________________
૩૧૯
એકવાર અભયકુમાર આગઇ કહઇ, “માહરાં ઇ ચ્યાર ભાર્યા, ચાર પુત્રો રાજગૃહમાંહિ છઇ. તે મુઝનઇં પ્રગટ કરી દિઉ. તેહના ઘરની વાટ સેરી પાડો પોલિ તે કાંઇ જાણું નહીં, દીઠાં ઉલખું.” અભય કહઇ “બુધિ સર્વ કામ કરૈસિ.” સિલાવટિ તેડિ એક દેહરો કરાવિઓ. માંહિ મૂર્તિ કયવના સરિખી વરણિ, આકારિ યક્ષની માંડિ. નગરમાંહિ સર્વ લોકને “કહવિરાઉ. “સમસ્ત સ્ત્રીએ આપણ પાહુત્ર તેડી યક્ષનેં પ્રણામ કરવા આવજો. જે નહીં આવઇ તેમના પુત્રનઇ યક્ષ રુડું નહિ કરÚ.” અભયકુમાર કયવનો બહુ યક્ષનિ દેહરા ઉપરિ છાનાં રહ્યા. નગરમાંહિ અનેક લોક યક્ષનઇ પૂજવા આવેં. જે જે રૂપવંત માત દીકરા આવઇ, તિ વારછે અભય પૂછઇં. “તારેં એહ ભાર્યા અને પુત્ર હુઇ?” કયવન્નો ના કહઇ. ઇમ કરતાં કરતાં તે ચ્ચાર સ્ત્રી પુત્રઇ પરિવરી આવી, તિહાંરે કયવન્નઇ કિહિઓ. “અભય! “અમારનઇં એહ ચ્યાર ભાર્યા અનઇ પુત્ર જાણિવા.” એતલઇ ચિહું સ્ત્રી ઇયક્ષ દેખી માંહોમાંહિ કહિવા લાગી. “આપણાં બાર વરસ સુખ ભોગવ્યા તે પુરુષ દીસ(ઇ) છઇં.” અભઇ સાંભલિઉ ચાલક. ચ્યારઇ આવી ખોર્લી બઇઠા. કૂમણઇ વચનિ બોલઇ. “બાપ તુમ્હ એતલઇ દિન કિહાં હતા ? તુહે મોહડઇ બોલઇ કાંઇ નથી ?” ઇમ કહી મૂછ તાણે. અભયકુમારનું વિસ્વાસ આવિઓ. હેઠા ઊતરી બીજી નારી સર્વ‘વઓલાવી. તે ચ્યાર પુત્ર તેડી રાય સમીપિ ગયા. સઘલો વૃત્તાંત અભયકુમાર મંત્રીઇ કહિઓ. પછૅરાજાઇ ચ્યારે પ્રિયા, ધન, ઘર સર્વ કયવજ્ઞાનઇં અપાવ્યાં.ડોસી એકલી જૂઇરહઇ.
હવઇ જે દિવસથી કયવનો કાઢિઓ હતો અક્કાઇં તે દિનથી વેશ્યા પતિવ્રતાપણું પાલઇ છઇ. બાલકપણા થકિ કયવના સાથિ સંબંધ થયો છઇ. તેણિઇ કયવનો પ્રસિદ્ધ થયો, સાંભલી કહાવિઓ, “જે સ્વામિ માહરી સાર કાંઇ નથી કરતા?' પછઇં કયવન્નઇ અભયકુમારનઇં કહી આપણા દ્રવ્ય સહિત તેહ પણિ આણી. વલી એક વ્યવહારિઇંઘણૂધન દેઇ. એક પોતાની પુત્રી મહારુપવંતી પરણાવી; ઇમ આઠ ભાર્યા સહિત ઈંદ્રની પરઇં કયવનો સુખ ભોગવઇ છઇં. રાજાઇં ઘણા વિત્ત આપ્યા. ૦
રાજાઇં ઘણા વિત્ત આપ્યા. બત્રીસ બધ નાટક કરાવઇ. રાતિ દિવસ જાતા જાણઇ નહીં.
ઘણઇ કાલઇ એકદા વિહાર કરતા શ્રી મહાવીર પધારિયા. રાજા શ્રેણિક, અભય, સર્વલોક વાંદવા આવ્યા. કયવનો શ્રેષ્ઠી પણ સ્વામી નઇં વાંદવા આવ્યો. દેસના સાંભલી પૂછઇં,
સ્વામી! તૂર્મ વિચિ વિચિ અંતરાય અનઇં વલી રિધિ પામી તે કયઇ કર્મઇ?'' ભગવંત કહઇ, “પૂર્વ ભવિ તું ગોવાલિયો હતો. માત પાસિં "આડો કરી બાલક માટિ ખીર માંગવા લાગો. મા “રોવા લાગી. પાડોસી સ્ત્રીઓ આવી. રોતે દુખ દેખી એકે ચોખા, એકે દુધ, ખાંડ, ઘી આપ્યાં. ખીર માઇ રાંધી. તું જિમવા બઇઠો. તેહવઇ માસખમણી સાધુ આવ્યો. તુઝનઇ ભાવ ઉપનો. થાલા ઉપાડિઉ. એટલઇ ચીંતવ્યો. અર્ધ વોહરાવ્યું. વિચિ લીટી કાઢી, વલી ચિંતવિઉ. બિ ભાગ વિહરાવ્યું, વલી લીટી કાઢી. એતલઇ સાધ ટૂંકડો આવ્યો. પડઘો માંડીઓ. ભાવિ કરી સર્વ ખીર ૧. પા. સિલાવઠિ- શલા, શિલ્પી; ૨. કહેવડાવ્યું; 3. પુત્રો; ૪. વીંટળાયેલી; ૫. અમારા; ૬. ઉદાસ; 6. મુખથી; ૮. વળાવી, વિદાય કરી; ૯. પા. પત્ર-ધન; ૧૦. પાશ્રેષ્ટિ; ૧૧. હઠ, જીદ; ૧૨. પા. રાદા; ૧૩. પા પડોસી; ૧૪. પાત્ર.