________________
૧૯૬
દેવલમાંહે તે ગઇ રે, સૂતો દીઠો સેજો; રુપ રુડું રડીયામણું રે, કયવનો ધરી હેજો;
કયવનો ધરી હેજ ઉઠાયો, પણ નવિ જાગ્યો નિંěઠાયો; તિમહિજ આણ્યો મંચ બિઠાયો, ઘરમાં મેલી રંગ મચાયો ચારે નારી ચઉપખેં રે, નારી બેઠી મંચો; કયવનો હવે જાગીયો રે, દેખે તેહ પ્રપંચો;
દેખે તેહ પ્રપંચ વિલાસો, એ કુણ ખ્યાલ વિનોદ તમાસો; મહોટાં મંદિર મહેલ `મેવાસો, ચિહું દિશિ જોવે આસોપાસો રંગરંગીલાં માલીયાં રે,'ચિત્રામાંરી છોલો;
જાણે વિધાતાયેં રચ્યાં રે, મોતી "જામર જોલો;
મોતી જામર વેલ તેજાલી, વિચ વિચ પ્રોઇ લાલ પ્રવાલી;
જબ જબ જાબખ જૂબ રસાલી, ભલા ભલા ગોંખ ભલી ચિત્રશાલી ...જી...૨૫૪
સખરા બાંધ્યા ચંદ્રવા રે, મખમલરા પંચરંગો;
નવ નવ ભાતેં જાતરા રે, પાથરણાં અતિરંગો;
પાથરણા અતિ ચંગા ઝલકે, જરબાફ જાજમ કસબી ઝલકે;
લાંબી ફૂલની માલા લલકે, ધૂપ ધાણાની સલીયાં ચલકે ચંદ્રવદની મૃગલોચની રે, ભર યૌવનમેં જેહો; નાસાદિપ શીખા જીસી રે, સોવન વરણી દેહો; સોવનવરણી દેહ રે સારી,ચિંહું દિશિ નિરખે ચારે નારી; રૂપે રૂડી દેવકુમારી, માનવણી જીમ આર્ગે હારી પાયે નેઉર રણઝણે રે, કાને કુંડલ સારો; નકવેસર શીર રાખડી રે, હિયડે નવસર હારો; હિયડે નવસર હાર રે સોહે, મોહનગારી મનડું મોહે; રંગ રંગીલો ચિત્તડુ ચોહે, મુખ દીઠા એ દુઃખ વિછોહે મગન હુવો દેખી દેખીનેં રે, મનમાં કરે વિચારો; ‘એ સુહણો કે હું સહી રે, આવ્યો સ્વર્ગ મજારો? આવ્યો સ્વર્ગ મઝાર રે દેખે, મોતી માણક રયણ અલેખે; સોનું રૂપું કેહે લેખે, એ નહિં ગેહ, વિમાન વિશેષે’ સંકા મનમાં ઉપની રે, ‘હું આવ્યો કિણ ઠામો ? સુજ ન કાંઈ સુદ્ધ પડે રે, કયવનો મુજ નામો;'
...જી...૨૫૨
૧. આવાસ; ૨. મહેલ; ૩. અનેક પ્રકારના ચિત્રામણ; ૪. ઝામર, ઝૂલો.
...જી. ...૨૫૩
...જી. ...૨૫૫
...જી...૨૫૬
...જી. ...૨૫૦
...જી. ...૨૫૮