, પોષવું.