________________
૧૦૬
૧૦. શ્રી જયરંગ મુનિ કૃત કયવન્તા શાહનો રાસ (સં. ૧૦૨૧)
દુહા : ૧
...૦૧
..૦૨
સ્વસ્તિ શ્રી સુખ સંપદા, દાયક અરિહંત દેવ; સેવ કરૂં સૂધે મનેં, નામ જપું નિત્યમેવા સમર્સરસતિ સામિની, પ્રણમું સદગુરુ પાય; કયવન્ના ચૌપાઈ કહું, દાન ધરમ દીપાયા પ્રથમ વહી ધુરમાંડીયૅ, ગૌતમ સ્વામીની લબ્ધિ; સુરગુરુ સમ શ્રી અભયકુમર, મંત્રીસરની બુદ્ધિ અખૂટ અત્રુટભંડાર સબ, શાલિભદ્રની અદ્ધિ; કયવન્ના સૌભાગ્ય તિમ, નામ લીયે અદ્ધિ સિદ્ધિ વારે શ્રી મહાવીર ને, શ્રી શ્રેણિકને રાજ; ભોગી ભમર નર એ થયો, સારયાં આતમ કાજ
...03
.૦૪
...૦૫
ઢાળ : ૧ (કર જોડી આગલિ રહી, દેઈ પરિજન પાસે રે... એ દેશી)
નગરી રાજગૃહી ભલી, સુરનગરી સમ શોહે રે; રાજા રાજ્ય પ્રજા સુખી, સુર નરના મન મોહે રે
..ન...૦૬ ધનદત્ત શેઠવસે તિહાં, રિયેં સમૃધં સતૂરો રે; કોટિધ્વજ વ્યવહારિયો, રાજા માનેં પૂરો રે
..ન ..૦૦ ચંદ્રવદની મૃગલોચની, સતી વસુમતી તસ નારી રે; દેવ ધરમ ગુરુરાગિણી, નમણી ખમણી સારી રે
...ન. ...૦૮ ગાલિ રાલિ મુખથી ન નીસરે, ઉંચે સાદન બોલે રે; કુલવંતી સૌભાગિણી, તેહને કોઈન તોલે રે
..ન ...૦૯ સુખ લીલા ભર વિલસતાં, ઉપન્યો ગર્ભ ઉધોતી રે; સૂર્યબિંબ ક્યું પૂરä, છીપ સોહે જેમ મોતી રે
•..ન..૧૦ *નીશિભર સૂતી નિંદમેં, ચંદ્ર સ્વપ્ન તેણું દીઠું રે; જઇ જણાવ્યું નાથને, ફલ ભાંખ્યું પીયુમીઠું રે
...ન...૧૧ ત્રીજે માસે દોહલો, ઉપજે ગર્ભ પ્રભાવૅરે; ચોરી ચુગલી નવિ સુણે, તપ જપ શીયલ સુહાવે રે
...ન. ...૧૨
૧. પા ચૌપૈ (મુદ્રિત હ. પ્ર.) ૨. રાત્રિની અંદર; ૩. દોહદ-તીવ્રચ્છા