________________
૩૧૬
૧૦. અજ્ઞાત કૃત દાનકુલક બાલાવબોધ (ગદ્ય)
ગાથા:
અર્થ :
जम्मंतर दाणाओ, उल्लसिआ पुव्व कुसलझाणाओ। कयपुणो कयवनो, भोगाणं भायाणंजाओ।। જન્માંતરે પૂર્વ ભવિ સુપાત્ર દાન દીધું તેહ થકી; અનઇ ઉલ્લસિઓ અપૂર્વમનોહરકુસલક, સુભ ધ્યાનના મહિમા થકી; કયઉન્નો કહેતાં કૃતપુણ્ય કીધાં જણઇ એડવો જે કયવનો; ભોગનો ભાજન નિધાન થયઉ.
.૦૧
અથ કથા :રાજગૃહ નગરી, અભયકુમાર મંત્રી, ધનાવહ શ્રેષ્ઠી, સુભદ્રા ભાર્યા, પુત્ર કયવન્નો બહુતરિ કલા પારગામી. પિતાઈ મોટા વ્યવહારિયાની પુત્રી રૂપવંતી ચતુર સુસીલા પરણાવી, પણિ કયવન્તઓ તેહનો વિનયાદિક ગુણઇ હાવભાવઇં ચિત્ત રીઝઈં નહીં. ભણવાનું ગુણવાનું, સાધુની સેવાનું આદર ઘણઓ, વિષઇન વાંછઇ.
પિતા ચીંતવઇ, “પુત્ર જયોવન પામીઓ પણિ ભોગતૃષ્ણા કંઇ ન વાંછઇ. અવસરઇં વેરાગ ભલો, અવસરઇં સંયોગ ભલો.” પછઇ કયવન્નાના મિત્રનઇં સેઠ કહઇ, “તુઓં સંસાર કલા સર્વ સીખવો ઉડાહા કરો.” તેણિ સર્વ વિષય વીલાસ સીખવ્યા. વેશ્યાનઇ વિષઇ આસક્ત કીધો. પિતાઇં'નવનવઉ ધન મોકલ્યાં. કાલાંતરિ પુત્રનિ તેડું મોકલૂ પણ પુત્ર વિષયાસક્ત "હુંતી તેડીઉ નાવઈ. માતા પિતા વૃધ થયા. પુત્રનિ વિરહઇ જ મરણ પામ્યાં. ધન ખૂટું. એકદા દાસી મોકલી. કયવનાની ભાર્યા પાસિ દાસીઇં ધન માંગી. ભાર્યા કહઇ “બીજું ધન તો ખપિઉં પણિ માહરાં ગ્રહણાં લિયઓ, પિયુને સંતોષ હુઇ તિમ કરઉં.” આભરણ લેઇ ઘરિ આવી વેશ્યાનઇ આપ્યાં. અકાઇં જાણિઓ “એહ નિરધન થયો. હવે એહ કાઢિઉ જોઇદં બીજઉં ધનવંત પુરુષ આણીસઇ.” વેસ્યા કહઇ, “એહસો પુરુષ એહનઇં છેહ ન દેઇઇ.” અકા કહઇ, “એહની ખપ. છઇં નહીં.” ઘર પુંજિવાનું મિસિ કરી બાહિર બઇસારિઉ, કમાડ દીધાં બાહિર ઘણી વાર થઇ, કયવનો મનમાંહિં ચિંતઉં “એહ જાતિ નીચ, એહનું સભાવ એહવું જ હુઇ.”ઇમ ચિંતવી ઉઠિઓ. ઘણું વરસે તેરી મેરી હીંડતો લોકોનિ પુછતો પોતાના ઘર લાધાં. આવ(વા)સ ખડહડયા દીઠા. પડી સડી ખડકી દેખિ. ઘર બારણઇ આવિઓ. ગલહથિ નીચદં મુખિં આભરણ પખઇં સ્ત્રી એક કાંતતી દીઠી. તિસઇ સ્ત્રીનું ડાવઓ અંગ ફુક્યું. ચીંતવે ‘એ કિસ્યું કારણ?' એહવે પ્રીય બારણઇ આવી. દેખી તતકાલ ઉભી થઇ. “આખારો લેઇ સાહમી આવી. દીધઓ આદર
૧. પા શ્રેષ્ઠ; ૨. વ્યાપારી; ૩. આડ વાતમાં ચઢાવો; ૪. હંમેશા; ૫. થયો; ૬. સંભવિત પા. આવાસ; છે. બોચી પકડીને; ૮. અક્ષત-પાણી.