________________
૩૧
સનમાન કરી, આસણ દેઇ વિનય સાચđ. બેહંના લોચન આંસૂ ભરીયાં. હીઇં સંતોષ થયો. પાડોસી સગાં સહૂ મિલ્યાં. માતા પિતાની વારતા સાંભલી ઝૂરવા લાગો. પ્રિયા કહઇ ‘‘ઝૂરઉ માં! દૈવની વાત પ્રતિ સ્યું ચાલઇ ?’’ ભર્તારનÛ સંતોષતા બોલ બોલતી, ભક્તિપૂર્વક સ્નાન કરાવી, જિમાડિઓ. પ્રેમ ધરતાં સુખઇ રહઇ. પ્રિયા કહઇ, ‘‘સ્વામિ! માહરા કર્મનું વાંક, પણિ તુમ્હારો કાંઇ વાંક નથી.’’ કેતલાઇક માસ ઘરિ રહિઉ. પ્રિયાને કહેં, ‘‘ધન નહીં વ્યાપાર સું કરું? ઘરિ નિર્વાહ કિમ થાઇ? ઇહાં 'પાટ(ર)કી ચાકરી વાણોત્રી થાઇ નહીં, નાન્હઉ કાંમ હાથૅ લાગા(ગ)ઇં નહીં.’’ પ્રિયા કહઇ ‘જો સ્વામી ! તુમ્હેં કુસતેં છો તો ધન ડીલના મેંયલની પરિ ઘણુંઇ મિલસ્યું.’’ ભર્તાર કહે, ‘‘હું પરદેશ જઇ, ધન ઉપાર્જી આવું.’’ સ્ત્રી દુખ ધરવા લાગી. કહ ́ ‘‘સ્વામી ! મુઝ થકી કિમ કેહવરાઇ ? તુમ્હેં જાઓ પણિ વહિલા પધારજ્યો.’’ સ્ત્રી આધનવંત છઇ.'સાર્થ પરદેશિ ચાલÜ છઇં, તિહાં રુડઇ સકુનૈ સાંઝી આવ્યા. સ્ત્રીઇં ચ્યારિ મોદિક સબલ દેઇ. એક છૂટઇં ખાટલિ સાથમાંહિ સૂઆડિ ભત્તરને પ્રણામ કરી પાછી ઘરિ આવી. પ્રિયુના પગ સમરઇ. કયવનઉ ખાટ ઉપરિ સૂતો છઇ. આકાસિ નક્ષત્રમાલા જે નિદ્રા આવી તેહવઇ સ્યું થયું તે સાંભલો.
રાજગૃહમાંહિ કોઇક ધનવંત વ્યવહારિઓ, ડોસી માતા ચ્યાર ભાર્યા. તેણી રાત્રઇ અકસ્માત સૂલક્ષણ યોગ મરણ પામિઉં. વહુ ચ્યારિ રોઇવા લાગી. ડોસી કહેં, ‘તુમ્હેં રો માં, ધન અપુત્રિયા માટિ રાજા લિસ્યઇં.’’ પુત્ર મૂઆનદં ખાડ ખણી ઘાલિઓ. ડોસી કહે, ‘‘પુરુષ એક સોધી આંણસૂં.’’ ચ્યારે વહુ કહઇ ‘‘માતા! એ વાત કિમ હુઇ ?’’ ડોસી કહઇ ‘‘જો બોલસ્યો તો તુમ્હને ખાડ ખણી ઘાલું.’’ બિહતી બાપડી અણબોલી રહી. ડોસીની હાક'ઝૂઝિ. પછઇ ચ્યાર વહુ સહિત ડોસી કોઇક પુરુષનઈં જોવા નીકલી. નગર બાહિર કયવન્ના ભણી ગઇ. ખાટલઇ સૂતો છઇ. નિદ્રા આવી છઇં, ચિહુ સ્ત્રીઇં ખાટ ઉપાડી. ડોસીઇ ઘરિ આંણી મુકાવિઓ. તે ખાટથી ઉપાડી ઢોલીઇં મુકાવિઓ. દીવાની ઝલામલિ કીધા પગતલાં, ચ્યારેંઇ ઉલાસવા લાગી. પૂરિ નિદ્રાઇં કયવનો જાગીઉ. દેખઇ તે દેવલોક સરિખા ઘર, મનોહર સ્ત્રીયાં. દેવાંગના સરિખી ચ્યાર સ્ત્રી, મનમાંહિ ચિંતવઇ. ‘હું દેવલોક અવતરિઓ, કિં વા ‘સુહિણો છઇ ?’ આંખિ ચોલÛ, શરીર સામ્ જોવા લાગો. 'વિમાસણ પઇઠો. તેતલે ચ્યારિ સ્ત્રી સર્વ વાર્તા માંડિ કરેં. સાંભલી પ્રમોદ પામિઓ. સુખ વિલસઇં, નવ નવા ભોગ ભોગવઇં. ચિહ્ન સ્ત્રીને એકેકો પુત્ર થઓ. ઘરમાંહિ કેવનો છાનો રહે, પણિ સુખ ́ વિષે રસીઉ હુંતો કાલ જાતો જાંણીયઉ નહીં. ચતુર સ્ત્રી(ઓ) સાથે ગીત કાવ્ય સારા, પ્રાસાદિક વિનોદ, ઘરની વાડી જલક્રીડા કરતાં બાર વરસ ગયા. ડોસીઇં ચ્યારે વહુનઇં તેડી કહેં, ‘‘એહને વ્યમો ઠાંમિં મૂકયૂં.’’ ચહુ કહઇ, ‘‘આઇ!‘કિસો માટિં મૂકીઇ ? જઉ કદાચિત સ્નેહ કીધો તો જન્મ લગે નિર્વાહિતો.’’ સાસૂ કહઇ, ‘‘માહિરા પુત્રનું ઉપાર્જિઓ ધન “માર્ગસર એ પંથી કિમ ખાઇ ? એહને કાઢો તો રહું.'' ડોસીની “હાકઇ ચ્યારે વહુએ તેણી રાત્રિ નિદ્રામાંહિ
૧. સંભવિત પા. પારકી; ૨. સંભવિત પા લાગઇ; 3. પા. સાથ; ૪. કંપવું; ૫. સ્વપ્ન, ૬. ઉંડા વિચારમાં, ચિંતનમાં, ૭. ત્યાગ કરવો; ૮. શા માટે; ૯. પાળવું, નિર્વાહ કરવો; ૧૦. વટેમાર્ગુ; ૧૧. હોકારો, બૂમ.